<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

‘તેરા તુજકો અર્પણ': ભક્‍તિનગર પોલીસે ૬.૪૮ લાખના ખોવાયેલા મોબાઇલ શોધ્‍યા

ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની રાહબરીમાં પીઆઇ જે. ડી. પરમારે મુળ માલિકોને ફોન પરત સોંપ્‍યો

રાજકોટ તા. ૨૧: શહેરમાંથી ચોરી થયેલા અથવા ગૂમ થયેલા મોબાઇલ ફોન શોધીને મુળ માલિકને પરત પહોંચાડવાની કાર્યવાહી કરવા મળેલી સુચના અંતર્ગત ભક્‍તિતનગર પોલીસની ટીમે રૂા. ૬.૪૮ લાખના ૩૭ મોબાઇલ ફોન શોધી કાઢી ‘તેરા તુજકો અર્પણ' અંતર્ગત મુળ માલિકોને પરત સોંપ્‍યા છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલીક, ડીસીપી હેતલ પટેલની સુચના અંતર્ગત એસીપી બી.વી. જાધવની રાહબરીમાં પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર જે.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા એક વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાંથી ગુમ કે ચોરી થયેલા મોબાઈલ ફોન અંગે અરજદારો દ્વારા કરવામાં આવેલી અરજીઓ પર ત્‍વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ટીમ દ્વારા સતત ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને તેમજ સીઇઆઇઆર-સેન્‍ટ્રલ ઇક્‍વીપમેન્‍ટ આઇડેન્‍ટીટી રજીસ્‍ટર  પોર્ટલ પર સતત મોનિટરિંગ રાખવામાં આવ્‍યું હતું. આ અથાગ પ્રયાસોના પરિણામે ગુમ થયેલા મોબાઈલ ફોનને ટ્રેસિંગમાં મુકીને શોધી કાઢવામાં સફળતા મળી હતી.

ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર જે.ડી. પરમારના હસ્‍તે અલગ-અલગ અરજદારોને તેમના ગુમ થયેલા કુલ ૩૭ મોબાઈલ ફોન પરત સોંપવામાં આવ્‍યા હતા. પોતાના ગુમ થયેલા કિંમતી મોબાઈલ ફોન અને તેમાં રહેલો મહત્‍વનો ડેટા પાછો મળતા જ અરજદારોના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને તેઓએ રાજકોટ શહેર પોલીસ તેમજ ભક્‍તિનગર પોલીસ ટીમનો હૃદયપુર્વક આભાર માન્‍યો હતો. આ કામગીરી પોલીસ કોન્‍સ્‍ટેબલ પળથ્‍વીરાજસિંહ દિલીપસિંહ ચૌહાણ તથા સંકળાયેલા સ્‍ટાફ દ્વારા ટેકનિકલ સોર્સના આધારે કરવામાં આવી હતી. 

(3:38 PM IST)