તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Thursday, 3rd September 2026
કેનાલ રોડ પર શીવ ડીજીટલમાં થયેલી ચોરી ઉકેલાઇઃ પુર્વ કર્મીએ જ હાથફેરો કર્યો હતો
એ-ડિવીઝન પીઆઇ જે. વી. વાઢીયાની રાહબરીમાં પીએસઆઇ ડી. વી. મહંત અને ટીમે ભેદ ઉકેલ્યોઃ નોકરીમાંથી કાઢી મુકતાં ૫૦ હજાર ચોરી લીધાનું રટણ

રાજકોટ તા. ૩: શહેરના કેનાલ રોડ પર આવેલી દુકાનમાંથી પચાસ હજારની ચોરીનો બનાવ બન્યો હતો. એક બુકાનીધારી ટોપી પહેરેલો શખ્સ કેમેરામાં કેદ થયો હોઇ તેના આધારે પોલીસે ગુનો ડીટેક્ટ કર્યો છે. આ ચોરી આ દૂકાનના જ પુર્વ કર્મચારીએ કરી હોવાનું ખુલ્યું છે. આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે જલારામ હોસ્પિટલ પાછળ ઓમકાર પાર્ક મેઇન રોડ પર રહેતાં વિનોદકુમાર મગનભાઇ વામજા (ઉ.વ.૫૦)ની ફરિયાદ પરથી ચોરીનો ગુનો નોંધી આરોપી એવા પુર્વ કર્મચારીને સકંજામાં લઇ ગુનો ડિટેક્ટ કર્યો છે.
વિનોદકુમાર વામજા પરિવાર સાથે રહે છે અને કેનાલ રોડ પર કુંજ કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફલોરમાં દુકાન નં. ૨,૩,૪માં શિવ ડીજીટલ નામે દુકાન ચલાવી બેનર-જાહેરાતનું કામ કરે છે. તેણે જણાવ્યું હતું કે મારી આ દુકાનમાં ૯ કર્મચારીઓ કામ કરે છે. તા. ૨૬/૮ના રાતે દસેક વાગ્યે મેં અને મારા સ્ટાફે દુકાન બંધ કરી હતી. આ પહેલા મેં દુકાનમાં પ્રીન્ટીંગ મશીન પાસે કોમ્પ્યુટરના ટેબલના ખાનામાં રૂા. ૫૦ હજાર રાખ્યા હતાં. જે મારા મિત્ર ચંદ્રકાંતભાઇને મારે ઉછીના આપવાના હતાં. આ રકમ જોવા ન મળતાં તપાસ કરી હતી.
કેમેરા ચેક કરતાં મધ્ય રાતે એક ટોપી પહેરેલો બુકાની બાંધેલો શખ્સ દુકાનમાં પ્રવેસી કોમ્પ્યુટર ટેબલના ખાનામાંથી આ રોકડ ચોરી કરતો દેખાયો હતો. જેથી પોલીસને જાણ કરી હતી. એ-ડિવીઝન પીઆઇ જે. વી. વાઢીયાની રાહબરીમાં હેડકોન્સ. પી. જી. ઝાલાએ ગુનો નોંધ્યા બાદ પીએસઆઇ ડી. વાય. મહંતે તપાસ હાથ ધરી હાર્દિક હસમુખભાઇ ગોરવાડીયાની અટકાયત કરી રોકડ કબ્જે લેવા તજવીજ હાથ ધરી છે. આ શખ્સ દુકાનનો પુર્વ કર્મચારી છે. તેને નોકરીમાંથી છુટો કરાયો હોઇ ખાર રાખી ચોરી કર્યાનું રટણ કર્યુ હતું.
(2:27 PM IST)










