<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

રાહ ભુલેલા યુવાનો વિદ્યાર્થીઓને નશીલા માર્ગેથી પાછા વાળવા તંત્ર સાબદુ બને

તંત્રીશ્રી,

સંસ્‍કાર, સંસ્‍કૃતિની નગરી ગણાતા રંગીલા રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી નશીલા પદાર્થોનું વળગણ વધ્‍યુ હોય તેમ ખાસ કરીને શૈક્ષણિક સંસ્‍થાઓ અને હોસ્‍ટેલ વિસ્‍તારોમાં નશાકારક પદાર્થોના પગપેસારાથી ચિંતા વધી છે. મોરબી રોડ પરની એક નામાંકિત કોલેજ અને આસપાસનો વિસ્‍તાર કેન્‍દ્ર સ્‍થાને છે. ત્‍યારે આ દુષણને ડામવા શહેરની તમામ કોલેજો, હોસ્‍ટેલ વિસ્‍તારોમાં એન્‍ટી નાર્કોટીકસ સેલ દ્વારા સઘન તપાસ થવી જોઇએ. વિદેશી વિદ્યાર્થીઓના દસ્‍તાવેજો અને વિઝા નિયમોની સમયાંતરે ચકાસણી થવી જોઇએ. કોલેજ કેમ્‍પસમાં સી.સી.ટી.વી.  અને સુરક્ષા વ્‍યવસ્‍થા મજબુત બનાવવી જોઇએ. પોલીસ પ્રશાસન અને કોલેજ સંચાલકોએ સમયાંતરે બેઠક યોજી એકશન પ્‍લાન ઘડવા જોઇએ. તેવી લોકોની માંગણી છે. 

- મયુર શાહ, શહેર કોંગ્રેસ મંત્રી (મો.૯૮૯૮૪ ૩૮૪૮૩)

(3:58 PM IST)