<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

રૈયાનાકા ટાવર પાસે રહેતાં પરિવારની તેર વર્ષની વયની દિકરીનું અપહરણ

બાળા થેલો લઇને જતી સીસીટીવીમાં દેખાઇઃ ઘરમાંથી ફોન અજાણ્‍યા શખ્‍સના ફોન નંબર મળતાં એ-ડિવીઝન પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૨૨: શહેરના રૈયાનાકા ટાવર નજીક રહેતા પરિવારની ૧૩ વર્ષની દિકરી ગૂમ થતાં અને શોધખોળ બાદ પણ પત્તો ન મળતાં પોલીસને જાણ કરવામાં આવતાં એ-ડિવીઝન પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ બનાવમાં એ-ડીવીઝન પોલીસે ૧૩ વર્ષના બાળાના પિતાની ફરિયાદ પરથી અજાણ્‍યા શખ્‍સ સામે અપહરણનો ગુનો નોંધ્‍યો છે. તેમણે ફરિયાદમાં જણાવ્‍યું છે કે  હું તા.૧૮ના રોજ સાંજે મારી નાસ્‍તાની રેક્‍ડીએ હતો ત્‍યાર મારી ૧૩ વર્ષની દીકરી ઘરે એકલી હતી. બાદમાં સાંજ હું ઘરે પહોંચ્‍યો ત્‍યારે દિકરી જોવા મળી નહોતી. આમે આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરતાં તેણી કપડાનો થેલો લઇને જતી દેખાઈ હતી. બાદ અમે ઘરે આવીને જોયું તો તેને ડાયરીમાં એક ફોન નંબર લખેલો હતો. તેના પર અમે સંપર્ક કરતા મારી દિકરીએ ફોન ઉપાડી વાત કરી હતી. બાદ ફોન કોઈ અજાણ્‍યા છોકરાને આપી દીધો હતો. થોડીવાર પછી મેં  ફરી વખત તે નબર પર ફોન કરવાનો પ્રયાસ કરતા ફોન બંધ આવ્‍યો હતો. અજાણ્‍યો શખ્‍સ મારી દિકરીને લલચાવી ફોસલાવી બદકામના ઇરાદે ભગાડી ગયાનું જણાતાં પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં બાળાના પિતાએ કહેતાં એ-ડિવીઝન પીઆઇ જે. વી. વાઢીયાની રાહબરીમાં પીએસઆઇ વી. કે. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

(3:24 PM IST)