News of Monday, 5th October 2026
બુધવારથી સમસ્ત સોની સમાજના ત્રિ-દિવસીય મહારાસોત્સવ
સમસ્ત સોની સેના રાજકોટ દ્વારા જીમખાનાના મેદાનમાં પારિવારીક માહોલમાં આયોજનઃ કુલ ૨૫૧ ઈનામો

રાજકોટઃ સમસ્ત સોની સમાજના ખેલૈયાને મન ભરીને નવલી નવરાત્રીએ આદ્યશક્તિ માં જગદંબાની આરાધના કરવા માટે સમસ્ત સોની સેના રાજકોટ દ્વારા વેલકમ નવરાત્રી મહોત્સવ અંતર્ગત ત્રી-દિવસીય મહારાસોત્સવનું આયોજન થયેલ છે સાથોસાથ દર વર્ષની માફક આરતી,ગરબા અને દાંડિયા ડેકોરેશનની પણ સ્પર્ધા રાખેલ છે તેમ યાદીમાં જણાવાયું છે.
સમસ્ત સોની સેના રાજકોટ દ્વારા પારિવારિક માહોલમાં આયોજિત ત્રી-દિવસીય મહારાસોત્સવમાં સંગીતના સથવારે તાલીઓના તાલે અને જીમખાનાના રળિયામણા મેદાનમાં વિખ્યાત સિગરોના સંગાથે આગામી તા, ૭/૮/અને ૯ (બુધ, ગુરૂ, શુક્ર) આમ ત્રણ દિવસ સાંજે હાઇફાઈ સાઉન્ડ સિસ્ટમ સાથે સમસ્ત સોની સમાજના ખેલૈયા રમઝટ બોલાવશે
સમસ્ત સોની સમાજ માટે યોજાનાર રાસોત્સવમાં પ્રિન્સ પ્રિન્સેસ,વેલડ્રેસ સહિતનાને ઉપસ્થિત સમસ્ત સોની સમાજના આગેવાનો-મહેમાનોના હસ્તે ઈનામો આપીને નવાજવામાં આવશે
આયોજનના જગ મિન્ટ ધર્મેન્દ્રભાઈ પારેખ તથા યમુના હોલમાર્ક અશ્વિનભાઈ રાણપરાનો સહયોગ મળેલ હોવાનું જણાવાયું છે.
સિનિયર જુનિયર પ્રિન્સ પ્રિન્સેસને સોનાના પેન્ડલ આપવામાં આવશે જેમાંથી ચાર લક્કી વિનરને તો સોનાના ચેઈન આપવામાં આવશે. કુલ ૨૫૧ ઈનામો આપવામાં આવશે.
આગામી બુધવાર, ગુરુવાર અને શુક્રવાર એક ત્રણ દિવસ ત્રી દિવસીય મહારાસોત્સવ માટેના પાસ માટે સમસ્ત સોની સેનાના કાર્યાલય દિગ્વિજય મેઈન રોડ, આશાપુરા પેંડાવાળા સામે, કેતનભાઈ પાટડીયા ગણેશ જવેલર્સ પેલેસ રોડ (મો ૯૮૨૫૫ ૯૭૬૮૬) દેવાંશભાઈ પટ્ટણી ડેઝલ જવેલર્સ અમીન માર્ગ (મો ૯૦૩૩૩ ૪૧૩૭૨) રવિભાઈ પાલા ક્રિષ્ના જવેલર્સ રામાપીર ચોકડી શાક માર્કેટ પાસે (મો ૭૬૦૦૦ ૦૦૮૯૦) સુનિલભાઈ બારભાયા (શ્રી હરિ વીંટીવાળા) કુંવરજીભાઈ ટાવર્સ ગાઉન્ડ ફલોર (મો. ૮૦૦૦૭ ૩૪૦૮૪) પાર્થ આડેસરા આડેસરા રોડીયમ જેપી ટાવર્સ સવજીભાઈની શેરી (મો ૯૮૨૪૫ ૦૧૨૫૧) ક્રિષ્ના પ્રિન્ટર્સ સાંકળી શેરી સોની બજાર (મો.૯૩૭૫૯ ૭૭૬૩૧) કિર્તીભાઈ પાટડીયા, મેહુલ ભગતનો સંપર્ક કરવા યાદીના અંતમાં જણાવાયું છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:32 PM IST)










