તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
કલેકટર કચેરીની બિનખેતી શાખાના અધિકારીઓ દ્વારા થતી ગેરરીતિ-ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરો
રાજકોટ કોંગ્રેસના આગેવાનોનું કલકેટરને ચોંકાવનારૂ આવેદ નાયબ મામલતદાર સામે ગંભીર આક્ષેપો નાયબ મામલતદારને શો-કોઝ નોટીસ અપાઇઃ તપાસ એડીશ્નલ કલેકટરને સોપાઇઃ તેના બદલે બીજાને સોપો ડો. હેમાંગ વસાવડા, કૃષ્ણદત રાવલ અને સંજય લાખાણીના ગંભીર આક્ષેપોથી કર્મચારી બેડામાં ખળભળાટ

આજે કોંગ્રેસના આગેવાનોએ કલકેટર કચેરીની બીનખેતી શાખામાં ભ્રષ્ટાચાર અંગે એડી. કલકેટરને આવેદન પાઠવ્યું તે નજરે પડે છે.(સંદીપ બગથરીયા)(૬.૧૪)
રાજકોટ, તા. ૩: રાજકોટ શહેરના અગ્રણીઓએ કલકેટરને ચોંકાવનારૂ આવેદન પાઠવી આપની કચેરીની બિનખેતી શાખાના અમુક અધિકારીઓ દ્વારા થતી ગેરરીતિ અને ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી.
આપની જ ઓફીસના ફલોર પર સી.સી. ટીવી કેમેરાથી સજ્જ બિનખેતી વિભાગની ઓફીસ આવેલ છે તે વિભાગની અંદર નાયબ મામલતદાર મુકેશ રાઠોડ બજાવે છે. છેલ્લા ઘણા વખતથી આ ઓફીસમાં સરકારી કચેરીના ટેબલ પર બેસીને ૩ બહારની વ્યક્તિઓ (૧) વિજય પરમાર (૨) ટી. બી. લીંબાસીયા તથા (૩) પ્રકાશભાઈ સોલંકી દ્વારા ફાઈલો જોવી, અરજદારને સાંભળવા અને ફાઈલ અંગે બીજા કર્મચારીને સુચના આપવા અંગેનું કામ કરી રહ્યા હતા. અમારા પાસે એવી પણ રજૂઆત આવી છે કે શહેરી વિસ્તારમાં બિનખેતી માટે આવનારી ફાઈલોનો ભાવ એક એકરે અને બહારના ગ્રામીણ વિસ્તારમાં બિનખેતી માટે એક એકરના હાલ લાખ લેખે વસુલવાનું સુયોજીત કહેવાતી રીતે ભ્રષ્ટચારની કામગીરી કરતા હતા.
કલેકટરની તમામ ઓફીસોમાં સી.સી. ટીવી હોવા છતાં બિનઅધિકળત વ્યક્તિઓની સતત હાજરી, ટેબલ પર બેસવું અને તમામ પ્રકારના વ્યવહાર કરવાની કામગીરી આપના ધ્યાન પર નહીં આવેલ હોય તેવું જણાતા આヘર્ય થાય છે. આપની ઓફીસમાં આ પ્રકારનો ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થતો હોવા છતાં કોઈપણ પ્રકારની બીક વગર એક નાયબ મામલતદાર અધિકારી અને તેના મળતીયાઓ ભ્રષ્ટાચારને પોષી રહ્યા હતા તેવી ગુન્હાહિત પ્રવળત્તિઓને તાત્કાલિક ધોરણે સરકારી કર્મચારીઓના ધારા-ધોરણ અને નિયમોને ધ્યાને રાખી આ નાયબ મામલતદાર ઉપર કાયદેસરની ભ્રષ્ટાચાર વિરોધી તથા અન્ય નિયમો મુજબ ગેરરીતિઓને આચરવાની બાબતે કડકમાં કડક કાર્યવાહી કરી તેની સામે ફોજદારી રાહે તથા અન્ય નિયમોને આધારે થતી કાર્યવાહી કરવા અમારી માગણી છે.
આ બાબતે આપશ્રી દ્વારા મીડિયાના મિત્રોને સંબોધીને જણાવવામાં આવેલ કે આ અંગે નાયબ મામલતદારને શો કોઝ નોટીસ તથા તપાસ ADC બારોટને આપેલ છે. તે માટે અન્ય જિલ્લાના અધિકારીઓ દ્વારા તપાસ સમિતિ રચી અને કરોડોના કૌભાંડની સામે કડક તપાસ અને આપની કચેરીના તમામ વિભાગના સી.સી. ટીવી ફુટેજની તપાસ કરવી, તેમાં દેખાતા બહારના ત્રણ વ્યક્તિઓ નામજોગ જણાવેલ હોય તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવી અનિવાર્ય તથા ન્યાયના હિતમાં છે.
આ અંગે નાયબ મામલતદાર બિનખેતી પ્રેસને નિવેદન આપતા જણાવ્યું કે અમારી કચેરીમાં સ્ટાફની અછત હોવાના કારણે બહારના લોકો પાસેથી સેવા લેવાતી હતી. આ વાત વાહિયાત, ગેરમાર્ગે દોરનારી તથા સરકારી કર્મચારીઓના નિયમોનો સરેઆમ ભંગ કરી અને માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવો તથા તેની વ્યવસ્થા ગોઠવવા માટે નાયબ મામલતદારે પોતાના પ્રાઈવેટ વ્યક્તિઓને કામે લગાડી ઓફીસ અવર્સ દરમિયાન રોજબરોજની કામગીરીમાં આ ત્રણેય વ્યક્તિઓ સામેલ હતા, બિનખેતી માટે આવેલી ફાઈલોને તપાસવી, તેમાં સ્ક્રુટીની કરવી તથા કેવા પ્રકારના કાગળો રજૂ કરવા પડશે તે વિષયે અરજદારોને રોજબરોજ માર્ગદર્શન આપી તે મુજબની કામગીરી કરતા હતા જે ત્રણ વ્યક્તિઓ બહારના હોય કર્મચારી તરીકેની કોઈ કામગીરી કાયદેસર કરી શકે નહીં.
આ નાયબ મામલતદાર દ્વારા બહારના વ્યક્તિઓ પાસે પોતે સરકારી કામગીરી કરાવતા હતા તે બાબતનો સ્વીકાર કર્યો હોવા છતાં આપના દ્વારા આજ દિવસ સુધી બિનખેતી વિભાગમાંથી તાત્કાલિક અસરથી તેની બદલી કરવામાં આવેલ નથી જે શંકાસ્પદ જણાય છે તથા આચરવામાં આવેલ ગેરકાયદેસર પ્રવળત્તિઓને સગેવગે કરવાનો સમય મળતો હોય તેથી ભ્રષ્ટાચારના પુરાવાનો નાશ થવાની શકયતાઓ છે, તાત્કાલિક ધોરણે તેમને તે વિભાગમાંથી ટ્રાન્સફર કરી તેની ઉપર કાયદેસરની તપાસ કામગીરી કરવી અનિવાર્ય છે.
(3:46 PM IST)










