તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
ક્રાંતિકારીઓનાં ચિત્રો પર થૂંકવું એ સમગ્ર રાષ્ટ્રનું અપમાન છેઃ કમિશનરને આવેદન આપતા સંજય કાકડિયા
રૈયા ચોકડી, ૧૫૦ ફૂટ રિગ રોડ પર ક્રાંતિકારીઓનાં ચિત્રોની તાત્કાલિક સફાઈ અને સીસીટીવીકેમેરા લગાવવાની માગણી

રાજકોટઃ રાજકોટના રૈયા ચોકડી સ્થિત ૧૫૦ ફૂટ રિગ રોડ પર આવેલા બ્રિજ પર દોરવામાં આવેલાં દેશના મહાન ક્રાંતિકારીઓનાં ચિત્રો પર કેટલાક લોકો દ્વારા થૂંકવામાં આવતું હોવાની બાબત સામે આવતાં ‘કલીન અપ રાજકોટ'ના સભ્ય સંજય કાકડિયાએ ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે. કે દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનારા ક્રાંતિકારીઓનાં ચિત્રો પર થૂંકવું એ અત્યંત નિંદનીય કૃત્ય છે. આ માત્ર ચિત્રોનું અપમાન નથી, પરંતુ દેશના મહાન ક્રાંતિકારીઓના બલિદાન, સંઘર્ષ અને રાષ્ટ્રીય ગૌરવને ઠેસ પહોંચાડતી બાબત છે. આ મામલે તેમણે રાજકોટના મ્યુ. કમિશનર શ્રી તુષાર સુમેરા તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના હેડ શ્રી પ્રજેશ સોલંકીને લેખિત રજૂઆત કરી છે. ક્રાંતિકારીઓનાં ચિત્રોની વહેલી તકે યોગ્ય રીતે સફાઈ કરાવવા તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. તેમણે સીસીટીવી લગાવી જવાબદારોની ઓળખ કરી ગંભીર પગલા લેવા માંગણી કરી છે. કોર્પોરેશન દ્વારા દિવાળી પૂર્વે ચિત્રોની યોગ્ય સફાઇ કરાવી સ્વચ્છ કરી આપવા માંગણી કરી છે.
(4:18 PM IST)










