News of Thursday, 21st May 2026
કાળીપાટ પાસે દૂધનો ટેમ્પો પલ્ટી મારી જતાં ઘવાયેલું સુરતનું દંપતિ ખંડીતઃ પતિનું મોત
જસદણના વડાળીથી રાજકોટ આવી રહેલો ટેમ્પો ૩૦મી એપ્રીલે પલ્ટી જતાં ૧૦ને ઇજા થઇ હતી : સુરતના જીતેશભાઇ ઉર્ફે અનીલભાઇએ સારવારમાં દમ તોડયોઃ પત્નિ અંજલીબેન સાથે ભાડલા વતનમાં આટો દેવા આવ્યા હતાં: એક પ્રોૈઢનું ઘટના સ્થળે જ મોત થયું હતું

રાજકોટ તા. ૨૧: સરધારના કાળીપાટ નજીક ગત ૩૦ એપ્રિલની રાતે દૂધનો ટેમ્પો પલ્ટી મારી જતાં તેમાં બેઠેલા જસદણના દહીંસરાના ખેડુત-દૂધના ધંધાર્થી પ્રોૈઢનું ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું હતું. જ્યારે ટેમ્પોમાં મુસાફર તરીકે બેઠેલા મુળ દહીંસરાના અને હાલ સુરત રહેતાં પતિ-પત્નિ, તેના ત્રણ બાળકો, દૂધના અન્ય વેપારી, મજૂરો સહિત ૧૦ને ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. જે પૈકી સુરતના દંપતિને પણ ગંભીર ઇજા થઇ હતી. જેમાંથી પતિનું મોત થતાં દંપતિ ખંડીત થયું છે
જાણવા મળ્યા મુજબ ૩૦મીએ રાતે કાળીપાટ નજીક દૂધના કેન ભરેલો ટાટા-૪૦૭ ટેમ્પો પલ્ટી મારી જતાં રોડ પર દૂધની રેલમછેલ થઇ ગઇ હતી. ટેમ્પોમાં પાછળ મુસાફર તરીકે અને મજૂર-હેલ્પર તરીકે બેઠેલા દસથી બાર લોકોને ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ અકનું મૃત્યુ થયું હતુ. મૃતકની ઓળખ જસદણના દહીંસરાના ભીમાભાઇ કરસનભાઇ મકવાણા (ઉ.વ.૫૫) તરીકે થઇ હતી.
અન્ય ઇજાગ્રસ્તોમાં સુરત રહેતાં જીતેશભાઇ ઉર્ફે અનીલભાઇ ધીરૂભાઇ પરમાર (ઉ.વ.૩૫), તેના પત્નિ અંજલીબેન જીતેશભાઇ પરમાર (ઉ.વ.૩૨), તેના ત્રણ બાળકો મીતલ (ઉ.વ.૮), નતશા (ઉ.વ.૨ાા) અને કાર્તિક (ઉ.વ.૪) તેમજ વડાળીના મહેશ ઉર્ફે ગોપાલ દેવીદાસભાઇ ગોંડલીયા (ઉ.વ.૨૭), પ્રવિણભાઇ કરસનભાઇ ચાવડા (ઉ.વ.૪૫), વડાળીના માવજીભાઇ ગોપાલભાઇ લીંબડીયા (ઉ.વ.૫૫), અમર વિજયભાઇ રાઠોડ (ઉ.વ.૨૨)ને સારવાર માટે દાખલ કરાયા હતાં. ટેમ્પોના ડ્રાઇવર માંડણભાઇ પુંજાભાઇ મંડને પણ ઇજા પહોંચી હતી.
સારવાર દરમિયાન સુરતના દંપતિ પૈકી પપિ જીતેશભાઇ ઉર્ફે અનીલભાઇ ધીરૂભાઇ સોવસીયા-દેવીપૂજક (ઉ.વ.૨૯)નું મોત થયું છે. જીતેશભાઇ સુરત કાસાડ રોડ અમરોલીમાં ઇડબલ્યુએસ આવાસમાં રહી હીરા ઘસવાની મજુરી કરતાં હતાં. તે પાંચ બહેન અને ત્રણ ભાઇમાં નાનો હતો. સુરતથી પત્નિ, બાળકો સાથે વતન ભાડલા ખાતે આટો દેવા આવ્યો હતો. પરત સુરત જવાનું હોઇ રાજકોટથી બસ પકડવા માટે દૂધના ટેમ્પોમાં બધા બેઠા હતાં. જીતેશભાઇના મોતથી પરિવારમાં શોક છવાઇ ગયો છે. આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી.
(11:29 AM IST)










