તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
રાજકોટમાં ૬પ કમળ ખીલવવા બદલ આભાર
જનસંઘના નેતૃત્વના સમયથી મહાનગરપાલીકામાં ભગવો લહેરાવતો આવ્યો છે : ડૉ. માધવ દવે, વલ્લભભાઇ દુધાત્રા, લલીતભાઇ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજા

રાજકોટ : દેશની આઝાદી પછીથી જનસંઘના નેતળત્વના સમયથી રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાતો આવ્યો છે, રાજકોટ શહેરની જનતા હંમેશા ભાજપને સમર્થન કરતી આવી છે એટલે જ વર્ષોથી રાજકોટ શહેર એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ તરીકે પ્રસ્થાપિત થયેલ છે. રાજકોટ શહેરના મતદારોએ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાત રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સ્વ. વિજયભાઈ રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ અને કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળા, રાજકોટ લોકસભા સાંસદ અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પરશોતમભાઈ રૂપાલા સહિત અનેક દિગ્ગજ મહાનુભાવોને અને નેતાઓને જંગી બહુમતીથી વિજય બનાવ્યા છે. તેમ યાદી જણાવે છે.
તાજેતરમાં યોજાયેલ રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીમાં પણ રાજકોટ શહેરના મતદારોએ ફરી એક વખત ભાજપના વિકાસના મંત્ર ઉપર વિશ્વાસ અને ભરોશો રાખી ૬૫ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડયા છે. સોશીયલ મીડીયાના ભ્રમોમાં નાખી દેતાં વિવિધ પ્રચાર અને પ્રલોભનમાં આવ્યા વગર માત્ર અને માત્ર ભારતની કેન્દ્રમાં રહેલ નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને ગુજરાત રાજયમાં રહેલ મકકમ અને મળદુ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જીન સરકારને વિજય બનાવવાના નિર્ધાર સાથે ખુબ મતદાન કરી ભાજપના રાજકોટના ઉમેદવારોને જીતાડયા છે અને ફરી એકવાર રાજકોટ શહેર એ ભારતીય જનતા પાર્ટીનો અભેદ્ધ ગઢ છે તે પ્રસ્થાપિત કરવા બદલ રાજકોટ શહેરની જનતાનો શહેર પ્રમુખ ડૉ. માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલિયા અને યોગેન્દ્રસિંહ જાડેજાએ આભાર વ્યકત કરેલ તેમ અખબારી યાદીમાં જણાવાયું છે.
(3:10 PM IST)










