<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

‘‘સુર ઝંકાર'' દ્વારા કાલે ઇવનીંગ પોસ્‍ટ ખાતે સદાબહાર ગીતોનો કાર્યક્રમ ‘આદમી મુસાફિર હૈ'

રાજકોટઃ‘સુર ના સંગાથે...' ના સૂત્ર સાથે ‘સુર ઝંકાર' ગ્રુપ પ્રસ્‍તુત સંગીતમય કાર્યક્રમ ‘આદમીમુસાફિર હૈ' આગામી રવિવારે યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં કરાઓકે ટ્રેક પર લોકોના મનપસંદ અને લોકપ્રિય સદાબહાર ગીતોનો રસથાળ પીરસવામાં આવશે. આવતીકાલેતા.૧૦, રવિવારના રોજ સાંજે ૫:૪૫ કલાકે ઈવનિંગ પોસ્‍ટ ગાર્ડન, ચૌધરી હાઈસ્‍કૂલ પાસે, રાજકોટ ખાતે આયોજીત કાર્યક્રમમાં  ચેતન રાવલ, પંકજ વ્‍યાસ,મિનલબેન વ્‍યાસ, વર્ષાબેન પટેલ,  દિનેશભાઈ શુક્‍લ, હર્ષદભાઈ જોષી, ભાવેન જાની, શૈલેષ ઠક્કર,  કિશોર ચાવડા ગીતો રજૂ કરશે. આ કાર્યક્રમ અંગે વધુ માહિતી માટે મો. ૯૪૨૬૭ ૮૫૩૬૬ ઉપર સંપર્ક કરી શકાય છે.

(3:24 PM IST)