તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th June 2026
સાંઢીયા પુલના કામમાં બેદરકાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલા ભરોઃ ગાયત્રીબા વાઘેલા-અતુલ રાજાણી
મ્યુ.કમિશનરને પત્ર લખી ગુજરાત કોંગ્રેસ ઉપપ્રમુખ તથા પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખની માંગ

રાજકોટઃ શહેર જામનગર રોડ સ્થિત સાંઢિયાપુલના કરોડોના કામમા બેદરકારી દાખવનાર સિટી ઈજનેર સહિત આ કામના જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા તથા શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અતુલભાઇ રાજાણીએ મ્યુ. કમિશનરને પત્ર લખી મારા કરી છે.
પત્રમાં જણાવ્યા મુજબ શહેરના હાર્દ સમા જામનગર રોડ ને જોડતા સાંઢિયાપુલના વિસ્તળતી કરણ ના કામમા પ્રથમથીજ લાપરવાહી અને મનપા ના આ કામ ના જવાબદાર અધિકારીઓ સિટીઈજનેર ડે.ઈજનેર વોર્ડ ઈજનેર સહિત પ્રજાના પરસેવાની કમાણી ના ટેક્ષના રૂપિયા માંથી લાખો નો પગાર મેળવનાર કરોડના કામમા પાણીના નિકાલ ની પાઈપલાઈન જ ભુલી ગયા અને પુલ તૈયાર થઈ ગયો ત્યારે આ ગંભીર ઈજનેરી બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાઓ ભરવા જોઈએ અને આ પુલ મા થયેલ કરોડોનો ખર્ચ તેમની પાસેથીજ વસુલ કરવો જોઈએ.
પ્રથમ સમય મર્યાદામા કામ પૂર્ણ થયુ નહી. બે વર્ષ થી ઉપર નો સમય વિતવા છતા અનેક હાડમારી અને ભયંકર ટ્રાફિક સમસ્યાઓ વચ્ચે પ્રજાજનો પરેશાન છતા હજુ ઉદઘાટન સમારંભ ના અભરખા વચ્ચે ગંભીર ઈજનેરી ક્ષતિઓ છતા ભાજપ શાસકો ચુપ છે.
અણઆવડત ધરાવતા અધિકારીઓ અને એજન્સીની લાપરવાહી તથા ફરજ બેદરકારી છે ત્યારે આ કામ ના જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાઓ પત્રના અંતમાં જણાવ્યું છે.
(3:34 PM IST)










