તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
મતદારોના મન અને હૃદય સુધી પહોંચવા સફળ માઇક્રોપ્લાનીંગ

રાજકોટ : મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ૬૫ ઉમેદવારોએ જંગી બહુમતીથી વિજય મેળવ્યો છે અને ફરી એકવાર મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે અને કોર્પોરેશનમાં વધુ પાંચ વર્ષ માટે ભાજપનું શાસન સુનિヘતિ કરવામાં રાજકોટ મહાનગર સંગઠનના વિવિધ મહારથીઓનો સિંહ ફાળો રહ્યો છે.
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવેએ આ અંગે જણાવ્યું છે કે, આ વર્ષે રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીના ઉમેદવારની જાહેરાત થતાં વિરોધ પક્ષ દ્વારા બહુ બધી અફવાઓ ફેલાવવામાં આવી હતી અને રાજકોટના મતદારોને ગેરમાર્ગે દોરવાનો સોશીયલ મીડીયાના માધ્યમથી ખુબ જ પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ રાજકોટ મહાનગર એ ભારતીય જનતા પાર્ટીના આગવી કુનેહ અને સુઝબુઝ ધરાવતાં ઘણાં બધા અગ્રણી મહારથીઓ વાળું મહાનગર છે. જેમાં રાજકોટ શહેર પ્રમુખ ડૉ. માધવ દવેની સાથે રહી એક વડીલની ગરીમાને શોભે તેમ રાજકોટ લોકસભાના સાંસદ પરશોતમભાઈ રૂપાલા, રાજયસભા સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડૉ. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. ભરતભાઈ બોઘરા, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ રૂપાપરા, રાજકોટ શહેર પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, નીતીનભાઈ ભારદ્વાજ, સહિતના મહારથીઓ રાજકોટ મહાનગરની દરેક ચુંટણીમાં ખભે ખભા મીલાવી તેમને સોંપવામાં આવેલ તમામ જવાબદારીઓનું શહેર સંગઠન, ચુંટાયેલા પ્રતિનિધીઓ, વિવિધ મોરચા, વોર્ડની ટીમ સાથે સંકલન કરી નાનામાં નાની બાબત અંગે દરરોજ દિવસ રાત જોયા વગર માઈક્રોપ્લાનીંગ કરી ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને રાજકોટ શહેરના છેવાડાના મતદારો સુધી પહોંચાડી ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરાવી અને ભારતીય જનતા પાર્ટીના ૬૫ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડેલ છે.
જીતના મહારથીઓએ બુથ લેવલે પ્રચાર પ્રસાર, મીટીંગો, જ્ઞાતિ સંમેલનો, સંગઠનના કાર્યકર્તા અને હોદ્દેદારોની મીટીંગો, ભાજપના સંકલ્પ પત્ર, પત્રિકાઓ, પ્રચાર સાહિત્ય જેવા કે ઝંડા, ઝંડીઓ તમામ સાહિત્ય દ્વારા વધુને વધુ પ્રચાર થાય તેવું મીનીટે મીનીટનું માઈક્રો પ્લાનીંગ કરવામાં આવ્યું હતું, રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો રોડ શો, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીનો શપથ સમારોહ તેમજ વિધાનસભા વાઈઝની વોર્ડની મીટીંગો, રાજકોટ શહેર સંગઠન -ભારી અનિરૂધ્ધભાઈ દવેની વોર્ડ મુલાકાત અને કાર્યકર્તા મીટીંગ સહિતના વિવિધ કાર્યક્રમો ખુબ જ જાજરમાન અને ભવ્ય રીતે યોજી રાજકોટ મહાનગરમાં અને રાજકોટની જનતામાં શરૂઆતથી જ કેસરીયો રંગ ભરી દીધો હતો.
ભાજપના ૬૫ ઉમેદવારોની જીત પાછળ ઉપરોકત તમામ મહારથીઓની તેમના ક્ષેત્રમાં અને ભાજપમાં તેમણે નિભાવેલ જવાબદારીઓનો નીચોડ પણ ગણી શકાય. આ જીતના તમામ મહારથીઓએ ભારતીય જનતા પાર્ટીને વિચારધારાને વળગીને કોઈ એક ઉમેદવારથી કોઈ જ્ઞાતી જાતિ કે વોર્ડને મહત્વ આપ્યા વગર માત્રને માત્ર ભારતીય જનતા પાર્ટી અને કમળને ઉમેદવાર તરીકે રાજકોટ શહેરના મતદારો સમક્ષ પ્રસ્તુત કરી ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અમીતભાઈ શાહ, ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી, સંગઠન મહામંત્રી રત્નાકરજી, રાજકોટ શહેરના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રદેશ મહામંત્રી અને રાજકોટ શહેર સંગઠન પ્રભારી અનિરૂધ્ધભાઈ દવે સહિત તમામ શિર્ષ નેતળત્વને કમળ રૂપી વિજય ઉમેદવારો સાદર ભેટ સ્વરૂપે અર્પણ કરેલ છે. તેમ અખબારી યાદીના અંતમાં જણાવાયું છે.
(3:43 PM IST)










