News of Thursday, 30th April 2026
રાજકોટમાં સૂર્યદેવનો પ્રકોપઃ ૪૧.૨ ડિગ્રીએ શહેર શેકાયું, ૧૨ કિમીની ઝડપે ફૂંકાયા ગરમ વાયરા
બપોરે ૨:૩૦ વાગે : તાપમાનમાં સાધારણ ઘટાડો છતાં ‘આભમાંથી અગનગોળા' જેવી સ્થિતિઃહજુ ત્રણ દિવસ આકરી ગરમીનો દોર જારી રહેશે

રાજકોટ,તા. ૩૦ : સૌરાષ્ટ્રમાં ઉનાળાએ હવે આકરું સ્વરૂપ ધારણ કર્યું છે. રાજકોટમાં આજે બપોરે ૨:૩૦ વાગ્યાના ટકોરે પારો ર્ં૪૧.૨ ડિર્ગ્રીં સુધી પહોંચી જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું.
બપોરના સમયે કાળઝાળ ગરમી અને આકરા તડકાને લીધે શહેરના રાજમાર્ગો પર માનવ મહેરામણ ઓછું જોવા મળ્યું હતું. જોકે ગઈકાલની સરખામણીએ ગરમીમાં આંશિક રાહત અનુભવાઈ હતી, તેમ છતાં સૂર્યનો તાપ હજુ પણ દઝાડી રહ્યો છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે પવનની ગતિ ર્ં૧૨ કિમી પ્રતિ કલાર્કં નોંધાઈ હતી. આ ગરમ પવનોને કારણે શહેરમાં ‘લૂ' ફૂંકાતી હોય તેવો અનુભવ થયો હતો. ગરમી અને પવનના મિશ્રણને કારણે લોકોમાં અકળામણ વધી છે અને બપોરે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.
હવામાનના વર્તારા મુજબ, રાજકોટવાસીઓએ હજુ ગરમીનો સામનો કરવો પડશે. આગામી ર્ંત્રણ દિવર્સં સુધી પવન સાથે ગરમીનો આ દોર અવિરત ચાલુ રહેશે
(3:28 PM IST)










