News of Thursday, 4th June 2026
ખાનગીકરણ અને અનેક પડતર પ્રશ્ને એસ.ટી.ના હજારો કર્મચારીઓ આંદોલનને માર્ગેઃ તા. ૧૮ થી રપ દેખાવો-ધરણા
રાજયવ્યાપી આંદોલનનું એલાન કરતું એસ.ટી. મઝદૂર સંઘઃ ર૪મી જૂને સોશ્યલ મિડીયા પર દેખાવો થશે

રાજકોટ તા. ૪: સૌર ઊર્જાના ક્ષેત્રમાં ગુજરાતના રંગીલા રાજકોટ શહેરે વધુ એક સુવર્ણ સિદ્ધિ પોતાના નામે કરી છે. રાજકોટ જિલ્લા કલેકટરે પત્રકારોને જણાવાયું હતું કે, કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી ‘‘પ્રધાનમંત્રી સૂર્ય ઘર'' અંતર્ગત સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશન બાબતે રાજકોટ જિલ્લો સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવ્યો છે.રાજકોટે આ મામલે દેશના અન્ય તમામ મોટા શહેરો અને જિલ્લાઓને પાછળ છોડીને ગ્રીન એનર્જી અપનાવવામાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનામાં રાજકોટ જિલ્લામાં ૯૫૬૦૦ કનેકશનનો ટાર્ગેટ હતો. જે અંતર્ગત ૯૨૨૦૩ કનેક્શન અત્યાર સુધીમાં નખાઈ ચુકયા છે અને જેનાથી ૬૪૧ કરોડ રૂપિયાની સબસીડી આપવામાં આવી છે. આ એવોર્ડ સ્વીકારવા રાજકોટ પીજીવીસીએલના એમડી દિલ્હી ખાતે પહોંચ્યા છે.રાજકોટ જિલ્લાની આ ભવ્ય સફળતાથી હવે ગુજરાતના અન્ય જિલ્લાઓ પણ પ્રેરણા લઈ રહ્યા છે અને આગામી દિવસોમાં સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશનની ગતિ હજુ વધુ તેજ બને તેવી પૂરી સંભાવના છે.
(2:34 PM IST)










