તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
કલેકટર કચેરીમાં એકાએક ‘‘ડોગ સ્કવોડ''નું ચેકીંગ
SOG PI ચોૈધરીની સૂચના અને માર્ગદર્શન બાદ સાવચેતીરૂપે કાર્યવાહી.. ૧૦ અધિકારીઓ ‘‘જોન્ટી'' ડોગ સાથે કલેકટર કચેરીના ત્રણેય માળ, કલેકટર સહિતની તમામ ચેમ્બર ફરી વળ્યા..

રાજકોટ, તા.૩: રાજકોટ સહિત ગુજરાતભરમાં છાશવારે જે તે સ્કૂલ, જાહેર સ્થળ, કોર્ટ વિગેરે બોંબથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઇ-મેઇલ આવતા રહે છે. પરિણામે પોલીસને દોડધામ થઇ ગઇ છે. લોકો પણ હેરાન-પરેશાન થાય છે.
આજે રાજકોટ જેલમાં ધમકીભર્યા મેઇલ બાદ ત્યાં સધન ચેકીંગ હાથ ધરાયુ઼ હતું.
દરમિયાન આજે સાવચેતીરૂપે ખાસ કાર્યવાહી શહેર પોલીસની SOG શાખાએ હાથ ધરી રાજકોટની અદ્યતન નવી કલેકટર કચેરી ખાતે બપોરે ૧૨ વાગ્યાથી ‘‘ડોગ'' સ્કવોડનું ચેકીંગ હાથ ધયુૃં હતું. અંદાજે ૧૦ જેટલા અધીકારી-સ્ટાફે રાજકોટ કલેકટરને મળી તમામ ત્રણેયમાળ, અગાશી, વોશરૂમ એરીયા જીમ, કેન્ટીન, કલેકટર, એડી. કલેકટર સહિત તમામ અધીકારીની ચેમ્બરો, બ્રાંચ લોબી વિગેરે ખાતે જર્મનશેફર્ડ ડોગ જોન્ટીને સાથે રાખી ચેકીંગ કર્યું હતું. તમામ ટેબલો, કચરાટોપલીઓ, ખૂણે ખૂણા તપાસયા હતા. પરંતુ કશું વાંધાજનક મળ્યું ન હતું. સ્પાય કેમેરા પણ જોવા મળ્યા ન હતા. તમામ બાબતો ચકાસી, કલેકટરને રીપોર્ટ કર્યો હતો. અને ટીમ પરત ફરી હતી. આ અંગે કલેકટર કચેરીના જવાબદાર અધીકારી સુત્રોએ ઉમેર્યુ હતું કે સાવચેતીરૂપે આ કાર્યવાહી થઇ છે. કોઇ ગભરાટની બાબત નથી, પોલીસ તંત્રને સહકાર દેવો જરૂરી છે. અને પોલીસ તંત્રે તેમનું કામ યોગય રીતે પાર પાડયું છે.
(3:46 PM IST)










