તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
ડિજિટલ પેમેન્ટનો અસ્વીકાર કરનાર ગેસ એજન્સી સામે પગલા ભરોઃ અભિષેક ગોરી

રાજકોટઃ તા.પ, સરકાર ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે રાજકોટની એક ઇન્ડેશન સર્વિસ દ્વારા ડિજિટલ પેમેન્ટનો અસ્વીકાર થઇ રહ્યો હોય તેનું લાયસન્સ રદ કરવા ભાજપ અનુસુચિત જાતિ મોરચાના મહામંત્રી અભિષેક ગોરીએ નવી દિલ્હી પેટ્રોલીયમ મંત્રાલયમાં રજૂઆત કરી છે.
તેઓએ જણાવ્યું છે કે એક તરફ વડાપ્રધાન ડિજિટલ ઇન્ડિયાનું સ્વપ્ન સેવી રહ્યા છે. ત્યારે રાજકોટ ટવીંકલ ઇન્ડેન સર્વિસ દ્વારા ડિજિટલ પેમેન્ટ સ્વીકારવા આનાકાની કરવામાં આવી રહી છે. ખાસ કરીને અનુસુચિત સમાજના ગ્રાહકોને આવો કડવો અનુભવ થયો છે. આ એજન્સી તાત્કાલિક બંધ કરી ગ્રાહકોને બીજી એજન્સીમાં ટ્રાન્સફર કરવા રજૂઆતના અંતમાં અભિષેક ગોરી (મો. ૮૪૬૯૧ ૪૫૨૦૯) એ જણાવ્યું છે.
(4:28 PM IST)










