<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

રાજકોટમાં સૂરજદાદા કોપાયમાન બપોરે રઃ૩૦ વાગ્‍યે પારો ૪૩ ડિગ્રીએ, રંગીલું શહેર જાણે ભઠ્ઠીમાં શેકાયું!

બજારો સુમસામ, લૂ ના લપેટામાં રંગીલા રાજકોટીયા અકળાયા, ઠંડા પીણાંની હાટડીઓ માથે પડાપડી

રાજકોટ,તા. ૧૧:  રંગીલા રાજકોટમાં આજે તો સૂરજદાદાએ હદ કરી નાખી! બપોરે અઢી વાર્ગ્‍યાં થયા નથી કે પારો સીધા ૪૩ ડિગ્રીને આંબી ગયો. આભમાંથી જાણે અગનજ્‍વાળાઓ વરસતી હોય એમ આખું શહેર ભઠ્ઠીની જેમ શેકાવા લાગ્‍યું છે. સવારના દસ વાગ્‍યાથી જ આકરો તાપ ચાલુ થઈ ગયો હતો, પણ બપોર ચડતા તો ગરમીએ એવો કેર વર્તાવ્‍યો કે માણસો તો ઠીક, પશુ-પંખી પણ છાંયડો ગોતવા નીકળી પડ્‍યા. ર્ર્ં

બપોરના સમયે રાજકોટના રાજમાર્ગો માથે સન્નાટો છવાઈ ગયો હતો. યાજ્ઞિક રોડ હોય કે કાલાવડ રોડ, રસ્‍તાઓ માથેથી નીકળવું પણ દોહ્યલું થઈ પડ્‍યું હતું. ગરમ પવનના લપેટા એવા લાગતા હતા કે જાણે કોઈ સગડી પાસે બેઠા હોય! બપોરના સમયે ઁકફર્યુઁ જેવો ઘાટ સર્જાયો હતો અને લોકોએ ઘરમાં પુરાઈ રહેવું જ મુનાસિબ માન્‍યું હતું.

આવી કાળઝાળ ગરમીમાં રાજકોટીયાઓએ ઠંડક મેળવવા માટે શેરડીના રસની ચીચોડીઓ અને બરફના ગોળાની હાટડીઓ માથે લાંબી લાઈનો લગાવી હતી. કાચી કેરીના બાફલા અને છાશની હેલીઓ ગરમી સામે ઢાલ બની હતી. (૯.ર૮)

 

(3:37 PM IST)