<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th November 2026

શ્રી નાથજી પદયાત્રા સંઘ દ્વારા રાજકોટથી શ્રીનાથજી પદયાત્રાનું વિના મૂલ્‍યે આયોજન

‘‘ગિરીરાજ ધરણ કી જય''ના ગુંજનાદ સાથે

રાજજકોટઃ શ્રી નાથજી પદયાત્રા સંઘ દ્વારા રાજકોટથી શ્રીનાથજી (રાજસ્‍થાન) ધામે પદયાત્રાનું આયોજન કરેલ છે. તા. ૨૩-૧૨ને બુધવારના રોજ પ્રારંભ થનાર અંદાજે ૫૫૦ કિ.મી.ની અન ૧૭ દિવસની આ પદયાત્રા વિના મુલ્‍યે યોજવામાં આવેલ છે તેમ શ્રીનાથજી પદયાત્રા સંઘના આયોજક ગિરીશભાઇ કુંકણાની યાદીમાં જણાવાયું છે.

અંદાજે ૫૫૦ કિ.મી.ની આ પદયાત્રા રાજકોટથી તા.૨૩-૧૨ને બુધવારે શરૂ થઇચોટીલા-લીંબડી-બગોદરા-અમદાવાદ-ગાંધીનગર-હિંમતનગર-શામળમજી-ખેરવાડા-ઉદયપુર-એકલીંગજી થઇને તા.૦૭-૦૧-૨૦૨૭ના રોજ શ્રીનાથજી પહોચશે. દરેક પદયાત્રીક વૈષ્‍ણવ ભાઇઓ તથા બહેનો શ્રીનાથજી સુધીની ૧૭ દિવસની  પદયાત્રામાં દરેક વૈષ્‍ણવોને સવારે ચા-નાસ્‍તો બપોરે તથા રાત્રીના ભોજનની વ્‍યવસ્‍થા તથા રસ્‍તામાં મળવા આવનાર સગા-સંબંધી તથા મિત્રો સ્‍નેહીની પ્રસાદની વ્‍યવસ્‍થા તથા રસ્‍તામાં દરેક સ્‍થળોએ રાત્રીરોકાણની વ્‍યવસ્‍થા તથા રસ્‍તામાં પ્રાથમીક જરૂરીયાતની મેડીકલ વ્‍યવસ્‍થા તેમજ દરેક વૈષ્‍ણવોને શ્રીનાથજીમાં બે દિવસ રહેવા તથા જમવાની વ્‍યવસ્‍થા શ્રીનાથજી પદયાત્રા સંઘના આયોજક દ્વારા વિના મૂલ્‍યે કરવામાં આવ્‍યું છે.

આયોજનને સફળ બનાવવા માટે શ્રી નાથજી પદયાત્રા સંઘના આયોજક ગિરીશભાઇ કુંકણા, ભાવેશભાઇ રાજાણી, પ્રફુલભાઇ શાષાીજી, આશિષભાઇ દેસાઇ વગેરે કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. પદયાત્રાની વધુ વિગત માટે શ્રીનાથજી પદયાત્રા સંઘ, ઘ્‍/ં.૩૦૧-૩૦૨, મણી કોમ્‍પલેક્ષ, યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે સા઼જે ૪ થી ૬ રૂબરૂ અથવા મો. ૯૭૮૪૬ ૭૫૨૦૭ ઉપર સંપર્ક કરવા યાદીના અંતમાં જણાવાયું છે.

(10:19 AM IST)