તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th October 2026
૨૬ વર્ષિય સગર્ભા નિરાલીબેન વાઘેલાનું અચાનક મૃત્યુઃ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ
રાજકોટ માવતર ધરાવતી પાળ ગામની પરિણીતાની તબીયત બગડતાં રાજકોટની હોસ્પિટલમાં સારવારમાં દમ તોડયોઃ પરિવારજનોમાં કલ્પાંત

રાજકોટ તા. ૮: લોધીકાના પાળ ગામે રહેતી છવ્વીસ વર્ષીય સગર્ભાનું અચાનક તબીયત બગડયા બાદ સારવાર દરમ્યાન મૃત્યુ થતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાયું છે.
જાણવા મળ્યા મુજબ પાળ ગામે જખરા પીરના મંદિર પાછળ શ્યામ ભૂમિ સોસાયટીમાં રહેતાં નિરાલીબેન પરાગભાઈ વાઘેલા (ઉ.વ.૨૬) નામના પરિણીતાને પાંચ માસનો ગર્ભ હતો. અચાનક તેણીની તબિયત બગડતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અહીં સારવાર દરમ્યાન આજે દમ તોડી દીધો હતો. આ અંગે હોસ્પિટલ દ્વારા લોધીકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે રાજકોટ પહોંચી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર નરાલીબેનના લગ્ન પાંચ વર્ષ પહેલા પરાગભાઈ બાબુભાઇ વાઘેલા સાથે થયા હતાં. સંતાનમાં એક પુત્રી છે અને હાલમાં તેણી સગર્ભા હતી. તેમના પતિ ગેરેજ ધરાવે છે. નિરાલીબેનના માવતર રાજકોટ રહે છે. તેમના પિતા મુકેશભાઈ દોલતસિંહ જારીયા સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મચારી છે. નિરાલીબેન એક ભાઈ અને એક બહેનમાં નાના હતા.
(3:17 PM IST)










