તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th April 2026
રેલનગર લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપમાં તેજસભાઇ જેઠવાનો ઝેરી દવા પી આપઘાત
દરજી કામ ચાલતું ન હોઇ આર્થિક ભીંસ અનુભવતા હોવાથી પગલું: બેભાન હાલતમાં સદ્દગુરૂ સોસાયટીના હરેશભાઇ શેખનું મોત

રાજકોટ તા. ૨૭: આર્થિક સંકડામણને કારણે વધુ એક યુવાને આપઘાત કરી લીધો છે. રેલનગરમાં રહેતાં યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે.
જાણવા મળ્યા મુજબ રેલનગર લાલબહાદુર શાષાી ટાઉનશીપ એડબલ્યુ-૨૨માં રહતાં તેજસભાઇ (લાલો) જીતેન્દ્રભાઇ જેઠવા (ઉ.વ.૩૫) નામના યુવાને રવિવારે ઝેરી દવા પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર તેજસભાઇ દરજી કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. પણ કેટલાક સમયથી કામધંધો ચાલતો ન હોઇ આર્થિક સંકડામણ હોવાથી પગલુ ભરી લીધુ હતું.
બીજા બનાવમાં સંત કબીર રોડ પર સદ્દગુરૂ સોસાયટી-૫માં આશાપુરા મીલ સામેની શેરીમાં રહેતાં હરેશભાઇ જીવાભાઇ શેખ (ઉ.વ.૪૨) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. (૧૪.૯)
(2:33 PM IST)










