<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

રાજકોટ જિલ્લાના ૧૮૦ આરોગ્‍ય કેન્‍દ્રોને રાષ્‍ટ્રીય પ્રમાણપત્ર અપાવવાનો લક્ષ્યાંક

સામાન્‍ય સભામાં સુમિતાબેન ચાવડાના પ્રશ્નનો જવાબ પ્રાથમિક કેન્‍દ્રોમાં દર મહિને સરેરાશ ૯૩૦૦ થી વધુ દર્દીઓને સેવાનો લાભ સુમિતાબેન ચાવડા

રાજકોટ તા. રર :.. પ્રશ્ન કર્તા સદસ્‍યશ્રી શ્રીમતિ સુમિતાબેન રાજેશભાઇ ચાવડાએ જિલ્લા પંચાયતની સામાન્‍ય સભામાં પુછેલ પ્રશ્નના જવાબમાં આરોગ્‍ય અધિકારીએ જણાવેલ કે, રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્‍ય શાખા હસ્‍તકના કુલ પપ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર અને ર૮૧ આયુષ્‍યમાન આરોગ્‍ય મંદિર કાર્યરત છે. જેમાં પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં દર મહિને સરેરાશ ૯૩૮૦  અને આયુષ્‍યમાન આરોગ્‍ય મંદિરમાં દર મહિને સરેરાશ ૩૮૯ જેવા દર્દીઓ આરોગ્‍ય સેવાનો લાભ લે છે.

આરોગ્‍ય સેવાને વધુ વિકસાવવા નજીકના ભવિષ્‍યમાં માતા મરણ ઘટાડવું, બાળ મરણ ઘટાડવું, ટી. બી. નાબુદી અભિયાન -ર૦૩૦ સુધી NQAS  પ્રોગ્રામ અંતર્ગત -ર૦ર૬ ના અંત સુધી ૧૮૦ આરોગ્‍ય કેન્‍દ્રને નેશનલ સટીફીકેશન અપાવાનું આયોજન છે. ટેલી મેડિશીનનો વ્‍યાપ વધારવો. NCD   અંતર્ગત હાઇપર ટેન્‍શન, ડાયાબીટીશ અને કેન્‍સરના દર્દીઓનું નિદાન અને સારવાર, ટેકો, ABDM  પ અને APMJAY  નો વપરાશ વધારવા પ્રયત્‍નો કરવા, મેલેરિયા નાબુદી અભિયાન અંતર્ગત ર૦૩૦ સુધી કરવા દર્દીનું નિદાન, સારવાર અને પ્રિવેન્‍શનની કામગીરી,  RBSKઅંતર્ગત સ્‍કુલ હેલ્‍થ સેવાઓમાં સુધારો લાવવો. વગેરે આયોજન છે. (

(10:54 AM IST)