<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

આ પર્યુષણમાં ભાવ સુધારીએ, ભવ સુધારીએ અને ભવિષ્‍ય સુધારીએઃ પૂ.નમ્રમુનિ મ.સા.

પર્યુષણના પ્રથમ દિવસે રાષ્‍ટ્રસંત પૂ.પરમ ગુરૂદેવે આપ્‍યો સેલ્‍ફ રિયલાઈઝેશનનો સંદેશ

રાજકોટઃ રાષ્‍ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્‍યે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના પ્રથમ દિવસે ભાવિકોને બીજાની ભૂલો શોધવાને બદલે પોતાની ભૂલો અને અવગુણોને ઓળખી તેને સુધારવાની પ્રેરણા આપવામાં આવેલ.

પરમ ગુરુદેવે સમજાવ્‍યું કે જેને પોતાની ભૂલનો અહેસાસ થાય છે, તે જ પોતાની ભૂલ સુધારવાનો પ્રયત્‍ન કરે છે. બીજાની ભૂલો જોવા કરતાં પોતાની ભૂલો જોવાથી ક્ષમાપનાની ભાવના જાગે છે. ‘‘ઘરમાં આગ લાગી હોય ત્‍યારે આગ કોની ભૂલથી લાગી તે શોધવા કરતાં પહેલાં આગ ઠારવાનો પ્રયાસ કરવો જોઈએ.'' આ દૃષ્ટાંત દ્વારા સમજાવવામાં આવ્‍યું કે ભૂલ તારી કે મારી તે જોવાને બદલે જે પોતાની ભૂલ પહેલાં સુધારે તેનું પર્યુષણ વધુ સાર્થક થાય છે.

આ ભાવને સ્‍પર્શતા ‘ધબકતું હૃદય'ના પ્રયોગ દ્વારા હૃદયમાં રહેલી નકારાત્‍મકતા, દોષ અને અવગુણોને ઓળખી તેને દૂર કરવાની પ્રેરણા આપવામાં આવી. સામૂહિક પ્રાર્થના દ્વારા હૃદયની નકારાત્‍મકતા દૂર કરીને આત્‍મસ્‍વરૂપના દર્શન કરવાની ભાવના કરાવવામાં આવી. પર્યુષણ એટલે ‘ફ્રન્‍ટ કેમેરા' ખોલવાની પ્રક્રિયાラબીજાને નહીં, પોતાની અંદર જોવાની પ્રક્રિયાની શીખ આપવામાં આવી.

આ પ્રસંગે ‘RESET' પુસ્‍તકોનું લોન્‍ચિંગ પણ કરવામાં આવ્‍યું. ત્‍યારબાદ પરિવાર, જવાબદારી અને લાગણીઓને કેન્‍દ્રમાં રાખતા અનંત ઈચ્‍છાઓના પ્રયોગ દ્વારા સમજાવવામાં આવ્‍યું કે સંસારની જવાબદારીઓ નિભાવવી જરૂરી છે, પરંતુ આસક્‍તિના બંધનોમાંથી મુક્‍ત થવા માટે પોતાની સમજથી દોષ અને આસક્‍તિને ‘કાપવા' જરૂરી છે. મુક્‍તિ તરફની સાચી ‘કાતર' બહાર નહીં, પરંતુ પોતાની અંદરની સમજમાં છે.

પર્યુષણનો સાર વ્‍યક્‍ત કરતાં પરમ ગુરુદેવે સંદેશ આપ્‍યો કે ‘‘જ્‍યાં સુધી બીજાના દોષ દેખાય છે ત્‍યાં સુધી દોષ છે અને જ્‍યારે પોતાની ભૂલ દેખાય છે, ત્‍યાંથી ગુણની શરૂઆત થાય છે.'' ઉંમર મોટી હોવી નહીં, સમજની ઉંમર મોટી હોવી મહત્‍વની છે. પોતાની ભૂલોને ઓળખી, સ્‍વીકારી અને સુધારતા જઈએ, આત્‍માને શુદ્ધ કરતા જઈએ અને અંતે મારો આત્‍મા અને ભગવાનના આત્‍મા વચ્‍ચે કોઈ અંતર ન રહેラભગવાન સાથે સાચું ‘ક્‍લોનિંગ' થાય, એ જ પર્યુષણની સાચી આરાધના છે. કારણ કે ભાવ સુધારે, ભવ સુધારે અને ભવિષ્‍ય સુધારેラતે જ સાચા પર્યુષણ.

આ અવસરે ૨૫થી વધુ માસક્ષમણ, ૧૨૫ ધર્મચક્ર તપ અને ૪૦૦થી વધુ તપસ્‍વીએ પચ્‍ચક્‍ખાણ લઈ જિનશાસનની જય જયકાર વ્‍યક્‍ત કરેલ

(2:52 PM IST)