News of Saturday, 18th April 2026
વોર્ડ ૩માં પરિવર્તનની આંધી, કોંગ્રેસ તરફી જુવાળ, પંજાને જીતાડવા પ્રજાએ મન મનાવ્યું
રેલ નગરમાં સાધુવાસવાણી રોડ પર કોંગ્રેસના પેટા કાર્યાલય ઉદઘાટનઃ જનમેદની ઉમટી : એસી ગાડીમાં કાચ ચડાવી ફરતા ઉમેદવારોને જાકારો આપવા વોર્ડ નંબર ૩ ની પ્રજાનો દઢ સંકલ્પ

રાજકોટઃ મહાનગરપાલિકાની આગામી તા૨૬ના સવારે ૭ થી સાંજના ૬ મતદાન થવાનું છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર ૩ના સાધુ વાસવાણી કુંજ રોડ પર હમીરસિંહ ગોહિલ ચોક થી આગળ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ના પેટા ચૂંટણી કાર્યાલયને આ વિસ્તારના સામાજિક આગેવાન સિનિયર સિટીઝન રિટાયર્ડ આરએફઓ આઈ.બી. જાડેજા, કોંગ્રેસ અગ્રણી ભઈલુભા જાડેજા, રિટાયર્ડ ડીવાયએસપી સામતસિંહ જાડેજા દ્વારા કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પૂર્વ વિપક્ષી નેતા અતુલ રાજાણીએ જણાવ્યું હતું અમોને વિશ્વાસ છે કે વોર્ડ નંબર ૩ ની પ્રજા આ વખતે પંજાની સાથે રહેશે. અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના વોર્ડ નંબર ત્રણ ઉમેદવારો અતુલ રાજાણી, ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, દિનેશભાઈ મકવાણા (ડીપી), આરતીબેન આસવાણીનો વિજય નિヘતિ મનાઈ રહ્યો છે. કારણકે આ વિસ્તારમાં કોમ્યુનિટી હોલ, આંગણવાડી, બાગ બગીચા, આરોગ્ય કેન્દ્ર, રોડ, રસ્તા, ગટર, પાણી માં જે કાંઈ પ્રશ્નો હલ થયા છે તે કોંગ્રેસ પક્ષની રજૂઆતની ફળશ્રુતિ છે છેલ્લા ૧૫ વર્ષથી આ વિસ્તારોમાં સક્રિય રીતે કોંગ્રેસ પક્ષના ઉમેદવારો દ્વારા આંદોલનો, ધરણા સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષ હર હંમેશ આ વિસ્તારના નાગરિકો સાથે રહ્યો છે. પાંચ વર્ષ ભાજપના કોર્પોરેટરો દ્વારા ફક્ત ઉદ્દઘાટનો જ કરવામાં આવ્યા છે.
વોર્ડ નંબર ત્રણના મજબૂત ઉમેદવાર, પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આ વિસ્તાર હંમેશા કોંગ્રેસ સાથે રહ્યો છે આ વિસ્તાર સાથે મારે પારિવારક નાતો રહ્યો છે વિકાસના કામો કર્યા છે અને આગામી વર્ષોમાં પણ કરતા રહેશું સામે પક્ષે ઉમેદવારો શ્રીમંત ઉમેદવારો છે. અને ભાજપના ઉમેદવારો એસી ગાડીમાં કાચ ચડાવી ફરતા ઉમેદવારોને જનતાએ આ વખતે જાકારો આપવા મન મનાવી લીધું છે કે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢશે પ્રજાનું પ્રચંડ જન સમર્થન ઉમેદવારોને લોક સંપર્ક દરમિયાન મળી રહ્યું છે અને વિસ્તારમાં પરિવર્તનની આંધી ફુકાઈ રહી છે.
દિલીપભાઇ આસવાણી આ વિસ્તારના પૂર્વ કોર્પોરેટર ઓમ સાંઈ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિગ ટ્રસ્ટી એ જણાવ્યું હતું કે વિસ્તારમાં ઓમ સાંઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજિક ધાર્મિક કાર્યક્રમો વર્ષોથી કરવામાં આવે છે અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે અનેક સેવાકીય કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. ભારતીય જનતા પક્ષે પોતાના ઉમેદવારો બદલવા પડ્યા છે ભાજપના ઉમેદવારો દાગી અને બાગી હોય. વર્ષાથી આ વિસ્તારમાં નાતો રહ્યો છે. ભાજપનો કાર્યકર આજે દુઃખી છે એટલા માટે કે સાચા ઉમેદવારોની ટિકિટ કપાય છે ભાજપની ભવાઈ ચાલે છે તે ટીઆરપી અગ્નિકાંડ અને ભારતીય જનતા પક્ષના ભ્રષ્ટાચાર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ખંડણી ઉઘરાવવામાં આવતી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. બિલ્ડરો પાસેથી ખંડણી ન ઉઘરાવવા ધારાસભ્યોને રજૂઆત કરવા જવું પડે ત્યારે શરમજનક બાબત છે.
કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે વોર્ડ પ્રમુખ જગદીશસિહ જાડેજા, ગૌરવભાઈ પુજારા, ગમનભાઈ દવે, અતુલભાઇ, ભુપતભાઈ ગોસાઈ, વિજયાબા જાડેજા, પ્રીતિબેન, જયશ્રીબા ઝાલા, કિશનભાઇ આસવાણી, જીતુભાઈ ચંદનાણી, કોંગ્રેસ અગ્રણી લાલુભા જાડેજા, સેમરાજસિંહ જાડેજા, સહદેવસિંહ વાઘેલા, સુખદેવસિહ વાઘેલા, ગિરિરાજસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા, પ્રતાપભાઈ ઓઝા, ભગીરથ પ્રજાપતિ, નિલેશ ઠાકોર, દિનેશ ઠાકોર, ડો. પિયુષભાઈ મહેતા રીટાયર્ડ પીએસઆઇ આઇ.બી. જાડેજા તેમજ વિસ્તારના અગ્રાણીઓ સામાજિક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
(3:29 PM IST)










