<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

કાલથી ગુરૂકુલ દ્વારા મવડી વિસ્‍તારમાં આખ્‍યાન કથા

ચૈતન્‍યસ્‍વરૂપદાસજી સ્‍વામી વકતાઃ ૨૧મીએ રકતદાન કેમ્‍પઃ ૨૩મીએ મહિલા મંચઃ લાભ લેવા અપીલ

શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલ, રાજકોટના સંતો શ્રી જ્ઞાનજીવનદાસ સ્‍વામી, શ્રી વૃંદાવનદાસ સ્‍વામી, હરિભકત શ્રી પ્રવીણ કાનાબાર અને ડો.નિમિષ મુંગરાએ આજે અકિલા કાર્યાલયની મુલાકાત લઇ અકિલા પરિવારના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રાને આખ્‍યાન કથાનું નિમંત્રણ પાઠવેલ તે પ્રસંગની તસ્‍વીર. (તસ્‍વીરઃ અભિજિત બગથરિયા)

રાજકોટ તા.૧૭: શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્‍થાન દ્વારા  ભારત વર્ષના આદર્શ પાત્રોના જીવન ઉપર આધારિત અમૂલ્‍ય પ્રેરણા સભર આખ્‍યાન કથાનું આયોજન તારીખ ૧૮ એપ્રિલથી ૨૩ એપ્રિલ પાંચ દિવસ દરમ્‍યાન રાત્રે ૮:૩૦ વાગ્‍યે, બાપા સીતારામ ચોક, મવડી રાજકોટ ખાતે  રાખવામાં આવ્‍યું છે.

કથાકાર વક્‍તા શ્રી ચૈતન્‍યસ્‍વરૂપદાસ સ્‍વામી તેમના મધુર કંઠે ભારત વર્ષના આદર્શ પૌરાણિક પાત્રોનાં જીવન ચરિત્રોમાંથી વ્‍યક્‍તિગત જીવનમાં, માનસિક સંતાપમાં, ઘર કુટુંબના પારિવારિક પ્રશ્નોના પરિતાપમાં,

સંતાનોના ભાવિ જીવનના ચિંતા તાપમાં, સામાજિક જીવનની અસુરક્ષાનો અનુતાપમાં, આર્થિક વ્‍યવહારમાં અને મોંઘવારીના મહાતાપમાં શીતળ જ્ઞાનવર્ષા કરીને માનવ જીવનની સાર્થકતા સમજાવશે.

 ૦૧, સંપત્તિની કમાણી માટે તો ઘણી મહેનત કરી અને કરીશું. આવો! ‘‘રામ - ભરત મિલાપ'' આખ્‍યાન દ્વારા સંબંધોની કમાણીની કળા શીખીએ!

 ૦૨, કેવળ પુરુષાર્થવાદી લોકોને અંતે  થાક, નિરાશા અને હતાશા જ મળે છે. આવો! ‘‘ભક્‍તરાજ નરસિંહ મહેતા'' ના આખ્‍યાન દ્વારા પુરુષાર્થની સાથે ઈશ્વર પરની અતૂટ આસ્‍થાથી જીવનને હળવું ફૂલ જેવું બનાવવાની કળા આત્‍મસાત કરીએ!

૦૩, ‘‘આ દુનિયામાં કોઈ કોઈનું નથી! બધા પોતાના સ્‍વાર્થ માટે જ જીવે છે!'' આ વાકય ઠેર - ઠેર સંભળાય છે અને અનુભવાય છે. આવો! ‘‘ચંદ્ર હાસ'' આખ્‍યાન દ્વારા આપણું કાયમી સગું કોણ છે તેની ઓળખ કરીએ.

૦૪,  જીવનમાં આપણે કેવા બનીશું? તેનો આધાર આપણે શું કરીએ છીએ? એ કરતા પણ આપણે કોના સંગમાં રહીએ છીએ એના પર છે. આવો! ‘‘ભક્‍તરાજ કસિયાભાઈ'' ના આખ્‍યાન દ્વારા સંગ - કુસંગને ઓળખીએ.

૦૫, ‘‘બીજાના ઉપકારને કાયમી યાદ રાખવા એ મહાનતાનો માર્ગ છે. અને બીજાના ઉપકારોને ભૂલી જવા એ અધમતાનો માર્ગ છે. આપણે કયાં માર્ગે છીએ....? આવો!  ‘‘સેવકરામજી''ના આખ્‍યાન દ્વારા આત્‍મસંશોધન કરીએ.

ગુરુ મહારાજ શ્રી દેવકળષ્‍ણદાસજી સ્‍વામી  અને મહંત સ્‍વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્‍વામી ની પ્રેરણાથી દર વર્ષે ઉનાળામાં ગ્રીષ્‍મ વ્‍યાખ્‍યાન કથાનું આયોજન ગુરુકુલ દ્વારા ભવ્‍ય રીતે કરવામાં આવતું હોય છે. આ આખ્‍યાન કથા અંતર્ગત ૨૧ એપ્રિલે રક્‍તદાન કેમ્‍પ અને ૨૩ એપ્રિલે મહિલા મંચનું આયોજન રાત્રિના ૮:૩૦ થી ૧૧ દરમિયાન કરવામાં આવેલું છે.

 રાજદ્વારી મહાનુભાવો શ્રી કુવરજીભાઈ બાવળીયા, શ્રી પરષોત્તમભાઈ રૂપાલા, શ્રી રામભાઈ મોકરીયા, શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રીમતી દર્શિતાબેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, શ્રી જયેશભાઈ રાદડિયા, શ્રી મહેન્‍દ્રભાઈ પાડલીયા ઉપસ્‍થિત રહેનાર છે.

 તેમજ અતિથિ વિશેષ તરીકે  ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ, મૌલેશભાઈ ઉકાણી (પ્રમુખ-સીદસર મંદિર ), ચંદુભાઈ વિરાણી (બાલાજી વેફર્સ ), વસંતભાઈ લીંબાસીયા (વળંદાવન ડેરી ), મૂળજીભાઈ ભીમાણી (વસંત બિલ્‍ડર્સ ), વિજયભાઈ ડોબરીયા( સદભાવના વળદ્ધાશ્રમ ), બીપીનભાઈ અડવાણી (ગોપાલ નમકીન ), પુનિતભાઈ ચોવટીયા (યુનિટી ગ્રુપ), ભવાનભાઈ રંગાણી (બેકબોન ગ્રુપ ), મનસુખભાઈ પાણ( હાઈ બોન્‍ડ ગ્રુપ), શિવલાલભાઈ આદ્રોજા (એન્‍જલ પંપ ), પ્રવીણભાઈ કાનાબાર (બિલ્‍ડર), રાજનભાઈ વડાલીયા (વડાલીયા ગ્રુપ ), પ્રવીણભાઈ પીપળીયા (સહજાનંદ વિલેજ) વગેરે લાભ લેનાર છે.

આખ્‍યાન કથાના યશસ્‍વી યજમાન તરીકે ડાયાભાઈ, જયંતીભાઈ અને મનસુખભાઈ સોરઠીયા (રીયલ ગ્રુપ ),  હિતેશભાઈ અને સમીરભાઈ હાંસલીયા ( ઝેન ગાર્ડન ગ્રુપ ), નરેન્‍દ્ર ભાઈ અને અમળતભાઈ માથોલીયા ( નિધિ સીડ્‍સ ) વગેરે પરિવાર જોડાયા છે.

અલ્‍પાહાર અને પ્રસાદના યજમાન તરીકે યુનિટી ગ્રુપ, ફિલ્‍ડલાઈફ કેમિકલ્‍સ, ન્‍યુ શ્રીજી આઈસ્‍ક્રીમ, ગેલકળપા એન્‍ટરપ્રાઇઝ, સહજાનંદ ડેવલપર્સ, રેઈન્‍બો ગ્રુપ વગેરે પરિવારોએ લાભ લીધો છે. પૂજ્‍ય જ્ઞાનજીવનદાસજી સ્‍વામી અને હરિપ્રિયદાસજી સ્‍વામીએ સમગ્ર રાજકોટની જનતાને સત્‍સંગલાભ લેવા જાહેર આમંત્રણ પાઠવ્‍યું છે.

(2:50 PM IST)