<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

દેશી દારૂના ધંધાર્થીઓ અને પ્‍યાસીઓ પર પોલીસની તવાઇઃ વધુ ૧૩ પકડાયા

પોલીસની સતત બીજા દિવસે ડ્રાઇવઃ ૬ પીધેલા, બે ડ્રીંક એન્‍ડ ડ્રાઇવ અને બે છરી સાથે પણ ઝપટે ચડયા

રાજકોટ તા. ર૬: શહેરમાં સતત બીજા દિવસે પ્‍યાસીઓ અને દેશી દારૂના ધંધાર્થીઓ પર પોલીસે તવાઇ બોલાવી હતી. જેમાં દેશી દારૂ મામલે મહિલાઓ સહિત ૧૩ સામે કેસ કરાયા હતા. આ ઉપરાંત દારૂ પી નીકળેલા ૬, ડ્રીંક એન્‍ડ ડ્રાઇવમાં બે અને છરી સાથે બે ઝપટે ચડી જતા કાર્યવાહી કરાઇ હતી.

દેશી દારૂના ૧૩ કેસ કરાયા

ભકિતનગર પોલીસે લલુડી વોકળી પાસે રહેતી રસીલા અશ્‍વીનભાઇ ચુડાસમાંને પાંચ લીટર સાથે, થોરાળા પોલીસે મયુરનગરમાંથી દિવાળી ગોવિંદભાઇ બજાણીયાને ૧૮ લીટર સાથે, પીસીબીએ કોઠારીયા સોલવન્‍ટમાં શિતળાધારમાંથી ગુલાબબા પ્રદીપસિંહ ચુડાસમાને ૧૭ લીટર સાથે, પ્ર.નગર પોલીસે જંકશન પ્‍લોટ નજીક રેફયુઝી કોલોનીમાંથી અમીન જીવાભાઇ સિપાઇને બે લીટર સાથે, કિટીપરા રોડ પરથી અશોક મનુભાઇ ચૌહાણને બે લીટર સાથે, કિરીટપરામાંથી મનોહર મનોજભાઇ રાગપસરેને પાંચ લીટર સાથે, રેલ્‍વે સ્‍ટેશન સામેથી દિપક સાગરભાઇ રાગપસરેને પાંચ લીટર સાથે, અને ઇશ્‍વર રાજભાઇ કામેલેન બે લીટર સાથે, રૂખડીયાપરા રોડ પરથી સબીરા હારૂનભાઇ રાવમાને ૩ લીટર સાથે, માલવીયાનગર પોલીસે અમરનગરમાંથી મયુર જગદીશભાઇ ડાભીને ૧૦ લીટર સાથે, ગોંડલ રોડ પરથી કાનજી બટુકભાઇ સરવૈયાને ૭ લીટર સાથે, અને ક્રાઇમ બ્રાંચે સ્‍પીડવેલ ચોક પાસે વોકરા કાંઠેથી પ્રકાશ નાનજીભાઇ રાઠોડને ૧૦ લીટર દેશી દારૂ સાથે પકડી કાર્યવાહી કરી હતી.

દારૂ પી નીકળેલા ૬ ઝપટે

ભકિતનગર પોલીસે દેવપરામાંથી મોહિત કિશોરભાઇ ચાવડાને, થોરાળા પોલીસે ગંજીવાડાના વસંત રવજીભાઇ ચાવડાને, તાલુકા પોલીસે વાવડી ઇન્‍ડસ્‍ટ્રીયલ એરીયામાંથી મોહિત કિરીટભાઇ મકવાણાને, અનીલ પરસોતમભાઇ મેવાડાને, વિપુલ કેશુભાઇ સરવૈયાને અને હર્ષદ કેશુભાઇ ચાવડાને પકડી લીધા હતા.

દારૂ પી વાહન લઇને નીકળેલા ઝબ્‍બે

પ્ર.નગર પોલીસે જામનગર રોડ પર સાંઢીયા પુલ પાસેથી કમલેશ દિનેશભાઇ જેઠવાને, ગાંધીગ્રામ પોલીસે છોટુનગર પાસેથી રાજેસ અમરસીંગ સાઉદને પકડી કાર્યવાહી કરી હતી.

છરી સાથે બે પકડાયા

ગાંધીગ્રામ પોલીસે છોટુનગર પાસેથી અશ્‍વીન રતાભાઇ મહાનંદાને અને સેતુસીંગ દલબહાદુરસિંગ ઠાકુરને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

(4:19 PM IST)