તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
કોઠારીયામાં તાલૂકા મામલતદારનું ઓપરેશનઃ ૧ કરોડની જમીન ખૂલ્લી
૨૦૦ ચો.મી. જમીન ઉપર ૨ થી ૩ કોમર્શીયલ દબાણો ઉભા થઇ ગયા હતા... : દબાણ વિભાગના નાયબ મામલતદાર ભૂમી લાવડીયા અને ટીમની કાર્યવાહી

રાજકોટ, તા.૧૪: રાજકોટ તાલૂકા મામલતદાર શ્રી મકવાણાની સૂચના બાદ તાલૂકાના નાયબ મામલતદાર- દબાણ શાખાના શ્રી ભૂમિબેન લાવડીયા અને તેમની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે કોઠારીયામાં દબાણ હટાવ ઓપરેશન હાથ ધરી ૨૦૦ ચો.મી.જમીન ઉપર ઉભુ થઇ ગયેલ કોર્મશીયલ દબાણ ઉપર બૂલડોઝર ફેરવી દઇ અંદાજે ૧ કરોડની જમીન ખૂલ્લી કરાવી હતી અને મામલતદારને રીપોર્ટ કરી દિધો છે.
કોઠારીયામાં સર્વે નં. ૩૫૨ પૈકીની ૨૦૦ ચો.મી. જમીન ઉપર ભરત પાન એન્ડ ટી સ્ટોલનું દબાણ હતું, જે નોટીસ આપવા છતા દબાણ દૂર નહિકરતા આખરે સાથે બૂલડોઝર ફેરવી દેવાયુ હતું.
(2:57 PM IST)










