તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th October 2026
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજકોટના સફળ ઉદ્યોગસાહસિકો એક મંચ પર
‘Idea to Impact’માં યુવાનોને મળશે સફળતાની સફરમાંથી શીખવાની તક

રાજકોટ, તા. ૧રઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના SU Startup and Entrepreneurship Council (SUSEC) દ્વારા Gujarat Knowledge Society ના સહયોગથી “Idea to Impact-Vikas Saptah 2026” અંતર્ગત એક દિવસીય SSIP 2.0 Sensitization Event નું આયોજન તા. ૧૩ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવારના સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ન્યૂ ઓડિટોરિયમ, રાજકોટ ખાતે કરવામાં આવશે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ, ઇનોવેટર્સ, સ્ટાર્ટઅપ્સ અને યુવા ઉદ્યોગસાહસિકોમાં સ્ટાર્ટઅપ, ઇનોવેશન, એન્ટરપ્રેન્યોરશિપ તથા SSIP 2.0 હેઠળ ઉપલબ્ધ તકો અંગે જાગળતિ કેળવવાનો તેમજ તેમને વ્યવહારુ માર્ગદર્શન, પ્રેરણા અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સાથે જોડાણ પૂરું પાડવાનો છે.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્ય શ્રીમતી દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટિલાળા, ઉદયભાઈ કાનગડ, શ્રીમતી ભાનુબેન બાબરિયા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ, ઇનોવેટર્સ અને યુવા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપશે. કાર્યક્રમના ઉદ્ધાટન સત્રમાં પેનલમાં જોડાનારા અગ્રણી ઉદ્યોગસાહસિકો અને બિઝનેસ લીડર્સ પણ ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમનું વિશેષ આકર્ષણ વિવિધ ક્ષેત્રોમાં સફળતાપૂર્વક કાર્યરેત Founders અને Investors સાથેનું વિશેષ Panel Discussion રહેશે. પેનલમાં Deo Dapના સમીર રાજાણી, WonderFreshના મેહુલ કાનાણી, Pyramid Industry Private Limitedના ઘનશ્યામ ભંડેરી, Estara Jewelsના પ્રાજિત સોની, SRP Cranesના કુશલ ખાનપરા, House of Size Zero તથા Dough and Doppio ના રુષિત ગોસ્વામી, Intense Foçusના મનીષ ચૌહાણ, Bistar Beveragesના જગત માતરિયા, MONK9 Techના માર્મિક ભટ્ટ, Elegant Wealthના નિશાત ચગ, તથા Rajkot Venture ના CA દીપક ઉનડકટ ઉપસ્થિત રહેશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશીના માર્ગદર્શન હેઠળ તથા ફુલસચિવ ડો. એ. કે. જાડેજા અને ડિરેક્ટર, SUSE, ડો. મહેશ જીવાણીના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમના આયોજન, સંકલન અને અમલીકરણની કામગીરી શ્રી. પાર્થ સેજપાલ, સી.ઈ.ઓ., SUSEC તથા ઈન્કયુબેશન સેન્ટર ની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમના નોલેજ પાર્ટનર તરીકે શ્રી જતિન કટારિયાનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે
(2:09 PM IST)










