તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
નવા નાણાકીય વર્ષના પહેલા મહિનામાં જ જમીન,મકાન ખરીદીમાં જબરી તેજીઃ ૧૪ હજાર દસ્તાવેજઃ ૮૬ કરોડની આવક
સોૈથી વધુ મોરબી રોડ-પર ૧૭૪૦ તો સોૈથી ઓછા વિંછીયા ક્ષેત્રમાં ૮૫ દસ્તાવેજોની નોંધણી..

રાજકોટ, તા.૨: રાજય સરકારે હજુ નવી જંત્રી અમલમાં મૂકી નથી, હાલ જે જંત્રી છે, તે મુજબ દસ્તાવેજો થઇ રહયા છે, પરંતુ સબ રજીસ્ટ્રાર કચેરીમાં અધીકારી સુત્રોના ઉમેર્યા પ્રમાણે નવા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭માં પહેલા મહિનામાં જ દસ્તાવેજોમાં ભારે તેજી જોવા મળી છે, જમીન-મકાન, પ્લોટ, ફલેટની ખરીદીમાં જબરી તેજી ઉદ્ભવતા રાજકોટ શહેર-જીલ્લાની કુલ ૧૮ સબ રજીસ્ટ્રાર કચેરીમાં એપ્રીલ-૨૦૨૬માં ૧૪૦૫૦ દસ્તાવેજો નોંધાયા છે, જેના કારણે સરકારને વપરાયેલ ફી અને ઉપયોગમાં લેવાયેલ સ્ટેમ્પ ડયૂટી મળી કુલ ૮૫ કરોડ ૮૩ લાખની તોતીંગ આવક થઇ છે. સોૈથી વધૂ દસ્તાવેજો રાજકોટ- મોરબી રોડ પર ૧૭૪૦ તો સોૈથી ઓછા દસ્તાવેજ વીંછીયા ક્ષેત્રમાં ૮૫ નોંધાયા છે.
અન્ય વિસ્તારો-ઝોન જોઇએ તો રાજકોટ-૩, રતનપર-૯૬૮, રાજકોટ-૬, મવડીમાં-૧૫૦૮, જેતપુર-૬૮૬, ઉપેલટા-૪૩૭, ધોરાજી-૩૧૩, રાજકોટ-૭ કોઠારીયામાં- ૧૦૨૬, રાજકોટ-૮, રૂરલ ક્ષેત્રમાં-૯૩૯, રાજકોટ-પ, મવામાં-૮૧, લોધીકા-૯૬૩, કોટડાસાંગાણી- ૪૯૦, જસદણ-૪૩૯, પડધરી-૨૫૯, ગોંડલ-૧૨૨૧, રાજકોટ-૯૦૮, રાજકોટ-૪-રૈયામાં-૧૦૨૫, અને જામકંડોરણા વિસ્તારમાં-૧૬૨ દસ્તાવેજો નોંધાયાનું અધીકારી સુત્રોએ ઉમેર્યુ હતું.
(4:08 PM IST)










