<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

‘‘ચૂંટણી પંચની વિશ્વસનીયતા સાથે કોઇ સમાધાન નહીં'' : એનએસયુઆઇનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

રાજકોટ : મુખ્‍ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારના વિરોધમાં એનએસયુઆઇ દ્વારા કેકેવી સર્કલ રાજકોટ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્‍યું હતું. એનએસયુઆઇની યાદી મુજબ ચૂંટણી પંચ ભારતના લોકતંત્રની અત્‍યંત મહત્‍વપૂર્ણ બંધારણીય સંસ્‍થા છે. જયારે પંચની અંદરથી જ મહત્‍વપૂર્ણ પ્રક્રિયાઓ અંગે લેખિત વાંધાઓની વિગતો સામે આવે છે, ત્‍યારે દેશના નાગરિકોને પારદર્શક અને સ્‍પષ્‍ટ જવાબ મળવો જરૂરી છે. મતદાર યાદી અને મતાધિકાર સાથે જોડાયેલી પ્રક્રિયા અંગે કોઇપણ ગંભીર શંકા ઉભી થાય ત્‍યારે તેની સ્‍વતંત્ર અને નિષ્‍પક્ષ તપાસ થવી જરૂરી છે.

ચૂટણી પંચ કોઇ વ્‍યકિત કે સત્તાનું નહીં, પરંતુ ભારતના દરેક મતદારના વિશ્વાસનું પ્રતિનિધિત્‍વ કરે છે. તેથી સમગ્ર મામલની તમામ હકીકતો દેશ સમક્ષ પારદર્શક રીતે મૂકવામાં આવે અને અહેવાલને કારણે ઉભા થતા દરેક ગંભીર પ્રશ્નનો સ્‍પષ્‍ટ જવાબ આપવામાં આવે તેવી એનએસયુઆઇ દ્વારા માંગણી કરવામાં આવી હતી.

આ વિરોધ પ્રદર્શન દરમ્‍યાન એનએસયુઆઇના પ્રમુખ નરેન્‍દ્ર સોલંકી સહિત ૩૦થી વધુ આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. (તસ્‍વીર : અશોક બગથરીયા)

(3:55 PM IST)