<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

સ્પીડવેલ ચોક કા રાજા : રોબોટ દ્વારા આરતીએ આકર્ષણ જમાવ્યું

 

રાજકોટ : સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે કેપીએસ કલબ ઉમા કા લાલ 'સ્પીડવેલ ચોક કા રાજા' ગણપતી મહોત્સવમાં દરરોજ મહેમાનોની સાથોસાથ રોબોટ દ્વારા વિધ્ન વિનાયકની આરતી થાય છે. ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ પ્રમુખ માધવભાઇ દવે, મેયર નેહલભાઈ શુકલ, સ્ટેન્ડીંગ ચેરમેન પરેશભાઈ પીપળીયા, પૂર્વ મેયર પ્રદિપભાઈ ડવ, કોર્પોરેટર કેતનભાઈ પટેલ, મનીષભાઈ ભટ્ટ, રક્ષીતભાઈ કલોલા, પ્રવીણભાઈ સેગલીયા, કિશનભાઈ ટીલવા, કીરણબેન માકડીયા, જયોતીબેન ટીલવા, ભરતભાઈ શિંગાળા, કૌશીકભાઇ સરધારા લઘુઉદ્યોગ ભારતીના હંસરાજભાઈ ગજેરા, હરીશ્યામ ગ્રુપના પૃથ્વીસિંહજી રાણા તેમજ ઉમિયાધામ સિદસરના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી, મંત્રી જયેશભાઇ પટેલ, ઉપપ્રમુખ ચિમનભાઇ શાપરીયા, ઉમિયા સેવા પ્રગતિ મંડળના ગૌતમભાઈ ધમસાણીયા, શિલ્પનના સમીરભાઈ કાલરીયા, શ્યામલ ગ્રુપના અમીતભાઇ ત્રાંબડીયા, દિનેશભાઈ અમૃતિયા, પ્રસાદીના દાતા બાન ગ્રુપના જય અને લવ ઉકાણી, પાણ ગ્રુપના ચિરાગભાઈ પાણ, અલ્પેશભાઇ પાણ, મુખ્ય યજમાન તરીકે પ્રફુલભાઈ કાથરોટીયાએ આરતીનો લ્હાવો લીધો હતો. બાળકો માટે વેશભૂષા સ્પર્ધા અને બહેનો માટે ટેટુ અને મહેંદી સ્પધામાં વિજેતા બાળકો અને બહેનોને ઇનામ આપી પ્રોત્સાહીત કરાયા હતા.

પૂર્વ મેયર નયનાબેન પેઢડીયા, એન.જે. પેન્ટર્સના નિલેશભાઇ ભેંસદડીયા, માણેક જવેલર્સના કરણભાઈ રાણીંગા, કેવલભાઈ રાણીંગા, બિલ્ડર સમીરભાઈ હાંસલીયા, શિવાલાલભાઈ આદ્રોજા, મનુભાઈ વીરપરીયા, ધરમશીભાઈ સીતાપરા, પ્રવીણભાઈ ભુવા, ગુણવંતભાઈ ડેલાવાળા, ચંદુભાઈ ખાનપરા, યજમાન તરીકે દિનેશભાઈ ચાપાણીએ આરતીનો લ્હાવો લીધો હતો. 'ઉમા કા લાલ' ગણપતિ મહોત્સવમાં પ્રદ્યુમન ગ્રુપના જયોતિબાપુ, પટેલ સેવા સમાજના પ્રમુખ અરવિંદભાઈ કણસાગરા નંદલાલભાઈ માંડવીયા તથા ઉપપ્રમુખ પ્રભુદાસભાઇ, સંસ્થાના ટ્રસ્ટીઓ, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, દિકરાનું ઘર વૃધ્ધાશ્રમના અનુપમભાઈ દોશી, સુનીલભાઈ વોરા, મોટામવાના દિનેશભાઈ પરસાણા, એન્જી. એસોસીએશનના નરેન્દ્રભાઈ પાચાણી, બોલબાલાના જયેશભાઈ ઉપાધ્યાય, સંદીપભાઈ માકડીયાએ વિઘ્નહર્તાની આરતીનો લ્હાવો લીધો હતો. દેવ ભટ્ટની ટીમ દ્વારા શિવ સંધ્યાની ભકિતમય પ્રસ્તુતી કરવામાં આવી હતી. ઋષભભાઈ રૂપાણી, ભરતભાઈ ખાનપરા, પરેશભાઈ હુંબલ, મહિલા સંગઠન સમિતિના સરોજબેન મારડીયા તથા સંગઠન ટીમ, કટારીયા ગ્રુપના વલ્લભભાઇ કટારીયા, વિમલભાઈ કટારીયા, કલાસીક ગ્રુપના ધનશ્યામભાઈ મારડીયા, સતીષભાઈ ત્રાંબડીયા, સી.એ. મનીષભાઈ ઘેટીયા, પટેલ કોમ્યુટરના સુરેશભાઈ ઓગણજા તથા મુન્નાભાઈ ઘેટીયા આરતીમાં જોડાયા હતા. બાળકો માટે કલર કોમ્પીટીશનમાં ૪૦૦ થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. વિજેતા બાળકોને ઇનામ આપી પ્રોત્સાહીત કરાયા હતા. સાહીત્યકાર બ્રિજદાન ગઢવીના લોક ડાયરાની રંગત જામી હતી.

આયોજનને સફળ બનાવવા કેપીએસ કલબ ના સંદિપભાઈ માકડીયા, બિપીનભાઈ બેરા, મુન્નાભાઈ ઘેટીયા, પ્રફુલભાઈ કાથરોટીયા, દિનેશભાઈ ચાપાણી, જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઈ ડઢાણીયા, ડો. કલ્પેશભાઈ ઉકાણી, અતુલભાઈ ભુત, યોગેશભાઈ કાલરીયા અને રજનીભાઈ ગોલ સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

(2:21 PM IST)