તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Tuesday, 20th October 2026
ગુરૂવારે ટેક્ષી પ્રીમિયર લીગઃ જામશે ક્રિકેટનો જંગ
જય અંબે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા આયોજનઃ રાજ્યભરમાંથી ૧૨ ટીમો ભાગ લેશેઃ વિજેતા ટીમને રૂ.૧૧,૧૧૧ અને રનર્સઅપ ટીમને રૂ.૫,૫૫૫ રોકડ ઈનામ

રાજકોટઃ ક્રિકેટપ્રેમીઓ માટે ટેક્ષી પ્રિમીયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં રાજકોટની પાંચ ટીમો ઉપરાંત અમદાવાદ, ભાવનગર, વડોદરા, જૂનાગઢ સહિત રાજ્યના વિવિધ શહેરોની કુલ ૧૨ ટીમો ભાગ લેશે. ટુર્નામેન્ટમાં કુલ ૧૧ મેચ રમાશે અને દરેક મેચ ૧૦ ઓવરની રહેશે. ટૂંકી ઓવરોની આ સ્પર્ધામાં બેટર અને બોલર વચ્ચે રસાકસીભર્યા મુકાબલા જોવા મળશે. આ ટૂર્નામેન્ટ તા.૨૨ના ગુરૂવારે આર.કે.ક્રિકેટ ગ્રાઉન્ડ, વાગુદળ ગામ, કાલાવડ રોડ, બાલાજી નમકીન ફેક્ટરી સામેનો રોડ, રાજકોટ ખાતે ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને રૂ. ૧૧,૧૧૧નું રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવશે, જ્યારે રનર્સઅપ ટીમને રૂ. ૫,૫૫૫નું રોકડ ઇનામ આપવામાં આવશે. આ ઉપરાંત ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનને બિરદાવવા માટે મેન ઓફ ધ મેચ, બેસ્ટ બોલર અને બેસ્ટ બેટર સહિતનાં વિવિધ ઇનામો પણ આપવામાં આવશે.
રાજ્યના અલગ-અલગ શહેરોની ૧૨ ટીમો વચ્ચે યોજાનારી આ સ્પર્ધામાં ખેલાડીઓને પોતાની ક્રિકેટ પ્રતિભા દર્શાવવાની તક મળશે. ૧૦ ઓવરની મેચ હોવાથી દરેક બોલનું મહત્ત્વ રહેશે અને બેટિગ, બોલિગ તથા ટીમના પ્રદર્શનના આધારે વિજેતા નક્કી થશે. રોકડ ઇનામો અને વ્યક્તિગત પુરસ્કારોને કારણે ખેલાડીઓમાં પણ ઉત્સાહ જોવા મળશે. ટુર્નામેન્ટના આયોજનનો હેતુ ક્રિકેટને પ્રોત્સાહન આપવાની સાથે ખેલદિલી અને સ્પર્ધાત્મક ભાવનાને વેગ આપવાનો હોવાનું જણાવાયું છે.
આ પ્રસંગે ધારાસભ્ય ડો.દર્શીતાબેન શાહ અને મુખ્ય મહેમાન ભાજપ અગ્રણી કમલેશભાઈ મીરાણી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.
આયોજનને સફળ બનાવવા જય અંબે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના વિજયભાઈ શાહ મો.૯૦૫૪૦ ૮૮૮૦૦ અને હિતેષભાઈ શાહ મો.૯૯૦૪૮ ૧૮૧૮૧ તેમજ રાજેશભાઈ પોપટ, રૂષીતભાઈ તન્ના, રાજનભાઈ શાહ, પિન્ટુભાઈ રાણા, વિ.જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:16 PM IST)










