<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

તેરા તુજકો અર્પણઃ ઓક્‍ટોબરમાં ખોવાયેલા ૧૦.૯૨ લાખના ૫૧ મોબાઇલ ક્રાઇમ બ્રાંચે શોધી પરત આપ્‍યા

અરજદારોને પીઆઇ એ.એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવના હસ્‍તે પરત અપાયાઃ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની રાહબરીમાં એએસઆઇ ભુપતભાઇ દેસાઇ અને કોન્‍સ. નગ્‍માબેન સુમરાની કામગીરી

રાજકોટઃ શહેર ક્રાઇમ બ્રાંચ દ્વારા ઓક્‍ટોબર મહિનામાં ગૂમ થયેલા ૫૦ લોકોના મોબાઇલ ફોન તેમજ ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશન હદમાંથી ચોરી થયેલો ૧ મોબાઇલ ફોન મળી કુલ રૂા. ૧૦,૯૨,૪૯૭ની કિંમતના ૫૧ મોબાઇલ ફોન શોધી કાઢી ‘તેરા તુજકો અર્પણ' ઝુંબેશ અંતર્ગત અરજદારોને તેમના ફોન પરત આપવામાં આવ્‍યા હતાં. સીઇઆઇઆર પોટૃલમાં સતત મોનીટરીંગ કરી ક્રાઇમ બ્રાંચની ટીમે મોબાઇલ ફોનને ટ્રેસીંગમાં મુકી શોધી કાઢયા હતાં અને જે તે અરજદારને પરત સોંપ્‍યા હતાં. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવની  રાહબરીમાં એએસઆઇ ભુપતભાઇ કે. દેસાઇ તથા કોન્‍સ. નગ્‍માબેન એમ. સુમરાએ આ કામગીરી કરી હતી. ડીસીબી પીઆઇના હસ્‍તે લોકોને આ ફોન પરત અપાયા હતાં. (૧૪.૧૦)

 

(7:01 PM IST)