News of Friday, 18th September 2026
પંચનાથ હોસ્પિટલના ડેન્ટલ વિભાગ ખાતે અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે લોકાર્પણઃ પાંચ વર્ષની પંચનાથ હોસ્પિટલની સફળતાની માહિતીથી માહિતગાર કરતા પુસ્તિકાનું વિમોચન : પંચનાથ હોસ્પિટલમાં પાંચ વર્ષમાં કૂલ ૫૧૩૮૯ ડેન્ટલની પ્રક્રિયાઓ

રાજકોટઃ દર્દીઓ માટે આધુનિક આરોગ્યસેવામાં વધુ એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. પંચનાથ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક CBCT (Cone Beam Computed Tomography) મશીન સ્થાપિત કરવામાં આવ્યું છે.
આ નવી CBCT સુવિધાનું લોકાર્પણ ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કૌશિક વેકરિયાના હસ્તે પંચનાથ હોસ્પિટલ ખાતે જ કરવામાં આવ્યું હતું.
પંચનાથ હોસ્પિટલ દ્વારા હંમેશા આધુનિક તબીબી ટેકનોલોજી સામાન્ય અને જરૂરિયાતમંદ દર્દીઓ સુધી પોસાય તેવા ખર્ચે પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ જ દિશામાં CBCT મશીનનો ઉમેરો એક મહત્વપૂર્ણ પગલું છે.
CBCT મશીન શું છે?
CBCT એટલે Cone Beam Computed Tomography. આ એક આધુનિક 3D ઇમેજિંગ ટેકનોલોજી છે, જેના દ્વારા દાંત, જડબા, ચહેરાના હાડકાં, નાક, Sinus તથા અન્ય Maxillofacial વિસ્તારોની વિગતવાર ત્રિ-પરિમાણીય (3D) ઈમેજ મેળવી શકાય છે. CBCT દ્વારા તબીબોને દર્દીની હાડકાંની રચના, દાંતની સ્થિતિ તથા અન્ય જરૂરી વિગતો વધુ સ્પષ્ટ રીતે સમજવામાં મદદ મળે છે. તેના આધારે નિદાન અને સારવારનું આયોજન વધુ ચોકસાઈથી કરવામાં મદદરૂપ થાય છે.
CBCT કયા પ્રકારના દર્દીઓ માટે ઉપયોગી છે?
પંચનાથ હોસ્પિટલ ખાતે CBCT મશીન નીચેના વિવિધ Dental અને Maxillofacial કેસોમાં ઉપયોગી બનશેઃ Dental Implant માટેની Planning, જટિલ Root Canal Treatment (RCT) માટેની તપાસ Wisdom Toothની સ્થિતિનું મૂલ્યાંકન દાંતના મૂળ તથા આસપાસના હાડકાંની તપાસ જડબાના હાડકાંના Fracture ગંભીર અકસ્માત બાદ ચહેરા તથા જડબાના હાડકાંની ઈજા Orthodontic Treatment Planning Sinus સંબંધિત કેટલીક સમસ્યાઓ Oral & Maxillofacial Surgery પહેલાંની Planning દાંત, જડબા તથા ચહેરાના હાડકાંને લગતા જટિલ કેસો
અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ પંચનાથ હોસ્પિટલનો ડેન્ટલ ડીપાર્ટમેન્ટનો
પંચનાથ હોસ્પિટલનો Dental Department પહેલેથી જ આધુનિક અને નવીનતમ Dental Equipmentથી સજ્જ છે. વિભાગમાં OPG, RVG અને IOS (Intraoral Scanner) જેવી આધુનિક Diagnostic અને Imaging સુવિધાઓ ઉપલબ્ધ છે. હવે CBCT મશીનના ઉમેરાથી Dental Departmentની Diagnostic અને Treatment Planning ક્ષમતા વધુ મજબૂત બની છે. CBCT દ્વારા મળતી 3D માહિતી ખાસ કરીને Implant, જટિલ RCT, Oral Surgery, Orthodontics તથા Jaw અને Maxillofacial સંબંધિત જટિલ કેસોમાં સારવારનું આયોજન કરવામાં તબીબોને ઉપયોગી બનશે.
૭ અનુભવી ડેન્ટલ ડોકટર્સ અને ૯ સુપર સ્પેશ્યાલીસ્ટ સર્જન્સીની ટીમ
પંચનાથ હોસ્પિટલ ના Dental Departmentમાં ૭ અનુભવી અને પોતાના કાર્યક્ષેત્રમાં નિષ્ણાત Dental Doctors દર્દીઓની સારવાર માટે કાર્યરત છે. આ ઉપરાંત, વિવિધ જટિલ Dental અને Maxillofacial સર્જરી માટે ૯ અનુભવી અને Super-Specialist Surgeonsની ટીમ પણ ઉપલબ્ધ છે.
Dental Departmentમાં નીચેની વિવિધ વિશેષતાઓ હેઠળ સારવારની સુવિધા ઉપલબ્ધ છેઃ
Endodontics, Oral & Maxillofacial Surgery, Orthodontics, Periodontics & Prosthodontics
પંચનાથ હોસ્પિટલના Dental Doctors દ્વારા નિયમિતપણે વિવિધ Dental Procedures કરવામાં આવે છે, જેમાં Root Canal Treatment, Denture, Dental Implant, Extraction અને Scaling જેવી સારવારનો સમાવેશ થાય છે.
પાંચ વર્ષમાં ૫૧,૩૮૯ ડેન્ટલ પ્રક્રિયાઓ
પંચનાથ હોસ્પિટલના Dental Departmentમાં છેલ્લા ૫ વર્ષ દરમિયાન કુલ ૫૧,૩૮૯ વિવિધ Dental Procedures કરવામાં આવી છે.
ડેન્ટલ પ્રક્રિયા છેલ્લા ૫ વર્ષમાં થયેલી પ્રક્રિયાઓ Root Canal Treatment (RCT) 35,667, Denture 1984, Dental Implant 128, Extraction 9946, Scaling 2872, Dental Surgery 792 (કૂલ ૫૧,૩૮૯)
આ આંકડા પંચનાથ હોસ્પિટલના Dental Departmentમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન દર્દીઓને આપવામાં આવેલી વિવિધ Dental સારવારના વિશાળ વ્યાપને દર્શાવે છે.
ગંભીર અકસ્માતોના દર્દીઓની જાટિલ સર્જરી પણ સફળતાપૂર્વ પંચનાથ હોસ્પિટલમાં સામાન્ય Dental સારવાર ઉપરાંત જટિલ Oral અને Maxillofacial કેસોની સારવાર પણ કરવામાં આવે છે. ખાસ કરીને ગંભીર અકસ્માતોમાં જડબાના હાડકાં તૂટી ગયેલા દર્દીઓની જટિલ ર્થ્ીરૂ Fracture અને Maxillofacial Surgeries પણ પંચનાથ હોસ્પિટલના અનુભવી Dental અને Maxillofacial Surgeons દ્વારા કરવામાં આવી છે. આવા જટિલ કેસોમાં CBCT જેવી આધુનિક 3D Imaging ટેકનોલોજી સર્જરી પહેલાં Fractureની સ્થિતિ અને હાડકાંની રચનાને વધુ વિગતવાર સમજવામાં તથા Surgical Planningમાં ઉપયોગી બનશે.
ઓછા ખર્ચે સારવાર, શ્રેષ્ઠ ગુણવત્તા સાથે
પંચનાથ હોસ્પિટલ ની વિશેષતા એ છે કે અહીં આધુનિક Dental સારવાર અને Diagnostic સુવિધાઓ રાજકોટમાં ખૂબ જ ઓછા અને પોસાય તેવા ખર્ચે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
ઓછો ખર્ચ એટલે ગુણવત્તામાં કોઈ બાંધછોડ નહીં
પંચનાથ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે શ્રેષ્ઠ ગુણવત્તાની સામગ્રી (Best Quality Materials), નવીનતમ મશીનરી અને આધુનિક ટેકનોલોજી, તેમજ અનુભવી અને નિષ્ણાત તબીબોની ટીમનો ઉપયોગ કરવામાં આવે છે. આથી દર્દીઓને ઓછા ખર્ચે પણ ગુણવત્તાયુક્ત Dental સારવાર મળી રહે તે માટે Panchnath Hospital સતત પ્રયત્નશીલ છે.
Dental સારવાર માટે એક જ સ્થળે વ્યાપક સુવિધા
આધુનિક OPG, RVG, IOS અને હવે CBCT, અનુભવી 7 Dental Doctors, 9 Super-Specialist Surgeons તથા વિવિધ Dental Specialtiesની સેવાઓ સાથે પંચનાથ હોસ્પિટલ નો Dental Department રાજકોટ અને સૌરાષ્ટ્રના દર્દીઓ માટે વધુ સક્ષમ બન્યો છે. સામાન્ય Dental સારવારથી લઈને જટિલ Dental તથા Maxillofacial Surgery સુધીની વિવિધ સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
પંચનાથ હોસ્પિટલ નો ઉદ્દેશ આધુનિક તબીબી ટેકનોલોજી અને ગુણવત્તાયુક્ત સારવારને સામાન્ય માણસ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે પણ પોસાય તેવા ખર્ચે ઉપલબ્ધ કરાવવાનો છે.
ધારાસભ્યશ્રી ઉદયભાઇ કાનગડ, શ્રીરમેશભાઈ ટીલાળા, શ્રીદર્શિતાબેન શાહ, મેયર શ્રી નેહલભાઈ શુક્લ, ડેપ્યુટી મેયર શ્રી દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઈ પીપળીયા શ્રી કમલેશભાઈ વિરાણી શ્રી પુષ્કરભાઇ પટેલ તથા કોર્પોરેટર શ્રી અનિલભાઈ પ્રજાપતિ, શ્રી દર્શનભાઈ પેંગ્યાતર, શ્રી કૌશિકભાઈ ચાવડા, શ્રી કિરીટભાઈ ગોહેલ તથા શક્તિમાનએગ્રો ના શ્રીગુનાકાર રાવ, શ્રીદિપકકુમાર, શ્રીકાનજી ભુવા ની ઉપસ્થિતિમાં મશીન નું લોકાર્પણ કરવામાં આવેલું હતું.
પંચનાથ હોસ્પિટલના ટ્રસ્ટીશ્રીઓ શ્રી દેવાંગભાઈ માકડ, શ્રી મયુરભાઈ શાહ, શ્રી વસંતભાઈ જસાણી, શ્રી સંદીપભાઈ ડોડીયા, શ્રી નિખિલભાઇ મહેતા,શ્રી ડી.વી. મહેતા, શ્રીમહેન્દ્રસિહ ગોહેલ, શ્રીનીતિનભાઈ મણિયાર, શ્રીઅનિલભાઈ દેસાઇ, ડો.રવિરાજ ગુજરાતી, શ્રીનારણભાઈ લાલકિયા, શ્રીનીરજભાઈ પાઠક તથા શ્રી મનુભાઈ ધાંધા ઉપરોકત પ્રસંગે જહેમત ઉઠાવી હતી.
ઉલ્લેખનીય બાબત એ છે કે માનનીય શ્રી કૌશિકભાઇ વેકરીયા ના વ્યસ્ત કાર્યક્રમ માંથી પંચનાથ હોસ્પિટલની મુલાકાત માટે ધારાસભ્ય શ્રી ઉદયભાઇ કાનગડ તથા કમલેશભાઈ મિરાણીએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.
Dental અને CBCT સંબંધિત માહિતી માટે સંપર્ક
પંચનાથ હોસ્પિટલ ખાતે CBCT મશીનનું લોકાર્પણ કરવામાં આવી ચૂક્યું છે અને હવે આ સુવિધા દર્દીઓ માટે ઉપલબ્ધ છે.
Dental સારવાર, CBCT તપાસ તથા Dental Department સંબંધિત કોઈપણ માહિતી માટે સંપર્ક કરો ૨૨૩૧૨૧૫ ૨૨૨૩૨૪૯.
(3:01 PM IST)










