<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

રાજકોટમાં સોમવારથી ત્રણદિ' ‘ક્રિકબ્રો સિટી પ્રીમિયર લીગ'

ત્રણ કોર્પોરેટ સહિત કુલ ર૭ ટીમો વચ્‍ચે જંગ જામશેઃ ચેમ્‍પિયન ટીમને ૧ લાખ રોકડ, ટ્રેફી, અને રનરઅપ ટીમને પ૦ હજાર રોકડ, ટ્રોફી તથા દરેક મેચમાં સરપ્રાઇઝ ગિફટઃ ખેલાડીઓને રાષ્‍ટ્રીયકક્ષાનું પ્‍લેટફોર્મ મળશે

રાજકોટઃશહેરના ક્રિકેટ પ્રેમીઓ માટે વધુ એક રોમાંચક ક્ષણ આવી ગઈ છે. અબતક અને દ્વારકાધીશ ગ્રુપ આયોજીત ‘કિકબ્રો સિટી પ્રીમિયર લીગ રાજકોટ' નું ભવ્‍ય આયોજન આગામી તા. ૨૭, ૨૮ અને ૨૯ એપ્રિલ (સોમ, મંગળ, બુધ) ના રોજ કરવામાં આવ્‍યું છે. આ ટુનમિન્‍ટમા એચટીસીએલ (હાર્ડોટ ટેનિસ ક્રિકેટ લીગ સીઝન ૨) એસોસિએટ પાર્ટનર તરીકે જોડાયેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.            રાજકોટની આ મૅગા ટુનર્નામેન્‍ટ ના ખેલાડીઓની પસંદગીથી લઈને મેદાનની વ્‍યવસ્‍થા સુધીનું તમામ આયોજન અત્‍યંત પ્રોફેશનલ સ્‍તરે કરવામાં આવ્‍યું છે. આ ટુનમિન્‍ટ સ્‍થાનિક ખેલાડીઓ માટે રાષ્‍ટ્રીય કક્ષાનું પ્‍લેટફોર્મ પૂરું પાડશે.આ ટુર્નામેન્‍ટમાં માત્ર રમત જ નહીં. પરંતુ રણનીતિનો પણ જંગ જામશે. તમામ ૨૪ ટીમોની રચના ‘ઓકશન બેઝડ' (હરાજી પદ્ધતિ) થી કરવામાં આવી છે. આ ઉપરાંત ૩ કોરિટ ટીમમાં એમ.આર.જી કમ્‍પોસાઈટ ઈન્‍ડીયા. દાવત બેવરેજીસ અને જ્‍યોતી સીએનસીની ટીમે ભાગ લીધો છે. આ ઓક્‍શન તન્નાસ સ્‍પોર્ટસ લોનમાં યોજાયું હતું.

ટુનમિન્‍ટના પ્રથમ વિજેતા ટીમને ઈનામ સ્‍વરૂપે રૂ.એક લાખનું રોકડ પુરસ્‍કાર અને ટ્રોફી એનાયત કરવામાં આવશે જ્‍યારે રનર-અપ ઈનામમાં બીજા ક્રમે આવનાર ટીમને રૂ. ૫૦ હજાર અને ટ્રોફી આપવામાં આવશે.યુટયુબ અને સોશિયલ મીડિયા પર મેચોનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

ખેલાડીઓને પ્રોત્‍સાહન આપવા માટે આર ખેલાડીઓને પ્રોત્‍સાહન આપવા માટે આયોજકો દ્વારા દરેક રજીસ્‍ટર્ડ પ્‍લેયરને ખાસ કેપ અને ટી-શર્ટ ભેટ આપવામાં આવશે. દરેક ટીમમાં કુલ ૧૦ ખેલાડીઓ રહેશે. જેમાં રમતની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ૧ ‘ઓલ ઇન્‍ડિયા સ્‍ટાર' પ્‍લેયર અને ૧ ‘લોકલ પ્‍લેચર' ને સ્‍થાન આપવામાં આવ્‍યું છે. આ ઉપરાંત, દરેક ટીમમાં ૨ ‘આઈકોન પ્‍લેયર પહેલેથી જ નક્કી છે.  રાખવામાં આવ્‍યા છે. જે ટીમના મુખ્‍ય આધારસ્‍તંભ બનશે. આયોજકો અને કર્તવ્‍યનિષ્ઠ સપોર્ટ ટીમ.

 આયોજનને સફળ બનાવવા માટે દ્વારકાધીશ ગ્રુપ અને કિકબોના કાનો જાદવ (૭૬૯૮૮ ૮૪૫૦૪), દાના ફુલા (૭૯૯૦૮ ૭૩૮૭૦),શુભમ (૮૩૨૯૯ ૮૭૯૭૪), રાજા રાઠોડ (૯૭૭૩૨ પ૨૩૩૦), ધર્મેશ રાઠોડ, ખંજન જોપી (૯૬૮૭૩૦૭૨૪૭), મિતેષ ત્રિવેદી (૯૯૭૯૬૮ ૫૨૯૫) સહિતના કાર્યરત છે. આ આયોજનના માર્ગદર્શક તરીક પી. ડી. આહીર સેવા આપી રહ્યા.

 ટુનમિન્‍ટના દરેક પાસાનું ધ્‍યાન રાખવા માટે હિતુભા જાડેજા, સાગર દેવીપૂજક, એલ.કે. ભરવાડ, અનિલ , જય કાઠી, ડી.કે, આહિર, આર.પી. આહિર, સાગર ભરવાડ, યોગી રાજપૂત. અનિલ મોનપરા, યોગી બાપુ અને રાકેશ (કહેર) પણ જોડાયા છે.

ટૂર્નામેન્‍ટના પ્રાયોજક તરીકે આદીત્‍ય એપેરલ્‍સના પ્રશાંત તન્ના, સત્તાવાર બેવરેજ પાર્ટનર તરીકે દાવત બેવરેજીસ, રાણા સ્‍પોર્ટ્‍સના વિશ્વરાજ સિંહ રાણા, એરિકા ફૂડસના વિશાલ પટેલ. ઉન્નતિ સ્‍પોટ્‍સના જોગીરાજસિંહ રાણા, એમઆરજી કમ્‍પોસાઈટ ઈન્‍ડીયા પ્રા.લી.ના ભાવિક વાચા તથા નીલ વાયા. વીવાય ૧૮ના યશ ઘરસેંડા તથા રાજ રૂપારેલીયા, જયોતી સીએનસી, તન્ના સ્‍પોર્સ લોનના વિક્રમ તન્ના. ગુરૂકળપા મોબાઈલના અભી-કિશન પટેલ, લેમન ગ્રુપના નિકુલ પરમાર

 ઉપરાંત શિવ શક્‍તિ ગ્રુપ, જે. કે. ચોકના ફુલદીપસિંહ જાડેજા. ભોલા મિત્ર મંડળ પુષ્‍કરધામના કૌશલ ભાઈ કતિરા-  કે.કે. ભાઈ, આરજે પાણીયા. ગ્રુપના રઘુભા વાઘેલા, રાજ ભા પરમાર, રામદેવસિંહ જાડેજા, બ્‍લેક ટાઈગર ક્રિકેટ ક્‍લબ, માધવ હોટેલ એન્‍ડ રેસ્‍ટોરન્‍ટના મશરૂ ભાઈ શિયાળ. એલ.કે. સ્‍પોર્ટ્‍સના લખન ભાઈ સોમૈયા. મહાદેવ ફાયરના નૈમિષ વ્‍યાસ, શિવ શક્‍તિ ઓટોના જગભા રાણા અડવાલ, હિરેન રાજાણી સહિતનાઓનોસહયોગ મળી રહ્યોહોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

ટૂનામેન્‍ટ સ્‍થળઃ ગ્રીનફીલ્‍ડ ક્રિકેટ ગ્રાઉન્‍ડ, રાજકોટ, તા. ર૭ થી ર૯ એપ્રિલ મ્‍ તસ્‍વીર : અભિજીત બગથરીયા

(2:54 PM IST)