<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર પીઠડીયા ટોલ પ્લાઝા નજીક ચાલતી કારમાં અચાનક આગ ભભુકતા અફરાતફરી

જૂનાગઢથી રાજકોટ જતી આ કારમાં આગ લાગતાની સાથે જ જોતજોતામાં જ્વાળાઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સંપૂર્ણ કાર બળીને ખાખ થઈ ગઈ

રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર પીઠડીયા ટોલ પ્લાઝા નજીક એક ચાલતી કારમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. જૂનાગઢથી રાજકોટ જઈ રહેલી આ કારમાં આગ લાગતાની સાથે જ જોતજોતામાં જ્વાળાઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને સંપૂર્ણ કાર બળીને ખાખ થઈ ગઈ હતી. 

 ઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, સમયસૂચકતાના કારણે કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ હાઈવે પર લાગેલી આ ભીષણ આગને પગલે વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

(1:18 AM IST)