<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

ગરબાના તાલે ગુંજશે સ્‍વસ્‍તિક હાઇલેન્‍ડ્‍સઃ ૧૦ દિવસ ઉત્‍સવના, ઉમંગના અને સેવાના

રાસ-ગરબાની સાથે સેવાકાર્યની સરવાણી પણ વહેશેઃ રક્‍તદાન કેમ્‍પ અને દિવ્‍યાંગ બાળકોને ગરબામાં સહભાગી બનાવી નવરાત્રિને માનવતા અને સંવેદનાનો ઉત્‍સવ બનાવવાનો પ્રયાસ

રાજકોટ : નવરાત્રિ એટલે માત્ર ગરબાના તાલે ઘૂમવાનું પર્વ નહીં, પરંતુ ભક્‍તિ, એકતા, આનંદ અને સંસ્‍કળતિના રંગોમાં રંગાઈ જવાનો અવસર! આ જ ભાવનાને સાકાર કરવા શહેરના રૈયા રોડ પર આવેલા સ્‍વસ્‍તિક હાઇલેન્‍ડ્‍સ ફ્‌લેટ ઓનર્સ એસોસિએશન દ્વારા નવરાત્રિ મહોત્‍સવ-૨૦૨૬નું  આયોજન કરવામાં આવ્‍યું છે. તા. ૧૧થી ૨૦ સુધી ચાલનારા આ દસ દિવસીય મહોત્‍સવમાં દરરોજ અંદાજે ૧૦૦૦થી ૧૫૦૦ ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમીને નવરાત્રિનો ઉત્‍સાહ વધારશે.

સ્‍વસ્‍તિક હાઇલેન્‍ડ્‍સમાં છેલ્લા ચાર વર્ષથી નવરાત્રિ મહોત્‍સવની પરંપરા જળવાઈ રહી છે. આ વર્ષે પણ સોસાયટીના રહીશો અને તેમના પરિવારોને એકસાથે મળીને નવરાત્રિની ઉજવણી કરવાનો અવસર મળે અને દરેક ઉંમરના ખેલૈયાઓને યાદગાર અનુભવ થાય તેવા આશયથી આયોજન કરવામાં આવ્‍યું હોવાનું યાદીમાં જણાવાયું છે. નવરાત્રિ મહોત્‍સવને આકર્ષક અને યાદગાર બનાવવા માટે આયોજકો દ્વારા  ગરબાના મેદાનમાં આધુનિક જેબીએલ સાઉન્‍ડ સિસ્‍ટમ, અર્બન થીમ લાઇટિંગ, મનમોહક મંડપ સજાવટ અને રંગબેરંગી રોશનીનો નજારો ખેલૈયાઓના ઉત્‍સાહમાં વધારો કરશે. સ્‍વસ્‍તિક હાઇલેન્‍ડ્‍સના આ મહોત્‍સવની વિશેષતા એ છે કે અહીં નવરાત્રિની ઉજવણીને સામાજિક જવાબદારી સાથે પણ જોડવામાં આવી છે. મહોત્‍સવ દરમિયાન એક દિવસ રક્‍તદાન કેમ્‍પ યોજાશે. ઉપરાંત, એક દિવસ દિવ્‍યાંગ બાળકોને પણ રાસ-ગરબામાં સહભાગી થવા માટે આમંત્રિત કરવામાં આવશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સોસાયટીના ડિરેક્‍ટરો કેયુર શાહ, અશોક વડેરિયા, રવિ ચાવડા, વીરેન્‍દ્ર વસંત, હર્ષ દક્ષિણી, રોહિત શેરસિયા, પિયુષ પાબારી, કૈલાશ બેચરા, સાહિલ ઝાટકિયા, જીગ્નેશ વાસાણી, કમલ જોશી તથા અશ્વિન જોશી સોસાયટીના લીગલ એડવાઇઝર એડવોકેટ ભાવિક કાસુન્‍દ્ર તથા કમિટી મેમ્‍બર ધાર્મિક મહેતા તથા હિમાંશુભાઇ કલ્‍યાણી સહિતના સભ્‍યો જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:20 PM IST)