<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

મંગળવારથી અડાલજ ત્રીમંદિર ખાતે રાજય સરકારની ખાસ ચિંતન શીબીરઃ રાજકોટ કલેકટરનું ઇ-ધરા જમીન રેકર્ડ પ્રેઝન્‍ટેશન

ત્રણ દિવસ તમામ કલેકટરોને બોલાવાયાઃ જમીન રી-સર્વે ક્ષતિઓ અંગે પણ ચર્ચા

રાજકોટઃ તા.ર, સ્‍થાનિક સ્‍વરાજને ચૂંટણી પૂર્ણ થતા ની સાથે મહેસૂલ વિભાગ દ્વારા જમીન, મહેસૂલ અને લેન્‍ડ રેકોર્ડ રિફોર્મ્‍સને વધુ પ્રજાલક્ષી, પારદર્શક અને ટેકનોલોજી આધારિત બનાવવાના ઉદ્દેશ્‍ય સાથે તા. પ થી ૭ મે દરમિયાન અડાલજ નજીક ત્રિમંદિર ખાતે ત્રિ-દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું છે.આ ચિંતન શિબિરમાં વહીવટી પ્રક્રિયાઓને સરળ અને સુવ્‍યવસ્‍થિત બનાવી જમીન વહીવટને વધુ આધુનિક, કાર્યક્ષમ અને જનકેન્‍દ્રિત સહિતના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવશે.

રાજ્‍ય સરકાર દ્વારા જમીન સંબંધિત દસ્‍તાવેજો અને નકશાઓના સંપૂર્ણ ડિજિટાઇઝેશન માટે આ વર્ષે આશરે રૂ. ૩,૫૫૨ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ડિજિટાઇઝેશન પ્રક્રિયા શરૂ કરતાં પહેલાં અગાઉના રિ-સર્વેમાં રહેલી ક્ષતિઓ દૂર કરી નકશાઓને સુસંગત બનાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્‍યો છે.આ ચિંતન શિબિરમાં તમામ કલેકટર તેમજ રેવન્‍યુ અધિકારી અને હાજર રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે.

દરમિયાન રાજકોટ કલેકટરે ‘‘અકિલા''ને જણાવ્‍યું હતું કે આપણા જીલ્લાને ઇ-ધારા ન્‍યુટ્રીશીયન અને જમીન રેકોર્ડ અંગે ખાસ પ્રેઝન્‍ટેશન અંગે કહેવાયું છે., કલેકટર તા. ૪ ના રોજ ગાંધીનગર જશે.

(4:14 PM IST)