News of Thursday, 10th September 2026
વચગાળાના જામીન પર છુટી ફરાર થયેલો સુલતાન પકડાયો
અપહરણ, ગેંગરેપમાં ૨૦ વર્ષની સજા પડી હોઇ જેલમાં હતો : પેરોલ ફરલોના પીઆઇ એમ. એલ. ડામોર, પીએસઆઇ એમ. બી. ધાસુરાની ટીમે પાટણ સિધ્ધપુરથી પકડયો

રાજકોટ તા. ૧૦: શહેરના એ-ડિવીઝન પોલીસના અપહરણ, ગેંગરેપ, એટ્રોસીટીના ગુનામાં ૨૦ વર્ષની સજા પામેલો સુલતાન ઉર્ફે લતીફ ગુલાબહુશને મકવા (ઉ.વ.૩૬-રહે. રૂખડીયા કોલોની રાજીવનગર, હાજીપીરની દરગાહ પાસે) રાજકોટ જેલમાં હોઇ ત્યાંથી વચગાળાના જામીન રજા પર બહાર આવી ફરાર થઇ જતાં તેને સિધ્ધપુર પાટણ ખાતેથી પેરોલ ફરલો સ્ક્વોડની ટીમે પકડી લીધો છે.
ફરાર થઇ ગયેલા આરોપીઓને શોધવા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે માહિતી મળી હતી કે પાકા કામનો કેદી સુલતાન ઉર્ફે લતીફ જે રાજકોટ જેલમાંથી વચગાળાના જામીન પર છુટયો છે તે ફરાર છે અને હાલ પાટણ ખાતે છે. આ બાતમી પરથી તેને પકડી લેવાયો છે. ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. એલ. ડામોર, પીએસઆઇ એસ. બી. ધાસુરા, એએઅસાઇ ઝહીરખાન ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજદિપસિંહ ગોહિલ, હેડકોન્સ. સિરાજભાઇ ચાનીયા, રોહિતભાઇ કછોટ, અંકિતભાઇ નિમાવત, કોન્સ. અમીનભાઇ ભલુર, કુલદીપસિંહ જાડેજા, શાંતુબેન મુળીયા, કોન્સ. દોલતસિંહ રાઠોડે આ કામગીરી કરી હતી
(2:43 PM IST)










