તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
ટાઈપ રાઇટરની ‘ટીક ટીક'નો મીઠો મધુરો અવાજ કોમ્પ્યુટર સ્ક્રીનમાં સમાઈ ગયો
એક સમયે સરકારી કચેરી વેપારી પેઢી અથવા કોર્પોરેટ ઉદ્યોગ ગળહોનું સ્ટેટસ સિમ્બોલ ગણાતા : વિકસીત ભારતમાં સંમયાતરે દરેક ક્ષેત્રે પરિવર્તન આવે છે તેમ ટાઇપ રાઇટર ક્ષેત્રે પણ ભારતમાં પરિવર્તન આવ્યુ : રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર- ગુજરાત તેમજ અન્ય રાજયોમાં કોમ્યુટર કલ્ચર આવતા કેટલીક ટાઇપ રાઇટીંગ ઇન્સ્ટીટયુટ સંસ્થાઓ બંધ પણ થઇ ગઇ : એક વો ભી જમાના થા આજ યે ભી જમાના હૈ. સમય સમય બલવાન હૈ

રાજકોટઃ એક સમયે રાજય-કેન્દ્રની સરકારી કચેરી વેપારી પેઢી અને કોર્પોરેટ કક્ષાના ઉદ્યોગ ગળહો બેંકો માટે સ્ટેટસ સિમ્બોલ ગણાતા ટાઇપ રાઇટરની ટીક ટીક નો મીઠો મધુરો અવાજ હવે કોમ્પ્યુટર કલ્ચરમાં સમાઈ ગયો છે મતલબ કે હવે વેપારી પેઢી કોર્પોરેટ ઉદ્યોગ ગળહો અને કેન્દ્ર રાજ્ય સરકારની કચેરી બોર્ડ નિગમો બેન્કો વગેરેમાં ટાઈપ રાઇટરનું સ્થાન કોમ્પ્યુટરએ છીનવી લીધું છે.
સમય જતા દરેક ક્ષેત્રે પરિવર્તન આવતું હોય છે તેમ છેલ્લા ૨૦ વર્ષમાં ડિજિટલ યુગ ને કારણે હવે ટાઈપની જગ્યાએ દરેક ક્ષેત્રે કોમ્પ્યુટર જોવા મળે છે અને સાથોસાથ કોમ્પ્યુટર ઉપયોગથી માહિતીના સંગ્રહ માટેનો મોટો લાભ સરકારી કચેરી કોર્પોરેટ ઉદ્યોગ ગળહોને થવા પામેલ છે જેથી ઝડપથી ટાઇપ રાઇટરના સ્થાને કોમ્પ્યુટરરો છવાઈ ગયા છે.
એક સમય હતો સરકારી કચેરીમાં ટાઈપ બ્રાન્ચ જોવા મળતી હતી આ ટાઈપ બ્રાંચમાં એક સાથે ૧૦ થી ૧૫ કર્મચારીઓ લાઈન બંધ બેસીને ગુજરાતી અંગ્રેજીનું ટાઈપ વર્ક કરી રહ્યા હોય એ બધાના ટાઈપ રાઇટરની ટીક ટીક નો મધુરો અવાજ હવે સાંભળવાનો બંધ થઈ ગયો છે જેનો આનંદ અલગ જ હતો. સરકારી કચેરીઓમાં ગોદરેજ તેમજ રેમિંગટન નામની કંપનીઓના ટાઈપ રાઈટરો જોવા મળતા હતા આ ટાઈપરેટરો કચેરી માં હોય ત્યારે જરૂર પડે ત્યારે કંપનીના માણસો સમયાંતરે સર્વિસ કરવા આવતા હતા ટાઈપના જમાનામાં જે તે સમયે કલેક્ટર કચેરી મામલતદાર કચેરી કોર્ટ કમ્પાઉન્ડમાં લાઈન બંધ બહાર ટાઈપ કામ કરતા પીટીશન રાઇટર જોવા મળતા હતા સરકારી કચેરીઓના કામ માટે આવતા અરજદારોને આવું ટાઈપ કામ જોબ વર્ક કરી આપનાર અનેક લોકો પોતાની રોજી રોટી આસાનીથી મેળવતા હતા કહેવત છે ‘‘સમય સમય બલવાન હૈ''અને સમયના પરિવર્તન સાથે ટાઈપ રાઇટર નો યુગ આથમી જતા ટાઈપના સ્થાને હવે કોમ્પ્યુટર કલ્ચર યુગનો પ્રારંભ થતાં હવે ટાઈપ રાઇટરો લોકમાનસમાંથી વિસરાય ગયા છે.
બે દાયકા પહેલા રાજકોટના અનેક વિસ્તારમાં ટાઇપ રાઇટીંગ ઇન્સ્ટિટયૂટ કાર્યરત હતી
ચાલો જૂની પુરાણી ટાઈપ રાઇટરની દુનિયાના સંસ્મરણો તાજા કરીએ
રાજકોટઃ સરેરાશ બે દાયકા પહેલા જ્યારે કોમ્પ્યુટરનો યુગ નહોતો ત્યારે રાજકોટમાં ટાઇપ રાઇટીંગ ઇન્સ્ટિટયૂટ (ક્લાસ) અનેક વિસ્તારોમાં કાર્યરત હતા જ્યારે કેટલાક ટાઈપ ક્લાસની રાજકોટમાંજ એકથી વધુ બ્રાન્ચ પણ હતી જેમાં દરરોજ સવારથી સાંજ સુધી અનેક વિધાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ ગુજરાતી તેમજ એગ્રેજી ટાઈપ શીખતા હતા. વિદ્યાર્થીઓ પોતાના ઘર નજીકની ટાઇપરાઇટીંગ ઇન્સ્ટીટયુટમાં જવાનું પસંદ કરતા હતા. આવા ટાઈપ ક્લાસની યાદી જોઈએ તો ગીતા ટાઇપ રાઇટીંગ ઇન્સ્ટિટયૂટ, હાલડા ટાઈપ ક્લાસ, શાહ ટાઈપ ક્લાસ., રવિબો ટાઇપ ક્લાસ, નેશનલ ટાઈપ ક્લાસ, સુપર ટાઇપ ક્લાસ, મહેતા ટાઈપ ક્લાસ, પરફેક્ટ ટાઇપ ક્લાસ, પાટડીયા ટાઇપક્લાસ , કૈલાશ ટાઈપ ક્લાસ, સ્ટુડન્ટ ટાઈપ ક્લાસ, રાજ ટાઈપ ક્લાસ, કુમાર ટાઈપ ક્લાસ, મોર્ડન ટાઈપ ક્લાસ, ભગવતી ટાઈપ ક્લાસ, પંડ્યા ટાઈપ ક્લાસ, ઠાકર ટાઈપ ક્લાસ, ગીતાંજલી ટાઈપ ક્લાસ, પટેલ ટાઈપ ક્લાસ, વ્યાસ ટાઈપ ક્લાસ વિગરે અનેક રાજકોટના વિસ્તારોમાં કાર્યરત હતા અને વિદ્યાર્થીઓ પોતાને અનુકુળ ટાઇમ મુજબ ૪૫ મીનીટ સુધી ટાઇપ શીખવા જતા હતા.
ટાઈપ ક્લાસમાં ટાઈપ શીખતા વિદ્યાર્થીઓની તસવીર કોમ્પ્યુટર સ્ક્રીનમાં પરિવર્તિત થઈ
રાજકોટઃ આશરે આજથી બે દાયકા પહેલા વિદ્યાર્થીઓને સરકારી નોકરી માટે ટાઈપની આવશ્યકતા રહેતી હોવાથી વિદ્યાર્થીઓ અંગ્રેજી ગુજરાતી ટાઈપ શીખવા માટે ટાઈપ કલાસમાં જતા હતા જે તે સમયે ટાઈપકલાસની ફી મહિને ૫૦થી રૂપિયા ૬૦ ૧ કલાકની હતી ક્લાસ સવારે ૯:૦૦ થી રાત્રિના આઠ વાગ્યા સુધીની બેચમાં અસંખ્ય વિદ્યાર્થીઓ ટાઈપ શીખતા હતા દરેક વિદ્યાર્થીને ૪૫ થી ૬૦ મિનિટ સુધી ટાઈપ શીખવા મળતું હતું. સરકારી ભરતી માટે ગુજરાતીમાં ૨૫ શબ્દ ઝડપ તેમ જ અંગ્રેજીમાં ૪૦ શબ્દ ઝડપમાં સારી સ્પીડ ગણાતી અને સરકારી કચેરીમાં ભરતી સમયે આ પ્રકારે સ્પીડ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવતી હતી સમય જતા સાથે સાથે પરિવર્તન આવ્યું ટાઇપના સ્થાને હવે કોમ્પ્યુટરનો યુગ આવી ગયો ટાઈપ ક્લાસ હવે કોમ્પ્યુટર ક્લાસીસમાં (પરીવર્તીત) થઈ ગયા અને વિદ્યાર્થીઓ ટાઈપના સ્થાને હવે કોમ્પ્યુટર શીખવા માટે જતા હોય છે એક સમયે ટાઈપ ક્લાસ ક્લાસમાં ટાઇપ શીખતા વિદ્યાર્થીઓની તસવીરી ઝલક હવે કોમ્પ્યુટર શીખતા કોમ્પ્યુટર ક્લાસીસમાં પરિવર્તિત થઈ ગયેલ છે જે ઉપરોક્ત તસવીરોમાં જોઈ શકાય છે.
અગાઉ સરકારી નોકરી મેળવવા ટાઇપ જાણકાર માટે જીસીસીના સર્ટિફિકેટ વધારાની લાયકાત ગણાતી જયારે હવે કોમ્પ્યુટર જાણકાર માટે સરકાર માન્ય ‘ત્રીપલ સી'નો કોર્સ સ્પેશ્યલ લાયકાત ગણાય છે
રાજકોટઃ જ્યારે કોમ્પ્યુટરનો યુગ નહોતો અને ગુજરાતી અંગ્રેજી- ટાઇપ જાણકાર ઉમેદવારોની સરકારી કચેરી બેંકોમાં નોકરી ભરતી માટેની જ્યારે જાહેરાતો આવતી હતી ત્યારે ટાઈપની સ્પીડ ગુજરાતીમાં મેક્સિમમ ૨૫ અને અંગ્રેજીમાં મેક્સિમમ ૭૫ શબ્દ ઝડપની સ્પીડવાળા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવાતી હતી.
જેમાં જે ઉમેદવારોએ GCC પરીક્ષા પાસ કરી હોય (સરકાર માન્ય) તેની સ્પેશિયલ લાયકાત ગણાતી હતી અને આવા ઉમેદવારો અરજી સમયે ગુજરાત કોમર્શીયલ સર્ટીફિકેટ બોર્ડ જીસીસીનું પ્રમાણપત્ર પણ સાથે જોડતા હતા
હવે સમય બદલાયો
હવે છેલ્લા બે દસકામાં પરિવર્તન આવતા દરેક જગ્યાએ ટાઈપ નું સ્થાન કોમ્પ્યુટર એ લીધું છે અત્યારે કોઈપણ રાજ્ય સરકારની કચેરી, બેંકો, બોર્ડ નિગમો, સહકારી મંડળીઓ કે કેન્દ્ર સરકારની કચેરીઓમાં ભરતીની જાહેરાત સમયે કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા ઉમેદવારોને ભરતીની જાહેરાત આવે ત્યારે સરકાર માન્ય ‘‘ત્રિપલ સી'' નો કોર્સ કરેલો હોવો જોઈએ તેવો સ્પષ્ટ ઉલ્લેખ જાહેરાતોમાં કરવામાં આવતો હોય છે અને ત્રીપલ સી નો કોર્સ કરેલા અને પાસ થયેલા ઉમેદવારોને ભરતીમાં અગ્રતા અપાતી હોય છે. જ્યારે અગાઉ થયેલા સરકારી કચેરીમાં ભરતી (નિમણુંક) પામેલા ઉમેદવારો માટે પણ કોમ્પ્યુટરની ત્રિપલ સી પરીક્ષા પાસ કરવાનો નિયમ રાજ્ય સરકારે ફરજિયાત બનાવેલ છે જો ઉમેદવાર નિયત સમયમાં ત્રિપલ સી ની પરીક્ષા પાસ ન કરે તો તેની સર્વિસ બુકમાં નોંધ થતી હોય છે અને ઉમેદવારને પ્રમોશન મેળવવામાં પણ મુશ્કેલી પડતી હોય છે.
સંકલન
સંકલન
કિશોર એન. કારીયા
નિવૃત કોર્ટ કર્મચારી
મો.૯૮૨૫૮ ૩૦૪૯૯
(2:55 PM IST)










