<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

હવે જિંદગીમાં કંઇ રહ્યું નથી...ચિઠ્ઠી લખી સોફટવેર એન્‍જિનીયર મુનીર ખાખીનો ગળાફાંસો ખાઇ આપઘાત

દુધની ડેરી પાસે બનાવઃ દિકરાને સ્‍કૂલે મુકીને આવ્‍યા બાદ પત્‍નિને નાસ્‍તો બનાવવાનું કહી રૂમમાં પગલુ ભરી લીધું: મુળ લાલપુરનો યુવાન છ મહિનાથી કામ ચાલતું ન હોઇ કંટાળી ગયો હતો

રાજકોટ તા. ૧૨: દુધસાગર રોડ પર હૈદરી ચોકમાં રહેતાં સોફટવેર એન્‍જીયનર યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. આપઘાત પુર્વે તેણે જિંદગીમાં કંઇ રહ્યું નથી એટલે પગલુ ભરુ છું એવા લખાણ સાથેની સ્‍યુસાઇડ નોટ લખી હતી.

જાણવા મળ્‍યા મુજબ દુધની ડેરી પાસે હૈદરી ચોકમાં રહેતાં મુનીરભાઇ કાસમભાઇ ખાખી (ઉ.વ.૩૪) નામના યુવાને સવારે છતના હુકમાં દરોી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે થોરાળા પોલીસને કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

આપઘાત કરનાર મુનીરભાઇ એક બહેનથી નાના હતાં. સંતાનમાં એક દિકરો છે. પોતે સોફટવેર એન્‍જિનીર હતાં. મુળ જામનગરના લાલપુરના વતની હતાં. છએક મહિનાથી કામધંધો ચાલતો ન હોઇ તે ચિંતામાં રહેતાં હતાં. સવારે તે અને પત્‍નિ શબીનાબેન દિકરાને સ્‍કૂલે મુકવા સાથે ગયા હતાં. આ પછી ઘરે આવી તેણે પત્‍નિને નાસ્‍તો બનાવવાનું કહ્યું હતું અને તેણે રૂમમાં જઇ ગળાફાંસો ખાઇ લીધો હતો. સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. છ મહિનાથી કામ ચાલતું નહોઇ પગલુ ભર્યાનું ખુલ્‍યુ઼ હતું. તેણે ચિઠ્ઠીમાં હવે જિંદગીમાં કંઇ રહ્યું નથી એટલે આ પગલુ ભરુ છું, કોઇને દોષ ન દેવો. એવુ લખ્‍યું હતું. પોલીસે ચિઠ્ઠી કબ્‍જે કરી કાર્યવાહી કરી હતી.

(2:36 PM IST)