<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ દ્વારા લતા સુશોભન અને ફલોટસ માટે વિશેષ ઇનામો

 

રાજકોટ તા.૩: ભગવાન શ્રીકળષ્‍ણના જન્‍મોત્‍સવને વધાવવા રાજકોટ શહેરમાં ભક્‍તિ, શ્રદ્ધા અને ઉત્‍સાહનો માહોલ છવાયો છે. જન્‍માષ્ટમી પર્વને લઈને શહેરના વિવિધ વિસ્‍તારોમાં લોકો દ્વારા પોતાના ઘરો, દુકાનો, શેરીઓ, સોસાયટીઓ અને જાહેર સ્‍થળોએ ભવ્‍ય તથા અલૌકિક સુશોભનો કરવામાં આવી રહ્યા છે. ઠેર ઠેર શ્રીકળષ્‍ણના જીવનચરિત્ર, બાળલીલા, ગોકુળ-વળંદાવન, રાસલીલા સહિતના વિવિધ ધાર્મિક અને સાંસ્‍કળતિક વિષયો આધારિત આકર્ષક સુશોભનો તૈયાર થઈ રહ્યા છે.

વિહિપ પ્રેરિત જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિ, રાજકોટ દ્વારા જન્‍માષ્ટમીના પાવન પર્વને વધુ ભવ્‍ય, દિવ્‍ય  અને લોકભાગીદારીસભર બનાવવા માટે સમીતીના ધર્માધ્‍યક્ષ ભક્‍તિ પ્રકાશદાસજી સ્‍વામી ના આશીર્વાદથી તથા માર્ગદર્શક મંડળ ના સભ્‍યો, સમિતિના અધ્‍યક્ષ રાજાભાઈ વાવડી, ધર્મયાત્રા અધ્‍યક્ષ ધર્મેન્‍દ્રસિંહ વાળા, કાર્યકારી અધ્‍યક્ષ તીર્થરાજ સિંહ ગોહિલ, સમિતિના ઇન્‍ચાર્જ પરેશભાઈ રૂપારેલીયા ઉપરાંત અનેક અધીકારી ગણ દ્વારા શહેરના નાગરિકો અને વિવિધ સંસ્‍થાઓમાં રહેલી સર્જનાત્‍મકતાને પ્રોત્‍સાહન આપવા લતા સુશોભન તથા ફ્‌લોટ સુશોભન સ્‍પર્ધાના વિજેતાઓને શિલ્‍ડથી સન્‍માનીત કરવાની સાથે રોકડ પુરસ્‍કાર અને ઇનામોની જાહેરાત કરવામા આવી છે.

 શહેરના વિવિધ વિસ્‍તારોમાં શ્રીકળષ્‍ણની વિવિધ લીલાઓ દર્શાવતા મનમોહક સુશોભનો તૈયાર કરવામાં આવી રહ્યા છે. અનેક સ્‍થળોએ કલાકારો, યુવાનો, મહિલાઓ, વેપારીઓ, સામાજિક સંસ્‍થાઓ તથા વિવિધ મંડળોના કાર્યકર્તાઓ દિવસ-રાત મહેનત કરીને ગઈ કાલે રાત્રે બધી જગ્‍યાએ ભક્‍તો માટે દર્શન ખુલ્લા મુકવામા આવ્‍યા હતા અને દરેક જગ્‍યાએ ક્રુષ્‍ણ ઘેલા ભક્‍તોની ભિળ જોવા મળી હતી. એજ રીતે શોભાયાત્રામા ફ્‌લોટ સુશોભન માટે પણ કૃષ્‍ણભક્‍તો મા ઉત્‍સાહ જોવા મળી રહ્યો હતો. 

વિજેતાઓ માટે આકર્ષક ઇનામોઃ

જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિ દ્વારા લતા સુશોભન અને ફ્‌લોટ સુશોભન સ્‍પર્ધામાં ભાગ લેનાર તમામ સ્‍પર્ધકોને પ્રોત્‍સાહિત કરવા માટે રોકળ ઇનામો ઉપરાંત અનેક પુરસ્‍કારો આપવામા આવશે તેમ માર્ગદર્શક શ્રી વનરાજભાઇ ગરૈયાએ જણાવ્‍યુ હતુ. વધુમા અશ્વીનભાઇ ગોસાઇ, વિનોદભાઇ પેઢડિયા એ જણાવતા કહ્યુ હતુ કે શ્રેષ્ઠ સુશોભન, કલાત્‍મક રજૂઆત, ધાર્મિક સંદેશ, સર્જનાત્‍મકતા, પરંપરાગત સંસ્‍કળતિની રજૂઆત તથા સમગ્ર આયોજનને ધ્‍યાનમાં રાખીને વિજેતાઓની પસંદગી કરવામાં આવશે. અને પ્રથમ વિજેતાને રોકડ રુ. ૧૧૦૦૦ દ્વીતીય વિજેતાને રોકડ રુ. ૭૫૦૦ અને તૃતીય વિજેતાને રોકડ રૂા. ૫૧૦૦ ઉપરાંત શિલ્‍ડ આપિને સન્‍માનીત કરવામા આવશે. ઉપરાંત અન્‍ય ઇનામો પણ આપવામા આવશે. સમીતીના અધ્‍યક્ષ રાજાભાઇ વાવડી તથા ધર્મયાત્રા અધ્‍યક્ષ ધર્મેંદ્રસિંહ વાળા એ જણાવ્‍યુ હતુ કે આ સ્‍પર્ધાનો મુખ્‍ય હેતુ માત્ર ઇનામ આપવાનો નથી, પરંતુ શ્રીકળષ્‍ણના જીવન અને સનાતન સંસ્‍કળતિના સંદેશને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાનો તથા નવી પેઢીને ભારતીય સંસ્‍કળતિ સાથે જોડવાનો છે.

(2:30 PM IST)