<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ યોજાયો: ડીસીપી રાકેશ દેસાઈ, એસીપી બી.જે. ચૌધરીની રાહબરીમાં પીઆઇ જે.વી. વાઢીયા, પીએસઆઇ એ.એમ. ઝાલા અને ટીમની કામગીરી

નાગરિકોને ૨૧.૪૬ લાખનો મુદ્દામાલ અને રોકડ પરત સોંપાયા: કુલ ૪૩ નાગરિકોને તેમની ગુમાવેલી મતા પાછી મળી

રાજકોટ: શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત સરકારના કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી (ગાંધીનગર)ના માર્ગદર્શન હેઠળ તેમજ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલીક, નાયબ પોલીસ કમિશ્નર રાકેશ દેસાઈ (ઝોન-૨) અને મદદનીશ પોલીસ કમિશ્નર બી.જે.ચૌધરી (દક્ષિણ વિભાગ) ના સીધા સુપરવિઝન હેઠળ આયોજિત કરાયો હતો. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.વી.વાઢીયાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સાયબર ક્રાઈમ પોર્ટલ ૧૯૩૦ અને CEIR પોર્ટલની મદદથી રિકવર કરાયેલો કુલ ૨૧,૪૬,૮૧૪ની કિંમતનો મુદ્દામાલ મૂળ અરજદારોને પરત સોંપવામાં આવ્યો હતો. જેમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા ૧૧ લાભાર્થીઓને કોર્ટ મારફતે ફ્રીઝ થયેલી રકમમાંથી ૪,૩૭,૯૮૧ની રોકડ પરત અપાવી હતી, જ્યારે CEIR પોર્ટલની મદદથી શોધી કઢાયેલા ૫,૪૭,૮૩૩ની કિંમતના ૨૦ મોબાઈલ ફોન પણ તેના માલિકોને સોંપાયા હતા. આ ઉપરાંત ચોરી કે ગુમ થયેલા વાહન, સોનાના દાગીના અને અન્ય કિંમતી વસ્તુઓ સહિત ૧૧,૬૧,૦નો મુદ્દામાલ ૧૨ લાભાર્થીઓને પરત સોંપવામાં આવ્યો હતો, આમ કુલ ૪૩ નાગરિકોને તેમની ગુમાવેલી મતા પાછી મળી હતી. આ સફળ કામગીરીમાં પી.આઈ. જે.વી.વાઢીયા સાથે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એ.એમ.ઝાલા, હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ ઝાલા, કોન્સ્ટેબલ જયવીરસિંહ ઝાલા, સતીષભાઈ બાર્ડ, જીતુબેન ભુંડીયા, અમૃતાબેન અને હોમગાર્ડ જવાન જયેશભાઈ જરીયા સહિતની ટીમે પ્રશંસનીય યોગદાન આપ્યું હતું.

(3:01 PM IST)