<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

રેસકોર્ષના મેદાનમાં નવરાત્રીનો નાદ ગુંજશેઃ ‘સહિયર' સજાવશે ગરબાનું આંગણું

૨૬ વર્ષનો વિશ્‍વાસ, અનુભવની ઉડાન-નવું વર્ષ, નવું સહિયર : સુરેન્‍દ્રસિંહ વાળાના માર્ગદર્શનમાં યુવા ટીમનું બેનમુન આયોજનઃ આ વખતે નિયોન રાસ, વૃંદાવન થીમ રાસ, રેડ એન્‍ડ બ્‍લેક થીમ સાથે રાસ, રેટ્રો ગરબા સહિત દરરોજ અવનવી થીમ સાથેના રાસગરબા જમાવટ કરશેઃ ગરબા કીંગ રાહુલ મહેતા, પૂનમ ગોંડલીયા સાથે તેજસ શીશાંગીયા ખેલૈયાઓને ડોલાવશે

રાજકોટઃ શહેરની નવરાત્રિની આગવી ઓળખ બની ચૂકેલા સહિયર ક્‍લબ દ્વારા આયોજિત સહિયર રાસોત્‍સવ ૨૦૨૬ની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ૧૧ ઓક્‍ટોબરથી ૧૯ ઓક્‍ટોબર સુધી રેસકોર્સ, ફનવર્લ્‍ડની બાજુમાં યોજાનારા આ નવરાત્રિ મહોત્‍સવને ભવ્‍ય, સુવ્‍યવસ્‍થિત અને સંસ્‍કૃતિસભર બનાવવા સહિયરની ટીમ દ્વારા પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન રાજકોટના ખેલૈયાઓને ગરબા, સંગીત, ભક્‍તિ અને ઉત્‍સવની ઊર્જાનો અનોખો અનુભવ કરાવવાનો આયોજકોનો પ્રયાસ છે.

સહિયર ક્‍લબ આ વર્ષે ૨૬મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે, ત્‍યારે પરંપરા, સંસ્‍કાર અને આધુનિક આયોજનના સમન્‍વય સાથે રાસોત્‍સવને વધુ આકર્ષક બનાવવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. ‘શક્‍તિની ભક્‍તિનો મહોત્‍સવ'ના ભાવ સાથે યોજાનારા આ રાસોત્‍સવમાં શુદ્ધ અને સાંસ્‍કૃતિક ગરબાની પરંપરાને કેન્‍દ્રસ્‍થાને રાખવામાં આવી છે.

સહિયર ક્‍લબના પ્રેસિડેન્‍ટ સુરેન્‍દ્રસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ વાઇસ પ્રેસિડેન્‍ટ ચંદુભા પરમાર તેમજ ઓર્ગેનાઈઝર ટીમના કૃષ્‍ણસિંહ જાડેજા, યશપાલસિહ જાડેજા, વિજયસિંહ ઝાલા, ધૈર્ય પારેખ અને ક્રિષ્‍નપાલસિંહ વાળા સહિતની ટીમ દ્વારા આયોજનની દરેક બાબત પર ઝીણવટપૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે.

ખેલૈયાઓને ઉત્તમ અનુભવ મળે, પરિવારજનો નિヘતિ બનીને નવરાત્રિ માણી શકે અને રાજકોટવાસી ઓને યાદગાર રાસોત્‍સવનો અનુભવ થાય તે માટે વ્‍યવસ્‍થા અને સુવિધાઓ પર વિશેષ ધ્‍યાન આપવામાં આવી રહ્યું છે.

આ વર્ષે સહિયરના ગ્રાઉન્‍ડ પર વિશાળ અને સુવ્‍યવસ્‍થિત આયોજન, આકર્ષક સ્‍ટેજ, ભવ્‍ય લાઇટિંગ અને એલઇડી સ્‍ક્રીન, સુંદર સેલ્‍ફી પોઈન્‍ટ સહિતની વિવિધ વ્‍યવસ્‍થાઓ ઉભી કરવામાં આવી રહી છે. ખેલૈયાઓ અને દર્શકોની સુવિધા ઉપરાંત સુરક્ષા વ્‍યવસ્‍થા, ખાણીપીણી તેમજ અન્‍ય જરૂરી સુવિધાઓને પણ આયોજનમાં સ્‍થાન આપવામાં આવ્‍યું છે. સમગ્ર પરિસરને એવી રીતે તૈયાર કરવામાં આવી રહ્યું છે કે નવરાત્રિના દરેક દિવસ દરમિયાન ઉત્‍સવનો માહોલ જળવાઈ રહે.

સહિયરની વર્ષોથી આગવી ઓળખ બનેલા શુદ્ધ સાંસ્‍કૃતિક ગરબા, શ્રેષ્ઠ સંગીત અને અનુભવી કલાકારોની ટીમ આ વર્ષે પણ ખેલૈયાઓને ગરબાની મોજ કરાવશે.

દર વર્ષની પરંપરા મુજબ આ વખતે પણ ખેલૈયાઓ માટે કંઈક નવું અને આકર્ષક રજૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. નવ દિવસ દરમિયાન સહિયરના આંગણે ગરબાની સાથે ભક્‍તિ અને ઉત્‍સવની ઊર્જા જોવા મળશે.

સહિયર રાસોત્‍સવની વિશેષતા માત્ર રાજકોટના ગ્રાઉન્‍ડ પૂરતી મર્યાદિત નહીં રહે. સહિયરની યુટ્‍યુબ લાઇવ વ્‍યવસ્‍થાના માધ્‍યમથી દેશ-વિદેશમાં બેઠેલા ગરબા રસિકો પણ આ ઉત્‍સવ સાથે જોડાઈ શકશે. ડિજિટલ માધ્‍યમ દ્વારા નવરાત્રિના રંગને વધુ વ્‍યાપક પહોંચાડવાની તૈયારીઓ પણ ચાલી રહી છે.

આયોજન ટીમના જણાવ્‍યા મુજબ, ‘‘આ વર્ષે સહિયરમાં માત્ર ગરબા નહીં, પરંતુ એક સંપૂર્ણ નવરાત્રિ અનુભવ આપવાનો સંકલ્‍પ છે.'' છેલ્‍લા ઘણા સમયથી ચાલી રહેલી તૈયારીઓને હવે અંતિમ સ્‍વરૂપ આપવામાં આવી રહ્યું છે અને સહિયર ટીમમાં પણ ઉત્‍સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજકોટના ખેલૈયાઓ અને ગરબા રસિકોમાં પણ સહિયર રાસોત્‍સવને લઈને અત્‍યારથી જ આતુરતા જોવા મળી રહી છે.

નવરાત્રિના નવ દિવસ દરમિયાન મોટી સંખ્‍યામાં ખેલૈયાઓ સાહિયારના આંગણે ઉમટી પડે તેવી અપેક્ષા સાથે આયોજકો દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

આયોજકો દ્વારા રાજકોટ તેમજ આસપાસના શહેરોના ગરબા રસિકોને ૧૧થી ૧૯ ઓક્‍ટોબર દરમિયાન સહિયર રાસોત્‍સવ સાથે જોડાઈને નવરાત્રિના આ ભવ્‍ય ઉત્‍સવનો હિસ્‍સો બનવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે સહિયર રાસોત્‍સવના વાઈસ પ્રેસીડેન્‍ટ ચંદુભા પરમાર, ઓર્ગેનાઈઝર કૃષ્‍ણપાલસિંહ વાળા, ધૈર્ય પારેખ (કોર્પોરેટર) અને કૃષ્‍ણસિંહ જાડેજા નજરે પડે છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)(૪૦.૪૨)

 

 

પાસ બુકિંગ માટે

સંપર્કઃ ૮૯૮૦૦૨૧૩૨૧

ઓફિસઃ ૩૧૨, ત્રીજો માળ, સિલ્‍વર ચેમ્‍બર, અતુલ મોટરની સામે, ટાગોર રોડ, રાજકોટ

(2:58 PM IST)