<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

સરધારમાં મૈત્રી ઓઇલ ઇન્‍ડસ્‍ટ્રીમાં સળીયા કાપી બુકાનીધારી-ચડ્ડી બનીયાનધારી ચોર ત્રાટક્‍યાઃ ૧.૬૫ લાખની રોકડ ગઇ : જુઓ વિડીયો

જસદણના મીલ સંચાલક અલ્‍પેશભાઇ કુકડીયાની આજીડેમ પોલીસમાં ફરિયાદઃ કપાસીયાની ગાડીવાળાને આપવાની રકમ ઓફિસના ટેબલમાં રાખી હતીઃ આજીડેમ પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૩૦: રાજકોટ-ભાવનગર હાઇવે પર સરધારમાં મૈત્રી ઓઇલ ઇન્‍ડસ્‍ટ્રીઝ નામની મીલમાં ઓફિસની પાછળની બારીના સળીયા તોડી ત્રણ બુકાનીધારી ચડ્ડી બનીયાન પહરેલા ચોર ઘુસી જઇ રૂા. ૧,૬૫,૦૦૦ની રોકડ ચોરી જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવમાં આજીડેમ પોલીસે જસદણ બજરંગ નગર પાટીદાર સોસાયટીમાં રહેતાં અને સરધાર ખાતે મૈત્રી ઓઇલ ઇન્‍ડસ્‍ટ્રી નામે કારખાનુ ચલાવતાં પટેલ અલ્‍પેશભાઇ ભૂપતભાઇ કુકડીયા (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી ચોરીનો ગુનો નોંધ્‍યો છે.

અલ્‍પેશભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે ૨૭/૦૯ના રાત્રીના કપાસીયાની ખાલી થવા માટે ગાડી આવેલ હોઇ જે ગાડી ખાલી કરાવી મારા પાર્ટનર જીલભાઈને રૂપીયા ૧,૬૫,૦૦૦  કપાસીયાની ગાડી વાળાને ચુકવવા માટે આપેલ હતા. જે પૈસા કારખાનાની ઓફીસના ટેબલમાં રાખ્‍યા હતાં. ે ત્‍યારબાદ આશરે બે વાગ્‍યાની આસપાસ હું કારખાનેથી નિકળી ઘરે ગયેલ હતો અને મારા પાર્ટનર જીલભાઈ ધર્મેશભાઈ કોટડીયા કારખાનામાં રાત રોકાયા હતાં. બાદમાં ૨૮ના સવારના નવેક વાગ્‍યાની આસપાસ મારા પાર્ટનર જીલભાઇનો ફોન આવેલ અને કહેલ કે, આપણા કારખાનામાં ચોરી થયેલ છે અને કારખાનાની ઓફિસમાં રાખેલ રૂપીયા ૧,૬૫,૦૦૦ ગાયબ છે.

ત્‍યારબાદ હું કારખાને ગયો હતો. તપાસ કરતાં ઓફિસમાની પાછળની બારીના સળીયા તુટેલા દેખાયા હતાં. ઓફીસમા રાખેલ સી.સી.ટી.વી કેમેરા ચેક કરતા કોઇ અજાણ્‍યા ત્રણ શખ્‍સ વહેલી સવારે ચારેક વાગ્‍યાની આસપાસ મોઢે રૂમાલ બાંધી અને શરીરે ચડ્ડી બનીયાન પહેરીને આવેલા દેખાયા હતાં. આ તસ્‍કરો અમારા કારખાનાની દિવાલ ઉપર ચાલીને ઓફિસની પાછળની બારીના સળીયા તોડી કારખાનાની ઓફિસમાં પ્રવેશ કરતાં દેખાયા છે. આજીડેમ પોલીસને જાણ થતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ એસ. એલ. ગોહિલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(3:12 PM IST)