તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
પુષ્ટિધામ હવેલીએ ત્રિદિવસીય મંગલ પંચમ્ પાટોત્સવ
અન્યાશ્રય એટલે કટ્ટરતા કે જડતા નહિ, દ્રઢતાઃ પૂ. કૃષ્ણકુમારજી ‘અકિલા'ના આંગણે : તા.૧૭થી મહોત્સવનો પ્રારંભઃ શ્રી નાથજી ચરિત્રામૃત કથા સાથે વિવિધ આયોજનોઃ શ્રી ઠાકોરજી પુષ્ટાવવા તથા બ્રહમસંબંધ વિધિ પણ થશેઃ વૈષ્ણવોમાં થનગનાટ

‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે પૂ. કૃષ્ણકુમારજી તથા વૈષ્ણવો હર્ષદભાઇ જોગી, માધવભાઇ સોનીસ અને ગોવિંદભાઇ પડિયા, સુરેશભાઇ સોની નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ, તા. ૯: શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલી પુષ્ટિધામ હવેલી ખાતે ભવ્યોત્વનું આયોજન થયું છે. વૈષ્ણવાચાર્ય પૂ. કૃષ્ણકુમારી આજે ‘અકિલા' ના આંગણે પધાર્યા હતા.
તેઓશ્રીએ સત્સંગનો લાભ આપતા જણાવ્યું હતું કે, પુષ્ટિમાર્ગમાં અન્યાશ્રય ન કરવાની વાત છે. અન્યાશ્રય એ કટ્ટરતાના ભાવમાંથી પ્રગટાવવાનું નથી, તેમાં દ્રઢતાનો ભાવ જરૂરી છે. દરેક દેવી-દેવતાને નમન, પણ સમર્પણ એક ને.. આ મન સ્થિતિ કેળવવાની છે. આગામી મહોત્સવમાં રાજકોટમાં બ્રહમસંબંધ દીક્ષા તથા ઠાકોરજી પુષ્ટવવાની વિધિનું પણ આયોજન થયું છે.
રાજકોટના સામાકાંઠા વિસ્તાર રણછોડનગર-૨૮ ખાતે આવેલ શ્રી પુષ્ટિધામ હવેલીના પંચમ પાટોત્સવ પ્રસંગે વૈષ્ણવાચાર્ય ૫.પૂ.ગો. રાજેશકુમારજી મહારાજશ્રી (કડી-અમદાવાદ)ના મંગલ આશીર્વાદથી તેમજ ૫.પૂ. શ્રી કૃષ્ણકુમારજી મહોદયશ્રી તથા પ.પૂ. ગો. કુજેશકુમારજી કુજેશકુમારજી મહોદયશ્રી (કડી-અમદાવાદ)ની અધ્યક્ષતામાં પૂ.પા. ગો. આશ્રયકુમારજી મહોદયશ્રી ની રસાત્મક ની રસાત્મક વાણીમાં શ્રીનાથજી પ્રાગટય એવમ વિવિધ લીલા સ્વરૂપ અને અલૌકિક શ્રીનાથ ચરિત્રામળત કથા મહોત્સવ અને શ્રીજીના વિવિધ મનોરથ, પલના-નંદમહોત્સવ, તિલક આરતી તેમજ રાસોત્સવનું ભવ્ય આયોજન તા. ૧૭-૯-૨૦૨૬ ગુરૂવાર થી ૧૯-૯-૨૦૨૬ શનિવાર દરમિયાન કરવામાં આવેલ છે.
શ્રીજીના વિવિધ મનોરથઃ તા. ૧૭-૯-૨૦૨૬, ગુરુવાર સાંજે ૬:૦૦ વાગ્યે શ્રી પુષ્ટિધામ હવેલીમાં બંગલાનો મનોરથ. તા. ૧૮-૯-૨૦૨૬, શુક્રવારઃકથા સ્થળે કથા પછી સાંજે ભવ્ય રાસ-ગરબા. તા. ૧૯-૯-૨૦૨૬, શનિવાર (રાધાષ્ટમ): પંચમ મંગલ પાટોત્સવ - સવારે ૧૦:૩૦ કલાકે નંદ મહોત્સવ, પલના ઉત્સવ, તિલક આરતી (હવેલીમાં). તેમજ સાંજે ૬:૩૦ કલાકે અલૌકિક છાક મનોરથ (હવેલીમાં).તેમજ રાત્રે વૈષ્ણવ પ્રસાદ (કથા સ્થળે). કથા સ્થળઃ નવનિર્મિત લીટલ સ્ટાર સ્કૂલ, યુનિટ-૨, ૧૬ રણછોડનગર, રાજપૂત વાડી પાછળ, રાજકોટ.) કથા સમયઃ દરરોજ બપોરના ૩ થી ૬ ગુરૂવાર, શુક્રવાર, શનિવાર)સમસ્ત વૈષ્ણવ સળષ્ટિને આ પંચમ પાટોત્સવ મહોત્સવનો અલૌકિક લાભ લેવા પધારવા હાર્દિક આમંત્રણ છે અપાયું છે. પ્રેસ મુલાકાત/ વખતે, હર્ષદભાઈ જોગી, માધવભાઈ સોની, ગોવિંદભાઇ પડીયા, સુરેશભાઈ સોની તેમજ સેવા સમિતિ ગણ... ઉપસ્થિત રહયો હતો
(3:16 PM IST)










