News of Thursday, 18th June 2026
વિરાણી હાઈસ્કુલ જમીન મામલે વિદ્યાર્થીની અરજી ગુણદોષને ઘ્યાને લીધા વગર‘‘લોકસ સ્ટેન્ડી''ના ટેકનીકલ કારણોસર રદ થયેલ છે
વિદ્યાર્થીઓના સમાન મુદ્દા ધરાવતી કલેક્ટર તંત્રની અરજી પ્રાંત અધિકારીએ ગ્રાહ્ય રાખી વિરાણી હાઇસ્કુલની જમીનને નિયંત્રીત સતા પ્રકારની રેવન્યુ રેકર્ડમાં નોંધ કરવા ફરમાવેલ છે જેનું સંજ્ઞાન લેવા વિદ્યાર્થીઓને જણાવવામાં આવેલ છે : વિરાણી હાઈસ્કુલની જમીનના વેચાણમા નિષ્ફળ જતા શ્રેયાંશ વિરાણીએ અને તેમના પરીવારના સભ્યોએ પોતાની જગ્યાએ ટુંકાગાળામાં નવા ટ્રસ્ટીઓની નિમણુંક કરેલ છે, જે પાછળનો મુળભૂત હેતુ કોમ્પીટેન્ટ સતાધિશોએ તપાસ કરી ઉજાગર કરવો જોઈએ : વિરાણી હાઈસ્કુલના પ્રારંભિક ટ્રસ્ટીઓ નગરશ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ, કેળવણીકારો અને સમાજસેવીઓ હતા, જ્યારે પાછળથી શ્રેયાંશ વિરાણીના પત્નિ, માતા-પિતા, સાસુ સહિત પરીવારના બહુમતી સભ્યો દ્વારા થતા વહીવટ દરમ્યાન વિરાણી હાઈસ્કુલની જમીન વેચવા કાઢેલ, જે પુરૂષોત્તમ પીપરીયાની સર્તકતાથી વેચાણ અટકી ગયેલ હતુ

રાજકોટ : તાજેતરમાં વિરાણી હાઇસ્કુલના ટ્રસ્ટી પ્રવિણાબેન પાંચાભાઈ ચોવટીયા તરફથી રિલીઝ થયેલ પ્રેસનોટનો પ્રત્યુતર આપતા વિરાણી મેદાન બચાવો લડત સમીતીના અગ્રણી પુરૂષોત્તમ પીપરીયાએ જણાવ્યુ હતુ કે, રાજકોટ શહેરની મધ્યમાં અને ડાઉનટાઉન એરિયામાં આવેલી, સૌરાષ્ટ્રની ઁકેમ્બ્રિજઁ તરીકે પ્રખ્યાત શ્રી શામજી વેલજી વિરાણી વિવિધલક્ષી શાળા આજે તેના ઈતિહાસના સૌથી કપરા સમયમાંથી પસાર થઈ રહી છે.
અમારી પ્રથમ અરજી ચેરિટી કમીશ્નરે, ત્યારબાદ પ્રાંત અધિકારીએ અને ત્યારબાદ કલેકટરશ્રી દ્વારા માત્ર લોકક્સ સ્ટેન્ડી (Locus Standi) ના ટેકનીકલ કારણસર રદ કરવામાં આવી હતી. પરંતુ અમો હેરક વખતે સરકાર સાથે અરજી કરી રહ્યા છીએ, કારણ કે અમો વિરાણી હાઈસ્કુલની જમીન મામલે ખૂબ જ તલસ્પર્શી અભ્યાસ કરેલ છે અને જાણકાર છીએ. અમારા જો જ કારણોસર કલેકટર તંત્ર દ્વારા પણ સમાન પ્રકારની કાનુની કાર્યવાહી હરેક તબક્કે થાય છે અને કેટલાક પ્રસંગોમાં અમારી દલીલ કલેક્ટર તંત્રશ્રીએ એડોપ્ટ પણ કરેલ છે. જેથી અમે ધાર્યા રિઝલ્ટ મેળવવામાં સફળ રહ્યા છીએ.
વિરાણી હાઈસ્કુલ જમીન મામલે પ્રાંત અધિકારી ચાંદનીબેન પરમારે આપેલ ચુકાદો જોતા અમો વિદ્યાર્થીની અરજી ગુણદોષને ઘ્યાને લીધા વગર‘લોકસ સ્ટેન્ડી'ના ટેકનીકલ કારણોસર રદ કરેલ છે. જેથી જમીનના સત્તાપ્રકારનો ચુકાદો વિરાણી હાઇસ્કુલની વિરૂધ્ધમાં આવેલ છે. અત્રે એ નોંધવું અત્યંત જરૂરી છે કે ડો. પીપરીયા અને વિદ્યાર્થી સંગઠને જાગળત નાગરિક તરીકે જે રજૂઆતો કરી હતી. તેમાં સીધું તથ્ય જણાતા સરકારે પોતે જ આ જમીન બચાવવા માટે કાનૂની કાર્યવાહી શરૂ કરી દીધી હતી અને પ્રાંત અધિકારીએ જમીનની ખાનગી માલિકી રદ કરતો હુકમ પણ કરી દીધો છે. જેથી માત્ર ટેકનિકલ ગ્રાઉન્ડ પર વિદ્યાર્થીઓની અરજી રદ થવાથી વિરાણી ટ્રસ્ટના ટ્રસ્ટીઓને કોઈ ક્લીન ચિટ મળી જતી નથી કે વિરાણી હાઇસ્કુલની જમીન પ્રાઇવેટ ઠરી જતી નથી.
પ્રાંત અધિકારી ડો. ચાંદનીબેન પરમાર સમક્ષ ભૂતપુર્વ વિદ્યાથીઓના એડવોકેટ ગોગીયાની દલીલોને સરકારી વકીલ શ્રી કમલેશ ડોડીયાએ પણ એડોપ્ટ કરી હતી. આ કાનૂની લડાઈના પરિણામે જ પ્રાંત અધિકારીએ ૨૦૧૪ માં થયેલી જમીનની ખાનગી માલિકીની (સત્તાપ્રકાર-સી) નોંધ રદ કરી, તેને ફરીથી સરકારી નિયંત્રણ હેઠળ (સત્તાપ્રકાર-જી અને કે-૫) લાવવાનો ઐતિહાસિક હુકમ કરેલ.
આ અગાઉ વિરાણી હાઈસ્કુલની જમીનને અપાયેલ સતા પ્રકાર સીને રદ કરીને સતાપ્રકાર KS અને G કરવા માટે સરકારી તંત્ર અને વિદ્યાર્થીઓ વતી પુરૂષોત્તમ પીપરીયાએ પ્રાંત અધિકારી સમક્ષ ૨૦૨૦ની સાલમાં અરજી કરેલ હતી. જેમાં પ્રાંત અધિકારીએ અરજદારોની તરફેણમાં ચુકાદો આપતા વિરાણી હાઇસ્કુલની જમીનનો સતાપ્રકાર સી એટલે કે પ્રાઇવેટ ને બદલે સતાપ્રકાર KS અને G રેવન્યુ દફતરે નોંધવામાં આવેલ. જે નોંધ આજે પણ અસ્તિત્વમાં છે.
જેના કારણે વિરાણી હાઇસ્કુલની જમીન ગર્વમેન્ટે ફાળવેલ હોવાના પ્રાંત અધિકારીના ઓર્ડર વિરાણી હાઇસ્કુલની વિરૂધ્ધમાં આવેલ તેના આધારે જમીનને સતાપ્રકાર C ને બદલે KS અને G એટલે કે સરકારે શૈક્ષણિક હેતુ માટે ફાળવેલ જમીન છે તેવો સત્તાપ્રકાર રેવેન્યૂ રેકર્ડમાં પણ નોંધાયેલ છે.
આ અગાઉ કલેકટર તંત્ર તરફથી આવેલ વાંધાઓને ગ્રાહ્યા રાખી ચેરિટી કમીશ્નરશ્રીએ વિરાણી હાઇસ્કુલની જમીનની વેચાણની અરજીની કાર્યવાહીને રદ કરી હતી. આમ, પુરૂષોત્તમ પીપરીયાની સમય સુચકતાના હિસાબે જમીન વેચાણની અંતિમ ઘડીએ જમીન વેચાતા અટકી ગયેલ હતી. આ કાર્યવાહીમાં પુરૂષોત્તમ પીપરીયાએ મહત્વનો રોલ ભજવેલ તે જગજાહેર છે અને તેનો ઉલ્લેખ કલેકટર તંત્ર સાથેના પત્ર વ્યવહાર/કાયદેસરની કાર્યવાહીમાં થયેલ નોંધો પરથી સાબિત થાય છે કે, જો વિદ્યાર્થી વતી પુરુષોત્તમ પીપરીયાએ સમય સુચકતા વાપરીને કલેકટરનું ઘ્યાન દોરેલ ન હોત તો વિરાણી સ્કુલાના મેદાનનો એક હિસ્સો ગેરકાયદેસર વેચાઈ ગયેલ હોત.
વધુમાં પુરૂષોત્તમ પીપરીયાએ જણાવેલ કે, વિરાણી હાઇસ્કુલના મકાનના બાંધકામ માટે ગ્રાન્ટ ઇન એડ હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી કુલ ૮૩% સરકારી ગ્રાન્ટ મળેલ છે અને આ ગ્રાન્ટ મેળવતી વખતે પણ ટ્રસ્ટીઓએ મિલ્કતને તબદીલ નહી કરવા માટે બોન્ડ આપેલ છે તેમજ હાઇકોર્ટ તરફથી સ્ટેટેસકો મળેલ છે તેથી ટ્રસ્ટ મિલ્કત વેચી શકે પણ નહીં. એટલા માટે ટ્રસ્ટ તરફથી હાલના તબકકે ટ્રસ્ટની મિલ્કત વેચાવાનો ઈરાદો નથી તેમ જાહેર કરેલ છે. તેમની પાછળનુ કારણ હાલના તબકકે મિલ્કત વેચવાના અધિકાર પણ નથી. અત્રે સુચક છે કે તેઓએ એવુ કોઈ કથન કરેલ નથી કે અમો કયારેય વિરાણી હાઇસ્કુલની જમીન વહેંચીશુ નહીં. એટલે આ માત્ર ભ્રમ ફેલાવા માટેની જાહેરાત છે.
વિરાણી હાઇસ્કુલનો ભવ્ય ભૂતકાળ વર્ણવતા પુરૂષોત્તમ પીપરીયાએ જણાવેલ હતુ કે, આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ આપીને સામાન્ય વર્ગના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ કરવાના ઉમદા હેતુ સાથે વર્ષ ૧૯૪૬ માં આ વિરાણી વિદ્યાધામનો પાયો નખાયો હતો, જેમાં સ્વતંત્રતા સેનાની સ્વ. દરબારશ્રી ગોપાલદાસભાઈ દેસાઈ આદ્યપ્રમુખ હતા. આ ટ્રસ્ટના પ્રારંભથી ઉત્તરોતર ટ્રસ્ટી તરીકે સૌરાષ્ટ્રના જે તે વખતના મુખ્યમંત્રીશ્રી ઉછરંગરાય ઢેબર, દુર્લભજી શામજી વિરાણી, ગુલાબચંદ તલકચંદ શેઠ, હરકિશન ખુશાલદાસ શેઠ (મુંબઈ), ગિરજાશંકર ખીમચંદ શેઠ, અમળતલાલ વીરચંદ વિરાણી, ઉમાકાંતભાઈ પ્રભાકર પંડિત, દિનકરરાય પ્રાણલાલ જોષી, કેશુભાઈ પારેખ, રતિભાઈ ગોઢિયા, મનુભાઈ ઈશ્વરભાઈ મહેતા, પંકજભાઈ આર. શાહ, હરકિશોરભાઈ બરછા, જગદીશભાઈ ભીમાણી, કિશોરભાઈ ત્રિવેદી અને કેસુભાઈ પારેખ જેવા શહેરના નામાંકિત સમાજશ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ અને કેળવણીકારો ટ્રસ્ટીઓ હતા.
સમય જતા વિરાણી ટ્રસ્ટમાં શ્રેયાંશ રમેશકુમાર વિરાણી પોતે, તેમના પિતા રમેશકુમાર દુર્લભજી વિરાણી, તેમના માતા રાજશ્રીબેન રમેશભાઈ વિરાણી, તેમના પત્નિ ઉર્વીબેન શ્રેયાંશભાઈ વિરાણી તેમના સાસુ હર્ષાબેન પ્રમોદભાઇ હપાણી મળી ૭ ટ્રસ્ટીઓમાંથી ૫ એટલે કે ૨/૩ મેજોરીટી ટ્રસ્ટીઓ શ્રેયાંશ વિરાણીના સગા સબંધીઓ / પરીવારજનો હતા. તે દરમ્યાન ૨૦૧૯ માં વિરાણી હાઇસ્કુલના મેદાનનો એક હિસ્સો વેચવા માટે ચેરિટી કમીશ્નર કચેરી સમક્ષ કાર્યવાહી કરેલ.
વિરાણી હાઇસ્કુલની જમીન વેચાણની કાર્યવાહી અંતિમ તબક્કામાં હતી તે દરમ્યાન વિરાણી હાઇસ્કુલના વિદ્યાર્થી પુરૂષોત્તમ પીપરીયાને વિરાણી હાઇસ્કુલની જમીન સરકારે માત્ર વિરાણી હાઇસ્કુલ બનાવવાના શૈક્ષણિક હેતુસર ફાળવેલ/આપેલ હોવાના દસ્તાવેજો મળી આવતા તેઓએ જાતે ચેરિટી કમીશ્નર સમક્ષ વાંધાઓ લીધેલ અને કલેક્ટરશ્રીને લેખીતમાં ઘ્યાન દોરવામાં આવેલ કે. ‘‘કે ૧૯૫૦ ના માત્ર રૂા. ૩૪૪૦ ના એક કહેવાતા એકાઉન્ટીંગ વાઉચરના આધારે સંસ્થા આ જમીન પોતાની હોવાનો દાવો કરે છે. જેનો કોઈ રજીસ્ટર્ડ દસ્તાવેજ રેકર્ડ પર નથી અને ૧૦૦ રૂપિયાથી વધુ કિંમતની મિલકત માટે રજીસ્ટ્રેશન ફરજિયાત હોય છે. ડો. પીપરીયાની આ સચોટ અને સમયસરની રજૂઆતને કારણે જ સરકારી તંત્ર હરકતમાં આવ્યું હતું''.
પુરૂષોત્તમ પીપરીયાએ કલેકટર તંત્ર તરફથી આ હરરાજીની કાર્યવાહી અટકે તે માટે કાનુની પગલા લેવા જોઈએ તેવુ ઘ્યાન કલેકટર તંત્રને દોરેલ. પીપરીયાની અરજીને કલેકટરશ્રીએ વંચાણે લઈ ગંભીરતા સમજી તપાસ કરાવતા પુરૂષોત્તમ પીપરિયાની અરજીમાં તથ્ય જણાતા કલેકટર તંત્રએ ચેરિટી કમીશ્નર સમક્ષ વાંધાઓ દાખલ કરેલ હતા.
વિરાણી હાઇસ્કુલની જમીનનો ઇતિહાસ વર્ણવતા પીપરીયાએ જણાવ્યુ હતુ કે, વિરાણી હાઇસ્કુલની રચના વખતે આ સંસ્થાને કલેકટર મધ્ય સૌરાષ્ટ્ર દ્વારા સનદ નં. ૧/૫૧ ના હુકમ મુજબ ૪૯૨૨૦ સ્ક્વેર યાર્ડ જમીન માત્ર ને માત્ર ‘‘વિરાણી હાઇસ્કૂલ કરવા માટે'' ફાળવવામાં આવી હતી. આ સનદમાં સ્પષ્ટ શરતો લાદવામાં આવી હતી કે કલેકટરની લેખિત પરવાનગી મેળવ્યા સિવાય આ જમીનનો ઉપયોગ અન્ય કોઈ કામ માટે કરી શકાશે નહિ. તેનો કોઈ ભાગ ભાડે આપી શકાશે નહિ તેમજ તેમાંથી કોઈ નફો મેળવી શકાશે નહિ. તેવો સ્પષ્ટ ઉલ્લેખ છે. એટલુ જ નહી વિરાણી હાઇસ્કુલના બાંધકામ માટે ગ્રાન્ટ ઇન એડ તરીકે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી બાંધકામના ખર્ચનો ૮૩% જેટલો માતબર હિસ્સો આપેલ છે, તેમાં પણ સરકારની મંજુરી વગર વેચાણ ટ્રાન્સફર નહી કરવાની બાહેંધરી વિરાણી ટ્રસ્ટે આપેલ છે. આ બધુ જાણવા છતા જે તે વખતના ટ્રસ્ટીઓએ કોમ્પીટન્ટ ઓથોરીટીના હુકમને બદલે જમીન કપાતના વળતર અંગેના પત્ર વ્યવહારને રજુ કરીને વિરાણી હાઇસ્કુલની જમીનની રેવન્યુ રેકર્ડમાં નોંધ કરાવેલ અને વેચાણ કરવા માટે મુકેલ. આમ સરકારી નિયંત્રિત સતાપ્રકારની જમીનને અંગત ગણી વેચાણ કરવાની કાર્યવાહી ગેરકાયદેસર કરેલ હતી.
વધુમા પીપરીયાએ જણાવેલ કે, જ્યારે જમીન બાબતે વિવાદ વધ્યો અને સરકારની તરફેણમાં ચુકાદાઓ આવ્યો તેની આસપાસના સમયે અચાનક ૬ નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવી હોવાની બાબતો રેકર્ડ ઉપર આવી. જેમાં વિજય પરસોત્તમભાઈ પટેલ, ભરતભાઈ વશરામભાઈ રામાણી, ચંદ્રિકાબેન જયંતિલાલ રાજકોટીયા, જયંતિલાલ પોપટલાલ રાજકોટીયા, ગુણવંતરાય વળજલાલ ભાદાણી અને શ્રીમતી પ્રવિણાબેન પાંચાભાઈ ચોવટીયાનો સમાવેશ થાય છે. આ ટ્રસ્ટીઓ પૈકી મોટા ભાગના ટ્રસ્ટીઓનુ કેળવણી ક્ષેત્રેનું કોઈ પ્રદાન નથી. એટલુ જ નહી, આમાથી કેટલાક ટ્રસ્ટીઓ મની લેન્ડર્સ તરીકે ધંધો કરતા હતા ત્યારે મોટી રકમનું નુકશાન થયાના સમાચારો અવાર નવાર પ્રસિધ્ધ થયા છે તે પણ નોંધનીય છે ત્યારે પ્રવર્તમાન તમામ ટ્રસ્ટીઓની સામાજીક શાખને સક્ષમ ઓથોરીટીએ તપાસવી જોઈએ અને યોગ્ય ન જણાય તો ટ્રસ્ટમાંથી નિમણુંક કરવાની કાર્યવાહી પણ કરવી જોઇએ. તેવી રજુઆત કાનુની સલાહ મળ્યે કોમ્પીટન્ટ ઓથોરીટી સમક્ષ કરીશું.
આ સંસ્થાના રક્ષણ માટે જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આગળ આવીને કોઈ પણ સ્વાર્થ વગર કાનૂની લડત આપી રહ્યા છે. તેમાં કાયદેઆઝમ ડો. પુરુષોત્તમ ભૂરાભાઈ પીપરીયા, જાણીતા મોટા ઉદ્યોગપતિ જ્યોતિ સીએનસી વાળા પરાક્રમસિંહ જાડેજા, પૂર્વ કલેકટર અને આઇએસ અધિકારી કીર્તિકુમાર ઉપાધ્યાય, પૂર્વ પ્રો.વી.સી. અને મહાન કેળવણીકાર અનામિક શાહ, ખ્યાતનામ કેળવણીકાર જતીન ભરાડ, જાણીતા ડો. અતુલ રાઠોડ, પ્રફુલભાઈ ગોહેલ, દુષ્યંત આદિત્ય અને પરાગ દેસાઈ જેવા ઉચ્ચ શાખ ધરાવતા નગરશ્રેષ્ઠીઓનો સમાવેશ થાય છે. તેવો એકામતે એકાજુતે વિરાણી મેદાન બચાવો લડતમાં કાર્યરત રહ્યા છે તે નોંધનીય છે.
વિદ્યાર્થી સંગઠન સતત પાંચ વર્ષથી ચેરીટી કમિશનર, પ્રાંત અધિકારી અને નામદાર હાઈકોર્ટમાં ધારદાર રજૂઆતો કરી રહ્યા છે. આ સમગ્ર કાનૂની પ્રક્રિયામાં વિદ્વાન એડવોકેટ રવિ બી. ગોગીયા અને તેમની ટીમ (જેમાં આનંદ ગોગીયા, કાજલબેન કલવાણી, હિરેનભાઈ રૈયાણી, નિખિલભાઈ ગોગીયા અને ચાર્મીબેન રાવલ છે) એ માત્ર એક રૂપિયાના ટોકન દરે પોતાની અમૂલ્ય કાનૂની સેવાઓ આપીને વિદ્યાર્થીઓના હિતમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. એડવોકેટ રવિ ગોગીયાએ ઉદાત્ત ભાવે વિદ્યાર્થીઓને વચન આપેલ કે જો આ લડાઈ સુપ્રીમ કોર્ટ સુધી ચાલશે તો પણ તેઓ એક પણ રૂપિયો લીધા વિના વિદ્યાર્થીઓ માટે આજીવન મફત કેસ લડતા રહેશે.
આ અન્યાય સામે વ્યાપક જનજાગળતિ લાવવા, અવાજ ઉઠાવવા અને આગળની કાનૂની રણનીતિ ઘડવા માટે વિરાણી મેદાન બચાવો સમિતિ દ્વારા તા.૨૭-૧૨-૨૦૨૫ ના રોજ રાષ્ટ્રીય શાળાના મધ્યસ્થ ખંડ ખાતે એક વિશાળ અને ઐતિહાસિક ‘‘મહાસંમેલન''નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.‘સાત સમુદ્ર પાર પણ ગુંજશે વિરાણીનો સાદ' અને ‘ગ્લોબલ કનેક્ટ'ના નારા સાથે યોજાયેલા આ મહાસંમેલનમાં દુનિયાભરમાં વસતા વિરાણી સ્કૂલના હજારો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઓનલાઈન અને ફિઝિકલ રીતે એકતાના તાંતણે જોડાયા હતા.
આ મહાસંમેલનમાં ડો. પુરુષોત્તમ પીપરીયા જાહેરમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિદ્યાર્થીઓ તેમજ રાજકોટની જાગળત જનતાના તમામ કાનૂની અને વહીવટી પ્રશ્નોના અત્યંત સંતોષકારક અને તર્કબદ્ધ જવાબો આપ્યા હતા. આ સંમેલને સાબિત કરી દીધું છે કે વિરાણી મેદાન બચાવવાની આ ઝુંબેશ હવે માત્ર ગણ્યા ગાંઠ્યા લોકોની લડાઈ નથી રહી, પરંતુ એક પ્રચંડ અને રોષપૂર્ણ જનઆંદોલન બની ચૂકી છે, જેમાં લોકોનો જુસ્સો આસમાને છે.
આ મેદાન રાજકોટના રમતવીરોની જીવાદોરી છે, જેની સાથે અન્યાય કરનારને કાયદો કયારેય માફ કરશે નહીં. વિદ્યાર્થીઓની આ ફૌજ કોઈપણ આર્થિક કે બાહુબલી તાકાત સામે ઝૂકયા વિના, સત્ય અને ન્યાય માટે સુપ્રીમ કોર્ટ સુધી લડવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. આ લડતનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી પેઢીને આ શૈક્ષણિક વિરાસત સોંપવાનો છે, જે માટે સમગ્ર વિદ્યાર્થી સમુદાય એકતા સાથે અડગ છે અને સત્યના વિજય સુધી લડત ચાલુ રહેશે. અમોને જે બદનક્ષીની નોટીસ આપવામાં આવેલ છે તેનો અમોએ વિગતવાર જવાબ આપેલ છે અમો જરૂર પડે વળતા કાયદાકીય પગલા લઈશું.
રાજકોટની આ ઐતિહાસિક ધરોહર માત્ર થોડાંક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની જ નહિ, પરંતુ સમગ્ર રાજકોટની જનતાની અમાનત છે. ભવિષ્યની પેઢીઓને રમતગમત અને શૈક્ષણિક પ્રવળત્તિઓ માટે મોકળું મેદાન મળી રહે તે હેતુથી, રાજકોટના તમામ નાગરિકો, સામાજિક સંસ્થાઓ અને રમતપ્રેમીઓએ પણ આ ઝુંબેશમાં અવાજ પુરાવવો એ સમયની માંગ છે. જો આજે આપણે મૌન રહીશું, તો આવતીકાલે શહેરની અન્ય જાહેર મિલકતો પણ ખાનગી સ્વાર્થનો ભોગ બનશે. વિદ્યાર્થીઓનો આ કાનૂની સંઘર્ષ એક નવો દાખલો બેસાડશે કે જાગળત નાગરિકો ધારે તો ગમે તેવી મોટી વગ કે આર્થિક તાકાત સામે પણ સત્યનો સૂર્ય અસ્ત થવા દેતા નથી. સૌના સાથે અને કાનૂની લડતના મજબૂત પાયા થકી, વિરાણી મેદાન હંમેશાં જાહેર હિતમાં જ સુરક્ષિત રહેશે તેવો દ્રઢ વિશ્વાસ આ પ્રેસ યાદીમાં શ્રી પીપરીયાએ દર્શાવ્યો છે.
(3:31 PM IST)










