<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

શહેરમાં વોંકળા સફાઈ કામગીરી તેજ ગતિએ, ૪૧ વોંકળામાંથી ૩પર૬ ટન કચરાનો નિકાલ

કુલ ૬૩ વોંકળાની ૧૫ જૂન પહેલા શહેરના તમામ વોંકળાની સફાઈ કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્ય

રાજકોટ, તા.૨૫: મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વરસાદી સિઝન પૂર્વે વોંકળા સફાઈ કામગીરી યુદ્ધસ્‍તરે ચાલી રહી છે. શહેરના કુલ ૬૩ વોંકળામાંથી અત્‍યાર સુધી ૪૧ વોંકળાની સફાઈ કામગીરી પૂર્ણ કરવામાં આવતા અંદાજીત ૩પર૬ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્‍યો છે.

આ કામગીરી દરમિયાન હજારો મીટર લંબાઈ સુધી સફાઈ કરવામાં આવી છે તેમજ મોટી માત્રામાં કચરો અને ગાદ કાઢવામાં આવી છે. મહાનગરપાલિકાએ જણાવ્‍યું છે કે બાકી રહેલા તમામ વોંકળાની સફાઈ કામગીરી ૧૫ જૂન પહેલા પૂર્ણ કરવામાં આવશે, જેથી ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્‍યા ટાળી શકાય.

આ અંગે સોલીડ વેસ્‍ટ શાખામાથી જાણવા મળતી વિગત મુજબ શહેરના વિસ્‍તારમાં ૧ એપ્રિલની ર૧ મે સુધીમાં સેન્‍ટ્રલ, ઇસ્‍ટ તથા વેસ્‍ટ ઝોનના નાના, મોટા ૩૦ વોંકળાની સફાઇ કરવામાં આવી છે. જેમાં ઇસ્‍ટ ઝોનમાં નાના વોંકળા ૧૩, પ મોટા વોંકળા માથી ૧૬૬ર ટન, મધ્‍ય ઝોનમાં ૮ નાના, ૭ મોટા માંથી ૧ર૩૪ ટન તથા વેસ્‍ટ ઝોનમાં ૪ નાના, પ મોટા વોંકળામાંથી ૬૩૦ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્‍યો છે.

રાજકોટ મહાનગરપાલિકા સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખા

રાજકોટ શહેરના વિસ્‍તારમાં આવેલ નાના-મોટા વોંકળાઓની સંખ્‍યા તથા સફાઇની વિગત તા. ૦૧-૪-ર૦ર૬ થી તા. ર૧-પ-ર૦ર૬ સુધી

ક્રમ         ઝોન    વોંકળાઓની સંખ્‍યા         સફાઇ કરાવેલ                    સફાઇ થયેલ              અંદાજીત    માણસોની                   ફેરાની સંખ્‍યા                           રીમાકર્સ 

                                 વોંકળાઓની સંખ્‍યા      અંદાજીત     લંબાઇ     સંખ્‍યા      જેસીબી/       ટ્રેકટરના    (અંદાજીત

             નાના    મોટા       નાના        મોટા        લંબાઇ        (મીટર)               ડમ્‍પર         ફેરા      ટન)

             વોકળા વોંકળા     વોંકળા      વોંકળા      (મીટર)                             ફેરા

૧   પૂર્વ     ૨૦     ૯          ૧૩         ૫           ૧૭૬૫૦      ૨૮૯૦૦   ૧૧        ૧૩૬          ૩૦     ૧૬૬૨

૨   મધ્‍ય    ૧૧     ૧૨        ૮           ૭           ૧૪૩૫૦      ૨૧૦૦૦   ૧૦        ૯૯            ૪૬     ૧૨૩૪

૩   પヘમિ   ૫       ૬          ૪           ૩           ૧૨૪૫૦      ૧૬૦૫૦   ૧૦        ૨૧૦          ૦        ૬૩૦

     કુલ     ૩૬     ૨૭     ૨૫     ૧૫     ૪૪૪૫૦        ૬૫૯૫૦        ૩૧     ૪૪૫   ૭૬     ૩૫૨૬

 

 

(3:40 PM IST)