<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

પુતળીબા ઉદ્યોગ મંદિર દ્વારા મે માસમાં બહેનો માટે સમર વર્કશોપઃ વિવિધ જાતના ર૬ કોર્ષ

મધર્સ ડે નિમિત બહેનો માટે રમત -ગમત સ્‍પર્ધાનું આયોજનઃ નામ નોંધણીઃ

રાજકોટઃ શ્રી પુતળીબા ઉદ્યોગ મંદિર,(ભક્‍તિનગર સર્કલ પાસે, ગીતા મંદિર સામે રાજકોટ) દ્વારામહિલા ઉત્‍થાન અને મહિલા સશક્‍તિકરણ માટે ૬૨ વર્ષથી કાર્યરત સંસ્‍થાએ તા. ૦૧/૦૫/૨૦૨૬ થી તા. ૧૦/૦૫/૨૦૨૬ સુધી બહેનો અને બાળકો માટે વિવિધ સમર વર્કશોપનું આયોજન કરેલ છે. જેમાં કરાઓકે ગાયન, કેરમ તાલીમ, ચેસ તાલીમ, પેપેર ક્રાફટ, વેસ્‍ટમાંથી બેસ્‍ટ, કોમ્‍પ્‍યુટર, બ્‍યુટી કેર, સેલ્‍ફ મેકઅપ, બ્રાઈડલ મેકઅપ, હેર સ્‍ટાઈલ, હેર કટ, મહેંદી, નેઈલ આર્ટ, સાડી સ્‍ટાઈલ, માર્શલ આર્ટ,  અક્ષર સુધારણા ગુજરાતી અને અંગેજી, મોડલીંગ અને રેમ્‍પ વોક જેવા વિવિધ ર૬ કોર્ષ વર્કશોપનું આયોજન કરેલ છે. તા. ૧૧/૦૫ના રોજ મધર્સ ડે નિમિતે બહેનો માટે સંગીત ખુરશી, બેલેન્‍સ રેસ, પોટેટો રેસ અને લીંબુ ચમચી અને બલૂન રેસ સ્‍પર્ધાનું આયોજન કરેલ છે. આ સ્‍પર્ધા ઓપન રાજકોટ હોવાથી  કોઈપણ બહેનો સ્‍પર્ધામાં ભાગ લઇ શકે છે. સ્‍પર્ધાની ફી રૂા.૧૦૦ રાખેલ છે. સમર વર્કશોપ અને મધર્સ ડે ની ઉજવણીમાં ભાગ લેવા ઈચ્‍છુક રજીસ્‍ટ્રેશન માટે કાર્યાલયનો સંપર્ક સવારે ૧૦  થી ૬ દરમ્‍યાન અથવા મો.નં. ૯૦૨૩૯ ૮૧૧૬૬ પર સંપર્ક કરવો. તસ્‍વીરમાંમીલીબેન કુંડલીયાઃ ૮૮૪૯૮ ૦૮૦૭૨, ભારતીબેન નથવાણીઃ ૯૭૨૪૯ ૧૭૪૫૫,હિનાબેન રાવલઃ ૮૪૬૦૨ ૧૦૫૩૧,રમાબેન પંચાસરાઃ ૯૨૭૪૪ ૯૨૧૪૭,રેખાબેન રાઠોડઃ ૯૪૨૬૯ ૯૬૨૨૭ નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:08 PM IST)