<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

રાજકોટ લોહાણા મહાજન દ્વારા ગરબાનો ગુંજારવઃ પ્રાચીન રાસ-ગરબાનું પવિત્ર-અલૌકીક આયોજન

શનિવારે સાંજે ચાર વાગ્‍યે પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે : * ધોળકીયા સ્‍કુલ્‍સની શકિત સ્‍વરૂપ બાલિકાઓ દ્વારા આકર્ષક કલા પ્રસ્‍તૃતિ કરાશેઃ બેકગ્રાઉન્‍ડ-સહયોગ પ્રાચીન નવરાત્રીના કલાકારો દ્વારા પ્રાપ્ત થશે * માંડવી રાસ, મોગલ રાસ, દીવડા રાસ, ત્રિશુલ રાસ, ટીપ્‍પણી રાસ નિહાળવાની અમૂલ્‍ય તકઃ બેઠક વ્‍યવસ્‍થા વહેલા તે પહેલાના ધોરણે * રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિત સમગ્ર ટ્રસ્‍ટીગણ દ્વારા અદકેરૂ આયોજન

 

રાજકોટ તા. ૧પ :.. સામાજીક, ધાર્મિક, સેવાકીય, સાંસ્‍કૃતિક, શૈક્ષણિક, તબીબી કાર્યો થકી જ્ઞાતિ ઉત્‍કર્ષ-સમાજ ઉત્‍કર્ષ માટે સતત કાર્યરત વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન  ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા ‘ગરબાનો ગુંજારવ'  શીર્ષક હેઠળ પ્રાચીન રાસ-ગરબાનું પવિત્ર-અલૌકીક આયોજન કરવામાં આવ્‍યું છે. આ આયોજન શનિવાર, તા. ૧૭ ઓકટોબર, ર૦ર૬ ના રોજ સાંજે ચાર વાગ્‍યાથી પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમ, રૈયા રોડ, રાજકોટ ખાતે કરવામાં આવ્‍યું છે.

મા અંબાના આશીર્વાદ અને અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાની પ્રેરણાથી યોજાનાર પ્રાચીન રાસ-ગરબામાં ધોળકીયા સ્‍કૂલ્‍સ, રાજકોટની શકિત સ્‍વરૂપ બાલિકાઓ દ્વારા આકર્ષક કલા પ્રસ્‍તુતિ કરવામાં આવશે. બેક ગ્રાઉન્‍ડ- સહયોગ પ્રાચીન નવરાત્રીના જાણીતા કલાકારો દ્વારા પ્રાપ્ત થશે.

સંગીતની સુરાવલીઓના સથવારે, તાલબધ્‍ધ-લયબધ્‍ધ ઘૂમતી અને માતાજીની આરાધના કરતી બાલિકાઓ દ્વારા માંડવી રાસ, મોગલ રાસ, દીવડા રાસ, ત્રિશુલ રાસ, ટીપ્‍પણી રાસ પણ રજુ કરવામાં આવશે જે નિહાળવાની અમૂલ્‍ય તક લોકોને પ્રાપ્ત થશે. ઓડીટોરીયમમાં બેઠક વ્‍યવસ્‍થા વહેલા તે પહેલાના ધોરણે રાખવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયુ છે.

પ્રાચીન રાસ-ગરબાના અદકેરા આયોજનને સફળ બનાવવા માટે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રીમતિ રૂપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતી રીટાબેન કોટક, ખજાનચી  શ્રી ધવલભાઇ કારીયા, ટ્રસ્‍ટીઓ જીતુભાઇ ચંદારાણા, કિશોરભાઇ કોટક, હરીશભાઇ લાખાણી, એડવોકેટ શ્‍યામલભાઇ સોનપાલ, ડો.પરાગભાઇ દેવાણી, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, હિરેનભાઇ ખખ્‍ખર, શૈલેષભાઇ પાબારી, દિનેશભાઇ બવારીયા, એડવોકેટ મનીષભાઇ ખખ્‍ખર, ડો.જનકભાઇ ઠક્કર, મુકેશભાઇ પાબારી, ડો.ભાવેશભાઇ સચદે, ડો. ચેતનભાઇ હિન્‍ડોચા, ધવલભાઇ ખખ્‍ખર, શ્રીમતી રીટાબેન કુંડલીયા, શ્રીમતી નીકીતાબેન નથવાણી, શ્રીમતી અલ્‍કાબેન પુજારા, શ્રીમતી ભાવીનીબેન ખખ્‍ખર, ડો.કૃપાબેન ઠક્કર, શ્રીમતી સીમાબેન રાજદેવ સહિતની સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે

(2:16 PM IST)