તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
એન્ટ્રીગેટ પાસે શીંગદાણા વેચવાનું બંધ કરાવો!! યોગેશભાઈ

રાજકોટઃ બહુમાળી ભવન રાજકોટના એન્ટ્રીગેટની પાસે જ આ શીંગવાળા ભાઈ બેસી અને શીંગ, ડારીયા નો વ્યાપાર કરતા હોવાનું યોગેશભાઈ ત્રિવેદીએ જણાવ્યું છે. તેઓ કહે છે કે આ ભાઈ શીંગ ગરમ કરતા હોય ત્યારે તેના ધુવાણા થી અવર જવર કરતા લોકો હેરાન પરેશાન થાય છે. બહુમાળી ભવનની પ્રિમાઇસીસની બહાર આ ભાઈને બેસાડવા શ્રી ત્રિવેદી એ તંત્રને અનુરોધ કર્યો છે.જો કે અત્યર સુધીમાં આ ભાઈ અંગે કોઈએ વિરોધ કે વાંધો લીધાનું જાણવા મળતું નથી.
(3:40 PM IST)










